Book Title: Shrutsagar Ank 2013 01 024
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. जनवरी २०१३ શાખામાં આર્ય પુસિલય, વી. આ મૂર્તિ દિગમ્બર જૈનોની બતાવેલ છે, ડૉ. કૂહરરે આ સંવત શક સંવતનો છે તેમ બતાવેલ છે. બીજી એક ચતુર્મુખ જૈન તીર્થંકરની મૂર્તિના નીચેનો પબાસણવાળો ભાગ મળી આવેલ છે. અને બીજા બે લેખોવાળા પથ્થરો મળી આવ્યા છે તે બધા લેખો બ્રાહ્મીલિપિમાં કોતરાએલા છે. તેમાં પબાસણવાળો શિલાલેખ સં. ૭૪ની સાલનો કુશાન રાજ્યકાળનો બતાવેલ છે. તેમ પબાસનનું શિલ્પ કામ ઇન્ડો પરસી પોલિટન IndoPersepolitan ઢબનું કોતરેલ છે. આ પુરાતન ટીલાનું ખોદકામ કરતાં પૂર્વ દિશા સ્તુપ તરફની બાજુએ એક સ્તુપ મળી આવેલ છે. તેમ આ જગ્યાએ એક પ્રાચીન સમયનો સ્થંભ છે તેના પર આચાર્ય-ઇન્દ્રનંદિ શિષ્ય મહાદરિ પાર્શ્વમતિરાય કટારિ.. વિગેરે લખેલ છે. તેમ એક શિલાપટના પર નવગ્રહનું કામ કરેલ છે. ડૉ. ફૂહરર આ સુપને બૌદ્ધોનો બતાવેલ છે. પણ શાક્ય મુનિના ઉપદેશ પછી બૌદ્ધોમાં સ્તુપો બાંધવાની પ્રથા શરૂ થયેલ છે. પરંતુ આ સ્તુપ ઇ. સ. પૂર્વે આઠમી શતાબ્દિનો હોવાનું જણાય છે. પુરાતત્ત્વના અભ્યાસુઓએ પહેલાંના શોધકામમાં જે સ્તુપો મળી આવેલ તે બધા બૌદ્ધોના લખી દીધા હતાં. ડૉ. ફૂહરરની જેમ ડૉ. કહલરે અને કનિંગહામ વિગેરે શોધકોએ પણ તેવી જ રીતે મથુરા વિગેરે સ્થાનોના તુષો માટે લખેલ પરંતુ તેની પુરતી શોધ થયા પછી ઉક્ત સ્તુપો જૈનોના છે તેમ બતાવેલ છે. મી. હેવેલે પોતાની હીસ્ટ્રી ઓફ ઇસ્ટર્ન એન્ડ આર્યન આર્કિટેક્યર નામના પુસ્તકમાં તે સંબંધી ખુલાસાવાર નિર્ણયથી જણાવેલ છે. (જૈ. સ. પ્ર. વર્ષ-૧, અં.-૧) શંખેશ્વર તીર્થમાં પ્રાચીન પsદા પૂ. મુનિ શ્રી સુશલવિજયજી શંખેશ્વર મહાતીર્થ એ અતિ પ્રાચીન અને બહુ ચમત્કારિક જૈન તીર્થ છે. આ તીર્થની પ્રભાવિકતાના કારણે એના ઉપર જૈનો ઉપરાંત બીજા લોકોની પણ ઘણી આસ્થા-શ્રદ્ધા છે. આ તીર્થનો વહીવટ કરતી પેઢી પાસે, મેળા કે ઉત્સવ આદિ પ્રસંગે જિનમંદિરમાં બાંધવા માટે ચાર પડદા છે. આ પડદા રેશમના છે અને તેના ઉપર જરીનું કામ કરવામાં આવ્યું છે. આ પડદામાં પ્રત્યેકમાં સમવસરણની રચનાની જેમ ત્રણ ગઢ ભરવામાં આવ્યા છે. દરેક ગઢ જુદા જુદા રંગે ભરવામાં આવેલ છે. તેમાં જુદા જુદા રંગોથી બાર પ્રકારની પર્ષદાનું ચિત્ર ભરવામાં આવ્યું છે. આ પડદાની પહેલી વિશેષતા એ છે કે તેના ઉપર, જિનપ્રતિમા ઉપર, જિનમંદિરમાં કે પ્રાચીન ગ્રંથોની પુમ્બિકામાં લેખ આપીને તેનો ઇતિહાસ આપવામાં આવે છે તે રીતે, લેખ ભરવામાં આવ્યો છે અને એ રીતે એ પડદાનો ઇતિહાસ જાળવી રાખવામાં આવ્યો છે. લેખ નીચે પ્રમાણે છે - ।। संवत् १९०८ वर्षे फागुण शुक्ल पंचम्यां उपधानादिक नंदिभूषण पडदा ४ पं. श्री शुभविजयग। शिष्य पं. वीरविजय गणिभिरुपदेशात् कराविता राजनगर संघेन।। આ ઉલ્લેખ મુજબ આ પડદા પં. શ્રી શુભવિજયજી ગણિના શિષ્ય પં. શ્રી વીરવિજયજી ગણિના ઉપદેશથી રાજનગર (અમદાવાદ)ના સંઘે વિ. સં. ૧૯૦૮ માં ફાગણ માસમાં કરાવ્યા. (આ પં. વીરવિજયજી મહારાજે બનાવેલી વિવિધ પૂજાઓ અત્યારે પ્રચલિત છે.) આ પડદાની મુખ્ય વિશેષતા ઉપરાંત બીજી વિશેષતા એ છે કે ૯૦ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં એની જરીનો ચળકાટ જરા પણ ઓછી નથી થયો. જાણે હમણાં જ બનાવ્યો હોય એવા એ પડદા લાગે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20