________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધર્મની રક્ષા કાજે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. રતિલાલ મફાભાઈ શાહ (માંડલવાળા)
(ગતાંકથી આગળ)
સંઘના અગ્રણીઓએ રાજની મદદ માગી. સત્ય બિના જાણવા ચારે તરફ ઘોડા દોડાવ્યા. પણ શાસ્ત્રચર્ચા એથી કંઈ અટકવાની નહોતી, જેથી એ વ્યવસ્તામાં પણ તેઓ પડ્યા.
શાસ્ત્રચર્ચાનો સમય થયો અને આખી રાજસભા માણસોથી ભરાઈ ગઈ. એક બાજુ જૈન પંડિતો-મુનિઓ બેઠા હતા, પણ એ નિરાશ ને નિરુત્સાહી હતા. બીજી બાજુ શૈવ-વૈષ્ણવ પંડિતોના મુખ પર વિજયનો આનંદ ચમકતો દેખાતો હતો. મહારાજા બુક્કારાય પણ સમયસર સભામાં હાજર થયા હતા. પંડિતોને કુશળ સમાચાર પૂછી આચાર્ય ધર્મસિંહસૂરિજી કોણ, એ જાણવા એ મુનિઓ તરફ ફર્યા. જવાબ મળ્યો કે ‘આચાર્યશ્રી આવી શક્યા નથી, તેમજ એવી પણ વાતો આવી રહી છે કે આચાર્યશ્રીને કોઈ વિરોધીઓએ ગૂમ કર્યા છે.'
આ પ્રત્યુત્તર સાંભળી મહારાજા બુક્કારાય કંઈક ક્રોધમાં આવી ઊભા થઈ ગયા અને બોલ્યા; ‘હું આ શું સાભળું છું? શું મારા રાજ્યમાં કોઈ કોઈને ઝૂમ કરી શકે ખરું? મારે મન તો બધી પ્રજા સમાન છે. જો આ વાતમાં જરા પણ તથ્ય હશે તો હું એની પૂર્ણ તપાસ કરીશ અને ગુનેગારો, ભલે પછી એ ગમે તે ધર્મ કે પંથના હશે, એમને યોગ્ય શિક્ષા કર્યા વિના જંપીશ નહીં.'
મહારાજાનો આવેશ જોઈ ક્ષણભર સભામાં સ્તબ્ધતા છવાઈ ગઈ. ત્યાં એક પંડિતે જવાબ આપ્યો: ‘મહારાજા! સંભવ છે કે આચાર્યજી શાસ્ત્રચર્ચાથી ડરીને ભાગી ગયા હોય ત્યાં તો એમના વિરોધીઓને બદનામ કરવા આવી બનાવટી વાતો વહેતી મૂકવામાં આવી હોય.'
મહારાજાએ જણાવ્યું કે જો આ વાત બનાવટી સાબિત થશે તો હું એ માટે જે ગુનેગાર હશે એને શિક્ષા કરીશ. બાકી એથી આ શાસ્ત્રચર્ચા પર એની કંઈ જ અસર ન પડવી જોઈએ.'
સમયસર શાસ્ત્રચર્ચા શરૂ કરવામાં આવી, દિગ્ગજ પંડિત બસવેશ્વર, મહાતાર્કિક શિવસ્વામી તથા સમર્થવાદી એવા બંસીલાલજી મહારાજે જૈન ધર્મ પર પોતાના એક પછી એક આક્ષેપો રજૂ કર્યા. જૈન પંડિતો બની શકે તેટલો બચાવ કરવા પ્રયત્નો કરવા લાગ્યા, પણ વિરોધીઓના પ્રચંડ બુદ્ધિબળ અને વાક્પાટવ સામે ટકવાનું એમનામાં સામર્થ્ય નહોતું. આ કંઈ જ્ઞાનચર્ચા નહોતી પણ તર્કવાદનો સંગ્રામ હતો. એ સંગ્રામમાં જૈનોનો ચોખ્ખો પરાજય દેખાતો હતો. અને એ પરાજયનું પરિણામ કેવું ખતરનાક આવવાનું હતું એ વિચારથી, નિરાશા-નિરુત્સાહને કારણે, સર્વનાં મોઢાં પડી ગયાં હતાં. સંઘનાયકો હવે અમંગળ ભાવીની કલ્પનાથી અંદરથી ધ્રૂજી રહ્યા હતા, છતાં પંડિતો અને મુનિઓ સમય વિતાવવા પોતાની વાત નવે નવે રૂપે રજૂ કર્યે જતા હતા.
આવી ધોર નિરાશાની પળે, ધનધોર વાદળોથી છવાયેલું આકાશ નિરભ્ર બની જાય અને સહસ્રરશ્મિ-ભાનુ પોતાનાં તેજકિરણોથી જગતને પ્રકાશમાન કરે એમ, સહુના આશ્ચર્ય વચ્ચે, સમગ્ર વાતાવરણ પર કોઈ ઓર પ્રભાવ પાથરતા એક શાંત-સૌમ્ય મુખમુદ્રાવાળા તેજસ્વી યુવાન મુનિ આવીને રાજસભામાં ઊભા રહ્યા. એમના મુખ પર જ્ઞાન અને ચારિત્રના તેજની કોઈ દિવ્ય પ્રભા ઝળકી રહી હતી.
એમની હોંશ તો શાસ્ત્રચર્ચા શરૂ થતાં પહેલાંજ આવી પહોંચવાની હતી, પણ રસ્તાની ભૂલને કારણે એ કંઈક મોડા પડ્યા હતા. છેવટે એ રાજદરબારમાં અન્ય મુનિઓ સાથે આવી પહોંચ્યા હતા.
આખી સભા સમેત મહારાજા બુક્કારાયનું ધ્યાન એ મુનિ મંડળી તરફ આકર્ષાયું, પણ કોઈ જ એમને ઓળખતું ન હોઈ એ કોણ હશે એની સૌ કાનાફૂસી કરવા લાગી ગયા.
શાસ્ત્રચર્ચા તો શરૂ થઈ ચૂકી હતી, પણ તેજસ્વી અણજાણ મુનિની હાજરી પછી ચર્ચામાં ઓર રંગ જામ્યો અને બાજી પલટાવા લાગી, પરાજયે વિજયનું, નિરાશાએ આશાનું અને નિરુત્સાહની ઠંડીએ ઉત્સાહની ઉષ્માનું
For Private and Personal Use Only