Book Title: Shrutsagar Ank 2013 01 024
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિચ્છના નાથાલાલ છગનલાલ શાહ ઉત્તરમાં નૈનિતાલ, પૂર્વમાં પિલીર્ભિત દક્ષિણપૂર્વમાં શાહજહાનપુર, દક્ષિણ-પશ્ચિમમાં બદાઉં અને પશ્ચિમમાં રામપુર રાજ્ય આવેલ છે. આ પુરાતન નગર બરેલી જીલ્લામાં આવેલ રામનગર નામના શહેરથી દક્ષિણદિશામાં ચાર માઇલના ઘેરાવામાં આવેલ હતું તેવું પુરાતત્ત્વખાતા તરફથી સાબીત થયેલ છે. અહિચ્છત્રાને કેટલાક લેખકો. અધિક્ષેત્ર તરીકે લખતા આવેલ છે. પરંતુ ઇ. સ. બીજી સદીના પૂર્વાર્ધમાં પ્રખ્યાત ખગોળવેત્તા ટોલેમી પોતાના ભારતના પ્રવાસમાં બતાવે છે કે “અડિસડર Adisadra જેનું સંસ્કૃત નામ અહિચ્છત્રા ઘણા પ્રાચીન સમયનું શહેર છે. તેનો ઈ. સ. પૂર્વે ચૌદમી શતાબ્દિ સુધીનો ઇતિહાસમાં ઉલ્લેખ થયેલ છે. પુરાતનકાળમાં આ નગર ઉત્તર પાંચાલ દેશની રાજધાનીનું શહેર હતું, અહિચ્છત્રાનો અર્થ નાગફણા યા નાગના ફણાની છત્રી થઈ શકે છે, ત્યાં આવેલ પુરાતન કિલ્લાને આદિ કોટ કહેવાય છે.” (મક ક્રીંન્ડલ-એશ્યન્ટ ઇન્ડીયા, પૃષ્ઠ ૧૩૩-૧૩૪) અહિચ્છત્રાના પુરાતન અવશેષોમાં એક શિલાલેખ બ્રાહ્મી લિપિમાં કોતરેલ મળી આવેલ છે તે લેખમાં ગ્રીક શબ્દમાં અડીસડર (અહિચ્છત્રા) નામ બતાવેલ છે. (કનિંગહામ એસ્પેન્ટ જોગ્રોફી ઓફ ઇન્ડીયા. પૃષ્ઠ ૭૦૫ માં બતાવેલ નોટ.). પુરાતત્ત્વજ્ઞોની શોધખોળ પરથી તેમજ મળી આવેલ શિલાલેખો પરથી એમ જણાઈ આવે છે કે ઈ. સ. ૧૦૦૪ સુધી આ નગર આબાદ વસેલું હતું. ત્યાં આવેલ આલમપુર નામના કોટના મંદિરમાં જૈનમૂર્તિઓ અને બૌદ્ધમૂર્તિઓ મળી આવેલ છે. તેમજ કટારિ ક્ષેત્રમાંથી જૈનમૂર્તિઓ મળવા પામેલ છે. કટારિ ક્ષેત્ર આ પુરાતન કિલ્લાથી ૧૨૦૦ ફીટના અંતરે ઉત્તર દિશા તરફ આવેલ છે. ડૉ. ફૂહરરે આ સ્થાનોના ખોદકામમાંથી કિલ્લાની પશ્ચિમદિશા તરફના ભાગમાં ટીલાનું ખોદકામ કરતાં એક સભામંદિર કે જે ઇ. સ. પૂર્વે પહેલી શતાબ્દિનું હાથ આવેલ હતું. તેના પર ઈ. સ. ૯૬ થી ૧૫૨ સુધીના લેખો કોતરાએલ છે. તેની ઉત્તરદિશા તરફના ભાગમાં ખોદકામ થયેલ તે વખતે ખંડેરોમાંથી એક મંદિર હાથ આવેલ હતું. આથી પુરાતન સમયના અહિચ્છત્રા નગરને વર્તમાનમાં રામનગરના નામથી ઓળખાવવામાં આવે છે. તેમજ આપણા પ્રાચીન ગ્રંથોમાં કમઠે પાર્શ્વનાથ પ્રભુ ઉપર પાણીનો ઉપસર્ગ કર્યો તે વખતે ધરણેન્દ્ર પ્રભુ ઉપર ભક્તિથી સર્પની ફણા કરી રક્ષણ કર્યું. ત્યારથી લોકોમાં અહિચ્છત્રા નામ પ્રસિદ્ધ થયું તે રીતે અહિચ્છત્રાનો ઉલ્લેખ કરનારાં નીચેનાં પદો મળે છે. તે અહિં આપીએ છીએ. सिवनयरी कुसग्गवणे पासो पडिमठिओ य धरणिंदो । उवरि तिरत्तं छत्तं धरिंसु कासिअ वरमहिमं ।।५९ ।। तं हेउ सा नयरी अहिच्छत्ता नामओ जणे जाया । तहियं नमिमो पासं विग्यविणासं गुणावासं ।।१०।। पडिमाए ठियं पास कमठो हरिकरिविसायपमुहेहिं । उवसग्गितो वरिसइ अखंडजुगमुसलधाराहिं ।।१।। उदगं जिणनासग्गं पत्तं तो लहुकरेइ धरिणिंदो । जिणओवरि फणाछत्तं भोगेण य देहयहि परिहिं ।।२।। चलणाहो गुरुनालं कमलं तो कमठु खामिउं नट्ठो । धरणो गओ सवासं जिय उवसग्गं नमह पासं ।।६३ ।। રત્નસાર ભાગ બીજો પૃ. ૨૧૮-૩૨ તેજ પ્રમાણે જૈન શ્વેતામ્બર સાહિત્યના આવશ્યકનિયુક્તિ નામના ગ્રંથમાં “અહિચ્છત્રા” માટેના ઉલ્લેખો નીચે પ્રમાણે મળી આવે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20