Book Title: Shrutsagar Ank 2013 01 024 Author(s): Mukeshbhai N Shah and Others Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૌન એકાદશીનો અપૂર્વ પ્રભાવ પૂ. મુનિ શ્રી સુશીલવિજય વિશ્વવંદ્ય દેવાધિદેવો ભવ્ય પ્રાણીઓના કલ્યાણને અર્થે અહર્નિશ ઉપદેશી રહ્યા છે કે હે મહાનુભાવો! પ્રતિદિન ધર્મારાધના કરો. તે કરવાને માટે જો અશક્ત હો તો પર્વના દિવસે તો અવશ્ય ધર્મારાધન કરજો! આવાં પર્વો પણ પ્રતિવર્ષ અનેક સંખ્યામાં આવે છે. તેથી તેની આરાધના કરવા માટે પણ અશક્ત પ્રાણીઓએ ત્રણ પર્વની આરાધના તો ગમે તે ભોગે કરવા કટિબદ્ધ થવું જોઈએ. વૃદ્ધ પુરુષોનું પણ એમ જ કહેવું છે કે બાર મહિનામાં ત્રણ પર્વની આરાધના તો અવશ્ય કરવી જોઈએ. ભલે પથારી વશ હો, કે ભલે મરણની અંતિમ દશામાં પડેલા હો! આ ત્રણ પર્વો તે પ્રથમ સંવત્સરી (ભાદરવા સુદ ચોથ)નો, બીજો જ્ઞાનપંચમી (સૌભાગ્યપંચમી-કાર્તિક સુદ પાંચમ)નો અને ત્રીજો મૌન એકાદશી (માગશર સુદ અગિયારસ)નો દિવસ છે. બાર મહિનાના ત્રણસો સાઠ દિવસોમાં આ ત્રણ દિવસ રત્ન સમાન છે. મન એકાદશીની વિશેષતા એ છે કે-તે દિવસ તીર્થકર ભગવંતોનાં દોઢસો કલ્યાણકોની આરાધનાનો અમૂલ્ય સમય છે. શ્રી નેમિનાથ જેવા બાલબ્રહ્મચારી પ્રભુએ કૃષ્ણ મહારાજા જેવા ક્ષાયિક સમ્યક્તના ધણીને બતાવેલો એ અપૂર્વ દિવસ છે. આ મૌન એકાદશીના કલ્યાણ ગર્ભિત શુભાશીર્વાદનું પધ નીચે પ્રમાણે છે - अरस्य प्रव्रज्या नमिजिनपतेर्ज्ञानमतलं तथा मल्लेर्जन्म व्रतमपमलं केवलमलम् । बलक्ष्यैकादश्यां सहसि लसदुद्दाममहसि अदः कल्याणानां क्षिपतु विपदः पञ्चकमिदम् ।।१।। અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુની દીક્ષા, એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન, અને ઓગણીશમાં તીર્થકર શ્રી મલ્લિનાથ પ્રભુનો જન્મ, દીક્ષા, અને કેવળજ્ઞાન, ઉછળતું છે મોટું તેજ જેમાં એવી માગશર સુદ એકાદશીમાં થયેલાં આ પાંચે કલ્યાણકો વિપત્તિને દૂર કરનારા થાઓ.' આ લોકમાં જે પાંચ કલ્યાણકો બતાવ્યાં છે તે આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીને આશ્રયીને બતાવ્યાં છે. એટલે પાંચ ભરત અને પાંચ ઐરાવત એમ દશે ક્ષેત્રમાં થયેલાં કલ્યાણકો ભેગાં કરીએ ત્યારે કુલ પચ્ચાસ કલ્યાણકો થાય છે. અને ત્રણે કાળનાં એટલે વર્તમાન-ભૂત-ભવિષ્યનાં ભેગાં કરીએ ત્યારે દોઢસો કલ્યાણકો થાય છે. માટે જ આ દિવસને શ્રેષ્ઠતમ ગણાવામાં આવ્યો છે. આ દિવસે કરેલો ઉપવાસ દોઢસો ઉપવાસના ફળને આપનારો થાય છે. તથા અહોરાત્રિપૂર્વક માત્ર ભણવા-ગણવા સિવાય મૌન રીતે કરેલો ઉપવાસ મહાન ફળ દેનારો થાય છે. આ મૌન એકાદશી વ્રત અગિયાર વર્ષ અને અગિયાર મહિને પૂર્ણ થાય છે. પ્રાંતે બારમા વર્ષે ઉજમણું કરવાનું હોય છે. તેમાં અગિયાર જાતના પકવાન્ન, અગિયાર જાતનાં ફળ, અગિયાર જાતનાં ધાન્ય, અગિયાર જાતની ર વસ્તુ વગેરે મૂકવાની હોય છે. જઘન્યથી અગિયાર શ્રાવકનું વાત્સલ્ય, સંઘપૂજા, અગિયારે અંગને લખાવવાં વગેરે વગેરે કરવાનું હોય છે. એક સમયે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવંત દ્વારિકા નગરીના ઉદ્યાનમાં સમવસર્યા, ઉદ્યાનપાલકે શ્રીકૃષ્ણ મહારાજાને ખબર આપી, એટલે તે પરિવાર સહિત ભગવંતના વંદનાથે ત્યાં આવ્યા, અને વંદનનમસ્કારાદિ કરી યોગ્ય સ્થાને બેસી બોલ્યા : હે સ્વામિનુ! ત્રણસોને સાઠ દિવસમાં સારભૂત એવો એક દિવસ બતાવો, કે જેનું દાન, શીલ અને તપ કરવાની શક્તિથી હીન એવો હું પણ આરાધન કરી શકું. ત્યારે ભગવાને કહ્યું: માગશર સુદ અગિયારસનું અવશ્ય આરાધન કરો. જેમ દરેક પર્વમાં પર્યુષણ પર્વ મુખ્ય છે, તેમ દરેક દિવસોમાં આ દિવસ મુખ્ય છે. માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સર્વેએ આ દિવસે મૌનવ્રત, તપશ્ચર્યા, દેવવંદન, ગરણું ગણવું ઈત્યાદિ કરવું જોઈએ, આ રીતે મૌન એકાદશીનો મહિમા સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા : “હે પ્રભો! પૂર્વે કોઈએ આ એકાદશી આરાધી હતી? અને આરાધનારને કયા ફળની પ્રાપ્તિ થઈ હતી? આથી શ્રીનેમિનાથ ભગવંતે સુવ્રત શ્રેષ્ઠીનું For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20