SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जनवरी २०१३ ૧૦ તેજસ્વી મુનિથી વધુ ગૌરવવંતુ થયું છે.’ 'ગુરુદેવ! એ બધો આપનો જ પ્રતાપ છે, આપની જ કૃપાદૃષ્ટિનું ફળ છે. ‘આ મહાયજ્ઞનો તું વિજેતા ગણાઈશ' એવા આપે આપેલા આશીર્વાદનું જ એ ફળ છે; બાકી હું તો કશું જ નથી.’ ગુરુદેવે જ્યારે જોયું કે પાછળ રહી ગયેલા બધા જ મુનિઓએ મારી પહેલાં આવી પહોંચી ધર્મરક્ષામાં પોતાનો ફાળો આપ્યો છે ત્યારે એમનું હૃદય કોઈ અનેરા ભાવોથી ભરાઈ ગયું. આષાઢ સુદી ત્રીજના દિવસે પણ સમયસર શાસ્ત્રચર્ચા શરૂ થઈ, પણ જેની પાસે સ્યાદ્વાદરૂપી અમોઘ દિવ્યાસ્ત્ર હોય એને કદી પરાજિત થવાપણું હોતું જ નથી; શરત એટલી કે એનો વાપરનાર કુશળ હોવો જોઈએ. સ્યાદ્વાદ ખંડનમાં નથી માનતો, પણ પોતાના મંડન સાથે વિરોધીના મંતવ્યને પણ ન્યાય મળે એ રીતે એ એનું દૃષ્ટિબિંદુ સમજી લઈને એમાંથી સમન્વય સાધી શકે છે. શાસ્ત્રચર્ચામાં પંડિત બસવેશ્વરે વેદ બાહ્ય હોવાને કારણે જૈનધર્મને પાખંડી ધર્મ કહ્યો; શિવસ્વામીએ નાસ્તિક હોવાને કારણે પાપી ધર્મ કહ્યો; જ્યારે બંસીલાલજીએ વર્ણાશ્રમધર્મ નહીં માનવા માટે એના ઉપર ભ્રષ્ટતાનો આરોપ મૂક્યો. આ આક્ષેપો સામે સૂરિજીનો જવાબ સાંભળવા રાજસભા એક તાન બની. મેઘગંભીર વાણીમાં સૂરિજીએ જણાવ્યું : ‘હા, અમે નાસ્તિક છીએ; કારણ કે અમે હિંસાનો ઇનકાર કરીએ છીએ, અસત્યનો ઇનકાર કરીએ છીએ, ચોરી-જૂઠ, વ્યભિચાર-વિલાસ, અહંકાર અને કામક્રોધાદિ ષરિપુઓનો પણ ઇનકાર કરીએ છીએ જૈનધર્મ તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ પાંચ મહાવ્રતોમાં દૃઢ વિશ્વાસ ધરાવે છે. સદાચાર, ચારિત્ર્ય, જીવનશુદ્ધિ, સંયમ અને તપ પર એ ખૂબ ભાર મૂકે છે. કર્મસિદ્ધાન્ત અને પુનર્જન્મ તો એનો ખાસ પાયો છે અને નિર્વાણ-મોક્ષ એ એનું પરમધ્યેય છે. કારણ કે આત્માની અનંત શક્તિ પર એનો ઊંડો વિશ્વાસ છે. કો પંડિતવર્યો! આવું તત્ત્વજ્ઞાન તમે માનો છો કે નહીં?' ‘જરૂ૨-જરૂર, કેમ નહીં? એ તો અમારો જ સિદ્ધાંત છે; બધા ધર્મને માન્ય એવો સિદ્ધાંત છે.' પંડિતોએ જવાબ આપ્યો. તો પછી તમારેય અમારી જેમ ભ્રષ્ટ ગણાવું છે?' કહી સૂરિજી હસી પડ્યા અને આગળ ચલાવ્યું કે ‘વેદની વાત કરીએ તો કહો કે પિતાને વંદન કરનાર, પણ તેની આજ્ઞા નહીં માનનાર શ્રેષ્ઠ છે કે પિતાની આજ્ઞા ઉઠાવવા ખડે પગે તૈયાર રહેનાર-ભલે પછી એ વંદનવ્યવહાર ન પણ કરતો હોય-શ્રેષ્ઠ છે? પંડિતોએ જણાવ્યું કે ‘આજ્ઞા માનનાર શ્રેષ્ઠ છે.' સૂરિજીએ જણાવ્યું : ‘તો પછી જેઓ કેવળવેદના પુસ્તકની જ પૂજા કરે છે એના કરતાં એના નિર્વાણલક્ષી તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉતારવા મથનાર શ્રેષ્ઠ નથી શું? વેદમાં તો માત્ર શબ્દો છે, પણ એનો અર્થ તો જીવનમાં શોધવાનો છે. ખુદ વેદમાં જ પરમ તત્ત્વને વાણી અને મનથી પર કહ્યું છે, તો વેદના શબ્દો એ તત્ત્વને કેમ કહી શકે? સત્ય તો અનંત છે અને તે અંત૨ના અનુભવથી જ સમજી શકાય. છતાં એને વેદની છાપ લગાડવાનો આગ્રહ શા માટે? જેને તૃષા લાગી છે એ સત્યના સરોવરમાંથી જોઈએ તેટલું પાણી પી શકે છે; પણ એ પાણીને વેદની નીક દ્વારા વહેવડાવ્યા પછી જ પી શકાય, એવો કદાગ્રહ શા માટે? અને વેદ એ તો બીજાઓની જેમ પૂર્ણત્વ તરફ જવાનો માત્ર માર્ગ ચીંધે છે. ઈશારો કરે છે; બાકી એનેજ પૂર્ણ માની અટકી જઈએ તો કહો, વેદમાં કર્મસિદ્ધાંતની વાત આવે છે? પુનર્જમન્મ વિશે વેદ કશું બોલે છે? તેમજ મૂર્તિપૂજા વિશે પણ એમાં કંઈ ઇશારો છે? જો આવી વસ્તુઓ એમાં નથી તો એ બધું તત્ત્વજ્ઞાન આવ્યું ક્યાંથી? માટે અનુભવ એ જ સાચો વેદ છે અને એ અનુભવથી જ, વેદાદિક ધર્મગ્રંથોમાં યજ્ઞહિંસા હોવા છતાં આજે તમે એનો ત્યાગ નથી કર્યો શું? એટલે એકમાત્ર વેદના ગ્રંથો જ પૂર્ણ છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે શ્રમણો તથા અન્યો પાસેથી તમે ઘણું મેળવ્યું છે યજ્ઞહિંસાનો ત્યાગ તથા પુનર્જન્મ, કર્મવાદ, મૂર્તિપૂજા જેવાં અનેક તત્ત્વો તમે એમની તેમજ બીજાઓની પાસેથી મેળવ્યાં છે ત્યાં આવો For Private and Personal Use Only
SR No.525274
Book TitleShrutsagar Ank 2013 01 024
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy