________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३
વિ.સં.ર૦૬૬-પૌષ
'गजाग्रपदे दशार्णकूटवर्तिनि तथा तक्षशिलायां धर्मचक्रे तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने।' તેવીજ રીતે “જ્ઞાતાધર્મકથા' નામના આગમમાં આ પુરાતન નગરના માટે આ રીતે ઉલ્લેખ કરેલ છે.
'तीसे णं चंपाए नयरीए उत्तरपुरच्छिमे दिसिभाए अहिच्छत्ता नाम नयरी होत्था, रिद्धथमिय समिद्धा वन्नओ, तत्थ णं अहिच्छत्ताए नयरिए कणगकेउ नामं राया होत्था
‘सेयं खलु मम विपुलं पणिय भंडभायाए अहिच्छत्तं नगरं वाणिज्जाए गमित्तए,
'નાર Mિા મિતે, - જ્ઞાતાધર્મકથી પૃ. ૧૯૨. ૦ આવશ્યક નિર્યુક્તિ. ૦ જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પ. ૦ આર્મી. સર્વે ઓફ ઇન્ડિયા વાં. ૧ કનીંગહામ. ૦ ડૉ. ફૂહરરનો રિપોર્ટ સન. ૧૮૯૧-૯૨ ૦ એપિગ્રાફીક ઇન્ડિયા વોલ્યુમ ૧૦, પૃ. ૧૧૦-૧૧૫ o Archiological Survey of India, Vol. 2. P. 28-29. OH. R. Nevill. District Gajetteers of the United Provinces of Agra and Oudh, Vol. 3, 1903,
Allahabad. OJ.R. A. S. Great Britain and Ireland, 1903, P. 1-64 London,
વિગેરે સ્થળોએ આ અહિચ્છત્રાનો ઉલ્લેખ મળે છે.
શોધખોળ થતાં અહિચ્છત્રા નગરની પુરાતન સમયની કેટલીક મૂર્તિઓ, સ્તુપ અને સિક્કાઓ રાજ્યકર્તાઓ મળી આવ્યા છે, જે ઇ. સ. પૂર્વે ૨૦૦ થી ૧OO સુધીના છે. અહીં શુંગવંશના રાજાઓ અગ્નિમિત્ર, સૂર્યમિત્ર, ભાનુમિત્ર, વિષ્ણુમિત્ર, ભદ્રઘોષ, ધ્રુવમિત્ર, જયમિત્ર, ઇન્દ્રમિત્ર, ફલ્યુનીમિત્ર અને બૃહસ્પતિમિત્ર વિગેરે રાજ્યકર્તાઓ થઈ ગએલ છે. તે વાત તેમાં મળી આવેલ સિક્કાઓ પરથી જણાઈ આવે છે. આમાંના સિક્કાઓ કૌશામ્બી અને અવધમાંથી પણ મળે છે. ત્યારપછી ઈ. સ. ત્રીજી શતાબ્દિના મધ્ય ભાગમાં ગંગવંશિ જૈન રાજા વિષ્ણુગોપ રાજ્ય કરી ગએલ છે. ત્યાર બાદ ઇ. સ. ૩૩૦ માં બૌદ્ધરાજા અશ્રુત થોડા વર્ષો રાજ્યકર્તા થઈ ગએલ ત્યાર પછી પ્રસિદ્ધ રાજા મોરધ્વજ (મયુરધ્વજ) થઈ ગએલ છે. એમ કહેવાય છે કે આ રાજા જૈનધર્મી હતો તેમજ તેના સમયમાં આ પ્રદેશમાં જૈનધર્મ ઉન્નતિ પર હતો. તેમજ રાજા બલમિત્ર અને ભાનુમિત્ર જે ઉર્જની પર પણ રાજ્ય કર્તાઓ થઈ ગએલ છે તે પ્રસિદ્ધ જૈનાચાર્ય કાલિકસૂરિના ભાણેજ હતા તેવું શ્વેતામ્બર જૈનોના સાહિત્યો પરથી જણાઈ આવે છે. શોધખોળમાં મળી આવેલ પુરાતન અવશેષો
અહિચ્છત્રાનગરની શોધખોળ ડૉ. કૂહરરે સન ૧૮૯૨ની સાલમાં કરેલ તેમાં મળી આવેલ વસ્તુઓ સંબંધી તેમના રિપોર્ટમાં જણાવે છે કે - આ પુરાતન સ્થાનમાં મૂર્તિઓ પદ્માસનો તેમજ શિલ્પીઓના કામો મળી આવેલ છે જે કશાન રાજ્યકાળના છે. આમાં એક પુરાતન જૈન મંદિરના ખોદકામમાંથી એક મૂર્તિ હાથ આવેલ છે. તેની ડાબી બાજુનો કેટલોક ભાગ તુટી ગએલ હાલતમાં છે. આ મૂર્તિ પબાસન સહિત ધ્યાનમુદ્રાએ પદ્માસનરૂપે છે. પબાસનના ભાગમાં બંને બાજુએ ઉભેલા એક એક સિંહ છે. વચમાં ધર્મચક્ર છે. ધર્મચક્રની આજુબાજુ કેટલાક પુરુષો અને સ્ત્રીઓ મૂર્તિને વંદન કરતાં ઉભેલ છે. આ મૂર્તિનું શિલ્પકામ “ઈન્ડોકોરી નથી અન’ ઢબનું છે. મૂર્તિના નીચે પબાસનમાં જે શિલાલેખ છે તે બ્રાહ્મીલિપિમાં કોતરાએલ છે.'
सं. १२ना ४ मास ११ दिवसे इतिशय पूर्वम कोटिगना वामभाडासियानो कुलातो अने उच्चनागरी शाखातो जेनिस्य आर्यपुसिलय. સં. ૧૨ ના વરસાદના જ મહિનામાં અગિઆર દિવસે કૌટિયગણ બમ ભાડાસિય કુલ અને ઉચ્ચ નાગરી
For Private and Personal Use Only