Book Title: Shrutsagar Ank 1998 09 007
Author(s): Kanubhai Shah, Balaji Ganorkar
Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर, भाद्रपद २०५४ મહાન શાસનપ્રભાવક, યુગદ્રષ્ટા, સુમધુર પ્રવચન-પ્રભાકર, રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગરસુરીશ્વરજી મ.સા. નું જીવન વૃત્તાન્ત કનુભાઈ શાહ જૈનાચાર્યોની ગૌરવવંતી પરંપરામાં આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીનું નામ તેજસ્વી તારકની માફક ચમકે છે. બાળક પ્રેમચંદથી આરંભીને આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિ સુધીની એમની વિકાસયાત્રામાં અનેક ધાર્મિક અને સામાજિક કાર્યોનો એક નવો ઇતિહાસ સર્જાતો જોઈ શકાય છે. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજમાં વ્યવહારકુશળતા, વાકપટુતા, સરળતા, નિર્ભયતા, કર્તવ્યપરાયણતા, અનુશાસનપ્રિયતા જેવા અનેક ગુણોનો સંગમ થયો છે. એમના બહુમુખી વ્યક્તિત્વના મૂળમાં મહાન આદર્શો રહેલા છે. ધ્યેય પ્રતિ અપાર નિષ્ઠા તથા સદ્વિચારોને માટે એમણે એમનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. જન્મ અને બાલ્યાવસ્થા: બંગાળ પ્રાન્ત અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે. અનેક મહાપુરુષોનાં કાર્યોની અમર ઘટનાઓનું તે સાક્ષી રહ્યું છે, જેમાં આ પ્રાન્તના અજીમગંજ નગરનો પણ સમાવેશ થાય છે. બાંગલાદેશની સીમા ઉપર આવેલું તત્કાલીન મુર્શિદાબાદ રાજ્યનું આ નગર અપાર વૈભવ અને અદ્ભુત ધર્મભાવનાનું મિલનસ્થળ છે. ગગનચુંબી શિખરોથી સુશોભિત સાત જિનપ્રસાદવાળા આ નગરમાં ૧૦ સપ્ટેમ્બર, ૧૯૩પના મંગળ દિવસે એક વિરલ બાળકની માતા ભવાનીદેવીની કુક્ષિએ જન્મ થયો. આ બાળકનું નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું. જન્મ પહેલાં જ બાળક પ્રેમચંદે પિતા શ્રી રામસ્વરૂપસિંહજીની છત્રછાયા ગુમાવી હતી. બાળકના લાલન-પાલન અને પોષણની જવાબદારી માતા ભવાનીદેવીએ કુશળતાપૂર્વક પાર પાડી. બાળક તેજસ્વી મુખમુદ્રાવાળો તથા આંખોમાં વિલક્ષણ ચમકવાળો હતો. આ લક્ષણોને લઈને આ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ છે એમ સૌ કોઈ અનુમાન કરતું હતું. લબ્ધિચંદના હુલામણા નામથી સગાંસંબંધીઓમાં પ્રેમચંદ પ્રિય અને માનીતો બન્યો હતો. બાળક પ્રેમચંદે માતાએ બતાવેલા આદર્શોને જીવનમાં ઉતાર્યા હતા. બાળઉછેરમાં માતાને પડતાં કષ્ટો જોઈને બાળકનું મન પણ વધારે કર્મઠ અને આત્મવિશ્વાસવાળું થયું. સંઘર્ષમય જીવનના પ્રારંભને લીધે આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિ મ.સા.ની જીવનયાત્રા સફળ બની. શિક્ષા અને સંસ્કાર : છ વર્ષની ઉંમરે પ્રેમચંદને અજીમગંજની શ્રી રાયબહાદુર બુધસિંહ પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવ્યો. પ્રેમચંદે છ ધોરણ સુધીનો અભ્યાસ આ શાળામાં કર્યો. વિદ્યાભ્યાસમાં પ્રેમચંદ ખૂબ જ તેજસ્વી હતો. અને એની અદ્ભુત સ્મરણ શક્તિના લીધે વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં એનું નામ સૌથી મોખરે હતું. પ્રેમચંદની જીવનશૈલી પ્રારમ્ભથી જ ઉચ્ચ ઘરાનાની પરંપરાઓને અનુરૂપ ઘડાઈ હતી. નવલખા ખાનદાન સાથે ઘનિષ્ટતા હોવાને લીધો તે ખાનદાનના કેટલાક ગુણો પ્રેમચંદના જીવનમાં ઊતર્યા; જેમ કે સૌ સાથે અદબપૂર્વક વ્યવહાર કરવો, સભ્યતાથી બોલવું, સ્વચ્છતાથી રહેવું વિગેરે. અજીમગંજ એ જમાનામાં યતિઓનું કેન્દ્ર હતું. અજીમગંજના બધા જ જમીનદારોને ત્યાં વ્યવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ પતિજી મહારાજ આપતા હતા. નવલખા પરિવારમાં યતિ શ્રી મોતીચંદ્રજી મ.સા. શિક્ષણ આપવા આવતા હતા. આના પરિણામે શરૂઆતથી જ પ્રેમચંદના જીવનમાં સુસંસ્કારોનું સિંચન થયું. જૈન દર્શન અને અધ્યાત્મની વાતો જાણવા મળી. આ કારણે નિર્દોષ બાળકનું મન આધ્યાત્મિક જીવન જીવવા માટે ઉત્સાહી થયું. પરિણામે પ્રેમચંદમાં શૈશવકાળથી જ અધ્યાત્મનાં બીજ રોપાયાં. માતૃભૂમિની પવિત્ર ચરણરજમાં બાળક પ્રેમચંદે છે ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો. ત્યાર બાદ પ્રેમચંદ શિવપુરીના શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ દ્વારા સંચાલિત જૈન વિદ્યાલયમાં આગળના અભ્યાસ માટે દાખલ થયો. શાસ્ત્રવિશારદ આચાર્યપ્રવર શ્રી વિજયધર્મસૂરીશ્વરજી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16