Book Title: Shrutsagar Ank 2013 01 024
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६९-पौष આગ્રહ શા માટે રાખો છો એ મને નથી સમજાતું. ‘જો આટલી મારી વાત સમજાય તો પછી નાસ્તિકતાનો પ્રશ્ન પણ નથી ઊભો રહી શકતો. કેવળ ઈશ્વરને માનવા ન માનવા પર જ નાસ્તિકતા ટકી હોય તો એવી નાસ્તિકતા દોષરૂપ નથી, જો ઈશ્વરવાદ એ સિદ્ધાંત હોત તો કપિલ, જૈમિની જેવા સમર્થ વેદના આગ્રહીઓ શા માટે એ ઇનકાર કરત? પણ વાત એમ છે કે એ સિદ્ધાંત નથી પણ “વાદ' છે. જે પુરુષાર્થવાદી છે, કર્મવાદી છે, સ્વાવલંબી છે એને ઈશ્વરની જરૂર નથી. જે ભાવુક છે, જેને આલંબનની જરૂર છે તેમજ જેને અભિમાન પેદા થવાનો ડર છે, એ નમ્રતા પોષવા ઈશ્વરને સરજે તો એમાં કશું ખોટું પણ નથી. બીજી રીતે વિચારીએ તો જુદી રીતે જોવાને કારણે ઈશ્વર-અનીશ્વર એ કેવળ ભાષાનો જ ભેદ બની રહે છે. કોઈ સમુદ્રને નદીઓના સંગમરૂપે, કોઈ પાણીનાં ટીપાંઓના સમુચ્ચય રૂપે, તો કોઈ કેવળ જલતત્ત્વ રૂપે જુએ છે ને તેથી જ ભાષાના આવા ભેદો પડે છે. બાકી તો સહુ કોઈ પરમ સત્યની પ્રાપ્તિ માટે જ મથી રહ્યા. છે, ને આથી બધા જ ધર્મો સત્યાભિમુખ હોવાને કારણે સાચા છે. ફક્ત એમાં જે વિકૃતિઓ કે અસત્યાંશો ભળ્યા હોય એ દૂર કરવા રહ્યા. વર્ણાશ્રમધર્મ માટે માની લઈએ કે એ કાળમાં એની જરૂ૨ હશે; તેથી સમાજને લાભ પણ થયો હશે. બાકી આજના આ વિદેશી આક્રમણના યુગમાં જો આપણે એનો આગ્રહ રાખીએ તો ધર્મનો જ નાશ થવાનો અવસર આવી પડે. જબરજસ્તીથી એક માનવી બીજાને વટલાવે એટલા માત્રથી એને ધર્મત્યાગ કરવાની ફરજ પાડવી, એમાં કેવળ બુદ્ધિની વિકૃતિ સિવાય બીજી કઈ વાત છે? અને એક વાત એ પણ કહ્યા વિના નથી ચાલતી કે બીજા ધર્મોની વાત જુદી હશે, પણ જે કેવળ અદ્વૈતવાદી પંથો છે એ માનવ-માનવ વચ્ચે ભેદભાવ કેમ કરી શકતો હશે?' સભાજનોને ફરી એ આગ્રહપૂર્વક કહેવા માગું છું કે કોઈ પણ પંથ કે ધર્મ, બીજા ધર્મો કે જે પરમ સત્યનાં જ ભિન્ન ભિન્ન પાસાં છે. એનો વિરોધ કરી યા એનું ખંડન કરીને કેવળ પોતાના પંથમાં જ એકમ દાવો કરે છે એ સત્યના મૂળમાં જ ઘા કરે છે, એ નક્કી સમજજો. ગીતાએ પણ એ જ વાત કહી છે કે સત્ય પ્રાપ્તિના અનેક માર્ગો છે, જે દ્વારા પરમ સત્ય પ્રાપ્ત થઈ શકે છે. આથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી.' આમ સર્વધર્મ સમભાવની ભાવનાથી ભરેલું, સર્વને ન્યાય આપતું સૂરિજીનું કથન સાંભળી મહારાજા બક્કારાય અત્યંત પ્રસન્ન થયા. એમણે કહ્યું : “આજ સુધી આવું ઉદારતા ભર્યું, કલહનું શમન કરનારું વ્યાખ્યાન મેં સાંભળ્યું નથી. જેમને મેં સાંભળ્યા છે એ લોકોએ સદા કદાગ્રહભરી વાત કરી છે. એથી હું આજે મારા જીવનની ધન્યતા અનુભવું છું.' આમ કહી મહારાજા બુક્કારાય સિંહાસન પરથી ઊઠી સૂરિજીની પાસે આવ્યા ને એમના ચરણોમાં પોતાનું માથું ઢાળી અનેક આપત્તિઓ અને બલિદાનો સહી લઈને સત્યધર્મની રક્ષા કાજે આટલો કષ્ટમય વિહાર કરી ત્યાં આવી પહોંચવા બદલ સૂરિજીની ક્ષમા યાચી. સૂરિજીએ મહારાજાને ધર્મલાભના આશીર્વાદ આપ્યા. આખી રાજસભા સૂરિજીના, મહારાજા બુક્કારાયના અને સર્વ ધર્મોના જયનાદોથી ગાજી રહી. સૂરિજીની કૃપાથી ધર્મનું રહસ્ય સમજી મહારાજા બક્કારાયે સભામાં ઘોષણા કરી કે, “હવે પછી મારા રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ વચ્ચે ધર્મને કારણે ભેદભાવ રાખવામાં નહીં આવે. સાથે સાથે સર્વ ધર્મોનો આદર પણ સમાન રીતે કરવામાં આવશે.” મહારાજાની ઘોષણાને અંતે “સૂરિજીની જયના ઘોષ સાથે રાજસભા વિસર્જન થઈ. તે પુય દિવસે રાજા અને પ્રજા ધર્મનો સાચો મર્મ સમજ્યાં અને કૃતકૃત્ય થયાં. (આ ઘટનાને વિજયનગરના ૧૯૩૮ની સાલના એક શિલાલેખનો ઐતિહાસિક આધાર મળે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે “જૈનોએ વિજયનગરના મહારાજા બક્કારાય પાસે ફરિયાદ કરેલી કે વૈષ્ણવોએ અમારા ઉપર જુલ્મ ગુજાર્યો છે અને અમને તેઓ સતાવે છે. રાજાએ આથી હુકમ કરેલો કે મારા રાજ્યમાં બધા જ ધર્મોને સમાન ભાવથી જોવામાં આવશે.) સંપૂર્ણ (જૈનયુગ’માંથી) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20