Book Title: Shrutsagar Ank 1998 09 007 Author(s): Kanubhai Shah, Balaji Ganorkar Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर, भाद्रपद २०५४ મ.સા.ના અથાગ પ્રયત્નોથી સ્થપાયેલ અને એમના વિદ્વાન શિષ્ય મુનિરત્ન શ્રી વિદ્યાવિજયજી મ.સા.ના કુશળ માર્ગદર્શન દ્વારા સંચાલિત આ ઐતિહાસિક શિક્ષણસંસ્થામાં શ્રી પ્રેમચંદે આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો. આ અભ્યાસ દરમિયાન મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજના ગાઢ સંપર્કમાં આવવાનું થયું. મુનિશ્રીના સત્સંગ-સમાગમના કારણે પ્રેમચંદજીનો અભૂતપૂર્વ આધ્યાત્મિક તેમ જ બૌદ્ધિક વિકાસ થયો. આ બે વર્ષના ગાળા દરમિયાન પ્રેમચંદે અનેક સિદ્ધિઓ હાંસલ કરી, ધાર્મિક અભ્યાસમાં પાંચ પ્રતિક્રમણ, જીવ વિચાર પ્રકરણ કંઠસ્થ કર્યા. મુનિશ્રીની આકર્ષક પ્રવચનશૈલીમાંથી પ્રેરણા લઈને પ્રેમચંદ ભાષણ આપવાનું પણ શીખ્યો. આ રીતે વ્યાખ્યાન આપવાની પ્રગતિશીલ પ્રક્રિયા દ્વારા પ્રેમચંદ જૈન શાસનનો પ્રખર પ્રવક્તા બન્યો અને સમાજે એમને પ્રવચન-પ્રભાકરનું બિરુદ આપ્યું. મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના કલેક્ટર શ્રી શરતચંદ્ર પંડ્યા એમના સહાધ્યાયી હતા. શિવપુરીની આ સંસ્થામાં બે વર્ષ અભ્યાસ કરીને ૧૯૫૦માં પ્રેમચંદ કલકત્તા પાછો આવ્યો. અહીં એક સંબંધીના ઘરે રહીને શ્રી વિશુદ્ધાનંદ સરસ્વતી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં ૯ અને ૧૦ ધોરણનું શિક્ષણ પુરું કર્યું. ત્યાર બાદ આધ્યાત્મિકતાના રંગે રંગાયેલો પ્રેમચંદ વ્યવહારિક અધ્યયનમાં આગળ વધી શક્યો નહિ. ઈ. સ. ૧૯૫૨ના અન્ને પ્રેમચંદ કલકત્તાથી ફરી અજીમગંજ આવી ગયો. સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેમચંદને ઉત્સાહ અને પ્રેરણા મળ્યાં. ફરીથી તે ભારતના પ્રમુખ ઐતિહાસિક નગરોની યાત્રાએ નીકળી પડ્યો. એણે પાંડિચેરી, દેહરાદૂન, હરદ્વાર, ઋષિકેશ, મથુરા, દિલ્હી, આગ્રા, કોટા, ગ્વાલિયર ઇત્યાદિ નગરોના ઐતિહાસિક-પૌરાણિક સ્થાનો જોયાં, આશ્રમો અને ધાર્મિક અધ્યાત્મિક સંસ્થાઓ પણ જોઈ. સદગુરુની શોધ : ઐતિહાસિક-પૌરાણિક નગરોની યાત્રા બાદ પ્રેમચંદ પાલીતાણાની યાત્રા માટે અમદાવાદ આવ્યો. અહીં શિવપુરીના અભ્યાસકાળના સહાધ્યાયીને ત્યાં નિવાસ કર્યો. એ સહાધ્યાયી મિત્રની સાથે પાલિતાણાની યાત્રા કરીને પ્રેમચંદનું જીવન ધન્ય બન્યું. પાલીતાણાની યાત્રાએથી પાછા ફરીને પ્રેમચંદ પોતાના મિત્રની સાથે સાણંદ ગામે વિરાજિત પરમ શ્રદ્ધેય શાસન પ્રભાવક સિદ્ધાંતવેત્તા, યુગદ્રષ્ટા મહાન સંયમી અજાતશત્રુ આચાર્ય ભગવન્ત શ્રી કલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના દર્શને આવ્યો. આચાર્યશ્રીનું દર્શન કરીને પ્રેમચંદનું જીવન ધન્ય બન્યું. આચાર્યશ્રીના દર્શન માત્રથી પ્રેમચંદમાં રહેલી જિજ્ઞાસાઓ અને પ્રશ્નોનું સમાધાન થયું. આચાર્યશ્રીની દિવ્ય અને પ્રેરક વાણીથી પ્રેમચંદના માનસમાં વૈરાગ્યના બીજ રોપાયાં અને દઢ થયાં. ગુરુદેવને જોયા, એમની વાણી સાંભળી અને આ દિવ્ય વાણીનો હૃદયમાં સ્વીકાર થયો. આચાર્યશ્રીની વીતરાગ વાણીના શ્રવણથી અને એમના માર્ગદર્શનથી પ્રેમચંદના જીવનમાં નવીન દિશાનો સંચાર થયો અને પ્રેમચંદે વીતરાગ પ્રભુએ ચીંધેલા દીક્ષામાર્ગે જવા સંકલ્પ કર્યો. ખરેખર આચાર્યશ્રીના સાંનિધ્યથી પ્રેમચંદના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ પથરાયો અને આચાર્યશ્રી સમક્ષ મનોમન દીક્ષા ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો. પ્રેમચંદના જીવનને ધન્યતા અર્પનાર એવા જીવન-શિલ્પીની મહાન શોધ પૂરી થઈ. ઘરનો ત્યાગ : વીતરાગ પથ એ કંટક પથ છે અને એ માર્ગે વીર જ ડગ ભરી શકે. નિર્બળ મનુષ્યોનું તો આ માર્ગે ચાલવાનું કામ નથી. પ્રેમચંદનું મન આ અમરપથ પર ચાલવા માટે તલપાપડ બન્યું હતું. સંસારમાં આસક્ત લોકો માટે સંયમ એક કાંટા ભરેલો માર્ગ છે. સાધક આ કંટક-પથને ફૂલોનો માર્ગ સમજે છે. કષ્ટ વિના સાધના નથી અને સાધના વિના મુક્તિ પ્રાપ્ત થતી નથી. સહન કરવાની શક્તિ-ક્ષમતા જેમનામાં છે તે જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારનો આચાર્ય ભગવન્તનો ઉપદેશ પ્રેમચંદના કાનોમાં સતત ગુંજ્યા કરે છે. આચાર્ય ભગવંતની વાણીનો અસરકારક પ્રભાવ પ્રેમચંદને આધ્યાત્મિક રસમાં તરબોળ કરી મૂકે છે. પ્રેમચંદ મિત્રની રજા લઈને અજીમગંજ આવે છે. રેલયાત્રાની ગતિની સાથોસાથ કુદરતનાં દશ્યોને નિહાળતો For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16