Book Title: Shrutsagar Ank 2013 01 024
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जनवरी २०१३ કથાનક નીચે પ્રમાણે કહી સંભળાવ્યું.' ધાતકી ખંડમાં ઇષકાર પર્વતથી પશ્ચિમ દિશામાં વિજય નામનું નગર છે. ત્યાં પૃથ્વીલ નામનો રાજા રાજ્ય કરે છે. તેને શીલાદિગુણશાલિની ચન્દ્રાવતી નામે રાણી છે. આ જ નગરમાં જિનેંદ્ર ભક્તિમાં લિન એવો સુરા નામો વયોવૃદ્ધ ધનવાન શ્રેષ્ઠી છે. તેનું શરીર દુર્બળ અને ક્ષીણ થઈ જવા છતાં તેની ધર્મભાવના જાગતી જીવતી, તેના હૃદય સરોવરમાં રાજહંસની માફક રમ્યા કરે છે. એકદા તે શ્રેષ્ઠીએ ગુરુભગવંત પાસે આવી પૂછયું : “હે ગુરુવર્ય! હવે મારાથી વિશેષ ધર્મનું આરાધન થતું નથી. માટે કપા કરી મને એવો કોઈ માર્ગ બતાવો કે મારા કર્મનો ક્ષય થાય.” ગુરુભગવંતે એકાદશીવ્રત કરવાનું કહ્યું. શ્રેષ્ઠીએ તહત્તી કહી તે વાત સ્વીકારી. ઘેર આવી તે વ્રતનો પ્રારંભ કર્યો. અગિયાર વર્ષ અને અગિયાર માસે. તે વ્રત વિધિપૂર્વક પૂર્ણ કરી બારમે વર્ષે ઉઘાપન કર્યું. ઉઘાપન દિવસથી પંદરમે દિવસે અકસ્માતે પેટમાં એકદમ શૂલનો વ્યાધિ ઉત્પન્ન થયો અને શેઠ મરણ પામ્યા. શેઠનો જીવ ધર્મપ્રભાવે અગિયારમા આરણ્ય દેવલોકમાં એકવીશ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. ત્યાં દૈવિક વૈભવો ભોગવી, એકવીશ સાગરોપમની સ્થિતિનું આયુષ્ય પૂર્ણ કરી, સ્વર્ગમાંથી ચળી સૌર્યપુરમાં સમૃદ્ધિશાળી વ્યવહારીને ત્યાં તેની પ્રીતિમતી નામની પ્રિયાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવથી માતાને વ્રતની અભિલાષાઓ થવા લાગી. પૂર્ણ સમયે માતાએ પુત્રરત્નને જન્મ આપ્યો. નાલ સ્થાપવાને માટે જે ખાડો ખોદવામાં આવ્યો તેમાંથી પુષ્કળ નિધાન નીકળ્યું. આ વાત જોતા જોતામાં સર્વત્ર ફેલાઈ ગઈ. દમ્પતીને આવું પુણવંત પુત્રરત્ન પ્રાપ્ત થવાથી ઘણો જ આનંદ થયો. બારમે દિવસે પિતાએ જ્ઞાતિબંધુઓને ભોજનાદિ કરાવી, સૌની સમક્ષ, એ પુત્ર તેની માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતાને વ્રતની ઇચ્છા થઈ હતી તેથી, એ પુત્રનું સુવ્રત એવું નામ પાડ્યું. પાંચ ધાવ માતાઓથી લાલન પાલન કરાતો સુવ્રત બીજના ચંદ્રમાની માફક વધવા લાગ્યો. પુત્ર આઠ વર્ષની ઉમ્મરનો થયો એટલે માતા-પિતાએ તેને પુરુષની બહોંત્તેર કલાઓમાં નિપુણ બનાવવા તથા ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત કરાવવા ઉપાધ્યાયને ત્યાં સોંપ્યો. થોડા જ સમયમાં બુદ્ધિનો ભંડાર એવો તે પુત્ર બહોંત્તેર કલા તથા ધાર્મિક સંસ્કારોથી અલંકૃત થયો. પુત્રે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો એટલે માતાપિતાએ ઉચ્ચ કુટુમ્બોની અગિયાર કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. અને પિતાએ પુત્રને સર્વ ભાર સોંપી પ્રવ્રજ્યા અંગીકાર કરી આત્માના કલ્યાણનો માર્ગ ગ્રહણ કર્યો. વ્રત શ્રેષ્ઠીએ પોતાના દેવભવ પહેલાંના ભવમાં અગિયારસનું રુડી રીતે આરાધન કર્યું હતું તેથી તે અગિયાર કોડ સોનૈયાનો ભોક્તા, દાનવીર, રાજ્યનો માનીતો થયો અને વધુઓએ એકેક પુત્રરત્નને જન્મ આપ્યો. સુવ્રતશેઠ અગિયાર પુત્રોના પિતા થયા. એક સમયે ઉદ્યાનમાં ધર્મઘોષ નામના મુનિ સપરિવાર પધાર્યા. રાજા વગેરે તથા સુવ્રત શેઠ સૌ વંદનાર્થે ગયા. પૂ. આચાર્ય મહારાજે ઉપદેશ આપતાં તેપનું ખૂબ જ સમર્થન કર્યું. અને પ્રાંતે જણાવ્યું કે-પંચમીના તપ વડે પાંચ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અગિયારસના તપ વડે અગિયાર અંગ સુખપૂર્વક આવડે છે, ચતુર્દશીના તપ વડે ચૌદ પૂર્વ આવડે છે અને પૌર્ણમાસીના તપ વડે સર્વસ્વનું આગમન થાય છે. આ રીતે તપનો અનુપમ મહિમા સાંભળી સુવ્રત શ્રેષ્ઠીના મનમાં ઊહાપોહ થવા લાગ્યો. તેમને એકદમ મૂર્છા આવી અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એના પ્રતાપે તેમણે પોતાનો પૂર્વભવ નીહાળ્યો. અને પોતે મૌન એકાદશીની આરાધના કરી હતી તે જણાયું. આ ભવમાં પણ મારે તે વ્રતની જિંદગી પર્યત આરાધના કરવી એવો સંકલ્પ કર્યો. એટલે ગુરુમહારાજે કહ્યું : “હે શ્રેષ્ઠી! પૂર્વભવે તમે તેને રુડી રીતે આરાધી છે તેથી આ ભવમાં તમને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તમે અગિયાર ક્રોડ સોનૈયાના માલિક થયા છો અને ધર્મની દૃઢ શ્રદ્ધા વગેરે પામ્યા છો. માટે હવેથી તે વ્રતનું વિશેષ કરીને આરાધના કરો, હવે શ્રેષ્ઠી કુટુમ્બ સહિત આઠ પહોરના પીષધ પૂર્વક મૌન એકાદશીનું આરાધન કરવા લાગ્યા, એટલે લોકમાં પણ મૌન એકાદશીની ખૂબ ખૂબ પ્રસિદ્ધિ અને માન્યતા થઈ.” શ્રેયાંસિ વિનાનિ એ ઉક્તિ અનુસાર સારા કાર્યમાં પણ વિપ્ન આવે છે. પણ જ્યારે તેમાંથી પસાર થઈ જવાય છે ત્યારે તે કાર્ય મહાફળદાયી થાય છે. દઢ શ્રદ્ધાવાન સુવ્રત શ્રેષ્ઠી એકદા પૌષધ લઈ તેનું સમ્યક્ રીતે આરાધના કરી રહ્યા છે, રાત્રિમાં સૌ કાયોત્સર્ગમાં લીન થયા છે. આ બાજુ ચોરોને ખબર પડી કે સુવ્રત શ્રેષ્ઠી મહાધનવાન છે, અને મૌન એકાદશીએ વ્રત કરીને મૌન રહે છે, લેશમાત્ર પણ બોલતા નથી. માટે આપણને ઠીક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20