________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वि.सं.२०६९-पौष રૂ૫ લેવા માંડ્યું. અને પછી તો એમણે એક પછી એક બધા પંડિતોને બોલતા બંધ કરી દીધા. જ્ઞાનમાં કદાચ એ સૂરિજી જેટલા વિદ્વાન નહીં હોય, પણ તર્કમાં તો એ અજોડ હતા. એથી શૈવ-વૈષ્ણવ પંડિતો પણ એમની તાર્કિક બુદ્ધિ-શક્તિ જોઈ મોમાં આંગળા ઘાલી ગયા. સૂરિજીની ગેરહાજરીમાં જૈનસંઘને આજે આ મુનિવરમાં સૂરિજીનું દર્શન થવા લાગ્યું હતું, કારણ કે એમણે એમની ખોટ પૂરી દીધી હતી.
આમ પરિસ્થિતિએ પલટો લીધાથી જૈન જનતામાં અદમ્ય ઉત્સાહનું મોજું એક ખૂણેથી બીજે ખૂણે ફરી વળ્યું. પંડિતવર્ગ, મુનિગણ તથા સંધે એ મુનિમાં જાણે પોતાના તારકનાં દર્શન કર્યા.
[, માત્ર હારજીતની જ વાત હતી. આ કંઈ વિરોધી પક્ષની વિચારધારા, સમજવાનો કે પોતાની વારા સાથે એનો ક્યાં સુધી સમન્વય થઈ શકે તેમ છે એ જાણવાનો જિજ્ઞાસવાદ નહોતો; એટલે પંડિતો નવા નવા પ્રશનો છેડતા ને કોઈ નબળી કડી હાથ લાગે તો એના પર પ્રહાર કરવાનો લાગ શોધ્યા કરતા. પણ આ મુનિ એનો જડબાતોડ જવાબ આપી પંડિતોને મુંઝવી મારતા,
પણ પંડિતોય કંઈ એમ હાર કબૂલે એવા નહોતા, જેથી એ ચર્ચા બીજે દિવસે પણ લંબાવવાનો રાજાને આગ્રહ કરવામાં આવ્યો.
મહારાજા બુક્કારાયે જણાવ્યું : “ભલે, તમને વિજયની હોંશ હોય તો, કાલે શાસ્ત્રાર્થ ચાલુ રાખજો; પણ જો જૈનધર્મ એ કેવળ પાખંડ હોત, નાસ્તિક મત હોત તો એ તમારાં મોઢાં કેવી રીતે બંધ કરી શકત? અત્યાર સુધીની શાસ્ત્રચર્ચા ઉપરથી પણ કોનો કેટલો વિજય-પરાજય થયો છે એ હવે કંઈ છાની વાત નથી રહી.”
શાસ્ત્રચર્ચા શરૂ થઈ ગયાના સમાચાર સાંભળીને હવે વિજય પોતાનો જ છે એમ માનનારા વિરોધીઓએ રાત્રે મોડેથી સૂરિજીને છોડી મૂક્યા ને જ્યાં એમના શિષ્યો ઉપવાસ આદરી બેઠા હતા ત્યાં ગામના ઝાંપે લાવી મૂક્યા. ગુરુ આવતાં સંધે તરત જ વિજયનગર સમાચાર મોકલ્યા ને ગુરુ અત્રેથી વિહાર કરી ત્યાં નવ વાગતાં આવી પહોંચશે તેમ પણ જણાવ્યું. આ વખતે રાત્રિના સાડાબાર થયા હતા, છતાં આખી રાત જાગતા રહી લોકોએ બમણા ઉત્સાહથી સુરિજીના સ્વાગત માટે તૈયારીઓ કરવા માંડી ને પ્રભાત થતાં થતાં તો જાણે આખું વિજયનગર ઉત્તર તરફના દરવાજે એકત્ર થઈ ગયું.
બરાબર નવ વાગે સૂરિજીએ વિજયનગરમાં પ્રવેશ કર્યો. દેવોને પણ દુર્લભ એવું એમને માન મળ્યું. રાજા તરફથી પણ એમના સ્વાગતમાં કમી નહોતી રાખવામાં આવી. પણ સૂરિજીને એનો આનંદ નહોતો. શાસ્ત્રચર્ચા શરૂ થયાની વાત તો એમને ગામડાના ભોળા શ્રમણોપાસકોએ કરી હતી, પણ એક અજાણ યુવાન મુનિએ જૈનધર્મનું ગૌરવ ટકાવી રાખ્યું હતું, એ આનંદના સમાચાર કોઈએ નહોતા આપ્યા, જેથી એ કંઈક વ્યગ્ર-ઉદાસ હતા, આથી ઉત્સુક બની શાસ્ત્રચર્ચાના સમાચાર જાણવા એમણે એક આગળ પડતા શ્રાવકને પૂછયું.
જવાબ મળ્યો કે “જૈનોને તો રાજ્યમાંથી ગાંસડાં-પોટલાં બાંધવાનાં જ હતાં, પણ ત્યાં અચાનક એક મુનિએ ચર્ચામાં પ્રવેશ કરી રંગ રાખ્યો છે ને હારની આખી બાજી જીતમાં પલટાવી નાખી છે.'
આવો ઉત્તર સાંભળી સૂરિજીને કંઈક નિરાંત વળી. એ યુવાન મુનિ કોણ હશે એ જાણવા એમણે કલ્પના દોડાવી, પૂછપરછ પણ કરી, પણ કંઈ જ જાણવા મળ્યું નહીં. પણ જ્યારે એ નગરના મુખ્ય દરવાજેથી અંદર પ્રવેશ્યા ત્યાં તો પોતાના જ એક પ્રિય શિષ્યને પોતાના ચરણાં પડેલો જોયો, ત્યારે સૂરિજી બધો ભેદ પામી ગયા.
હર્ષના આવેગથી ગળગળા થઈ સૂરિજી શિષ્યને ભેટી પડ્યા. એમની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. હૃદય અગમ્ય ભાવોથી ભરાઈ ગયું. શિષ્યની પીઠ પર વાત્સલ્યભર્યો હાથ ફેરવતા અને ફરી ફરી એનું માથું સુંઘતા સૂરિજી આજે એને સ્નેહાશ્રુઓથી જાણે ખરેખર નવરાવી રહ્યા હતા. અને શિષ્ય પણ એ જ પ્રમાણે ઉપકારબુદ્ધિએ નમ્ર બની અશ્રુજળથી ગુરુના પાદપ્રક્ષાલ કરી રહ્યો હતો.
થોડીવાર પછી સૂરિજીએ કહ્યું : “વત્સ! ભગવાન મહાવીરના અમર સત્યની રક્ષા કરી તે કેવળ મારી જ નહિ પણ સકળ સંઘની અને ધર્મની પ્રતિષ્ઠા સાચવી છે. ધૂળમાં મળવા બેઠેલી શાસનની પ્રતિષ્ઠાનું આજે તેં રક્ષણ કર્યું છે અને ધર્મનું ગૌરવ પણ વધાર્યું છે. તારા જેવો શિષ્ય પામી હું ગૌરવશાળી બન્યો છું. જૈન શાસન પણ તારા જેવા
For Private and Personal Use Only