Book Title: Shrutsagar Ank 1998 09 007
Author(s): Kanubhai Shah, Balaji Ganorkar
Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० श्रुतसागर, भाद्रपद २०५४ (૫) કેવળજ્ઞાન- લોકાલોકના રૂપી-અરૂપી તમામ ભાવોને એક સમયે આત્માવડે જે જાણે તે કેવળજ્ઞાન કહેવાય છે. અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. તેમાં પણ અવધિ અને મન:પર્યવ જ્ઞાન એ દેશ પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે. જ્ઞાયતે પરિચ્છિદ્યતે વસ્તુ અને ઇતિ જ્ઞાનમ્ જેના વડે વસ્તુ જણાય-ઓળખાય તે આત્માના ગુણને જ્ઞાન કહેવામાં આવે છે. આત્માના અનંત ગુણો છે. તેમાં પ્રથમ ગુણ જ્ઞાન છે. પઢમં નાણું તઓ દયા. શાસ્ત્રમાં પ્રથમ જ્ઞાન અને પછી દયા બતાવેલ છે. આમ બતાવવાનું કારણ જે મનુષ્યને સમ્યજ્ઞાન નથી તે દયા સમજી શકતો નથી અને દયા કરવા જાય તો ત્યાં અદયાનું કાર્ય કરી બેસે છે. જો સમ્યજ્ઞાન હોય તો તેનામાં વિવેક દૃષ્ટિ હોય છે અને સારી રીતે તે દયા ધર્મ પાળી શકે છે. સમ્યજ્ઞાન દ્વારા ધર્મ-અધર્મ, સારું નરસું સત્ય-અસત્ય, પાપ-પુણ્ય વિગેરે સમજીને તે પ્રમાણે આચરણ કરી શકે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? મારા જન્મનું પ્રયોજન શું? જન્મનું સાર્થક્ય શામાં રહેલું છે? તે સર્વ બાબતોને સારી રીતે પ્રકાશમાં લાવનાર સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન વડે મનુષ્ય પોતાના કર્મનો ક્ષય કરી શકે છે. મનુષ્યને જ્ઞાન થતાં પોતાના દોષ જણાય છે. પોતે કરેલા અનિષ્ટ કર્મો તેને યાદ આવે છે તથા પશ્ચાતાપ થાય છે અને તેથી કરીને આ ભવમાં જે જે અશુભ કાર્યો કર્યા હોય અને તેથી સામા જીવને જે કાંઈ નુકસાન થયું હોય, તેનો યોગ્ય બદલો આપવાનો પ્રયત્ન કરે છે. તેમજ જે જે અશુદ્ધ વિચારો કર્યા હોય તેને બદલે તેના વિરુદ્ધ સારા વિચારોથી મનને ભરે છે, મનને પવિત્ર અને નિર્મળ બનાવે છે. જો કે પૂર્વ કર્મના ઉદયથી કેટલીક વાર સંકટ સહન કરવા પડે પણ તે સંકટના કારણભૂત પોતાની જ પ્રવૃત્તિ હતી એમ યથાર્થ સમજતો હોવાથી સહનશીલતાથી તે ખમે છે અને આપત્તિ રુપ સદ્ગુરુ જે બોધ આપે છે, તે ખુશીથી સ્વીકારે છે. સંકટ આપનાર પર ગુસ્સો કરતો નથી, કારણ કે બીજા તો નિમિત્ત માત્ર છે પણ પોતાના સુખ દુઃખનું કારણ પોતે જ છે. આ પ્રમાણે જૂના કર્મોને શૈર્યથી ભોગવી તેમનો ક્ષય કરે છે અને પોતાને મળેલા જ્ઞાનથી એવી પ્રવૃત્તિ કરે છે કે નવાં કર્મ ઉપાર્જન ન થાય. આ પ્રમાણે નવાં કર્મોનો પ્રવાહ અટકાવે છે અને જૂના કર્મોનો ક્ષય કરીને અંતમાં મોક્ષ દશા પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાનાગ્નિના ભસ્મસાકુરુતે કર્માણિી. મનુષ્ય જ્ઞાનરુપી અગ્નિ વડે ગમે તેવા કર્મોને ક્ષણવારમાં ભસ્મીભૂત કરી શકે છે. બીજી મહત્ત્વની વાત કે જે વિદ્યારુપી ધન છે તે ચોરોના હાથમાં આવતું નથી. જે કલ્યાણનું પોષક છે; જે વિદ્યાર્થીઓને આપવા છતાં વૃદ્ધિ પામે છે અને પ્રલયના અંતે પણ જેનો નાશ નથી. કહ્યું છે કે જ્ઞાન સમો કોઈ ધન નહિ,સમતા સમું નહિ સુખા જીવિત સમી આશા નહિ; લોભ સમો નહિ દુ:ખા સુખ તે મન પર રહેલું છે માટે વિદ્યાથી સંસ્કાર પામેલું મન જે સુખ પ્રાપ્ત કરી શકે છે તે કેવળ ધનથી પ્રાપ્ત થતું નથી. જ્ઞાનીઓને જે આનંદ, સંતોષ, ઉચ્ચ ભાવના અને મન શુદ્ધિ થાય છે તેની સાથે કેવળ ધનથી ઉપજતું સુખ સરખાવી શકાય તેમ નથી, તમે વૃદ્ધ થાઓ તે પહેલા જ્ઞાન મેળવવાનો શ્રમ લો. કારણ કે રૂપા તથા સોના કરતાં પણ વિદ્યા વધારે કિંમતી છે. રૂપું તથા સુવર્ણ નાશ પામશે, પણ મેળવેલું જ્ઞાન સર્વથા રહેશે. માટે જ્ઞાનને ધનના ધોરણથી નહિ માપતાં તેનામાં રહેલા અપૂર્વ લાભ તરફ દૃષ્ટિ કરો. જ્ઞાન એ મિત્રતાની ગરજ સારે છે. મનુષ્યને જ્યારે કોઈ બાબતમાં સમજણ ન પડતી હોય ત્યારે મિત્રની સલાહ લે છે પણ જે જ્ઞાનીઓ છે તેઓને બહારના મિત્રની જરૂર પડતી નથી. તેમનું જ્ઞાન સૂર્યની માફક તેમની બુદ્ધિ સતેજિત કરે છે. તેમના પ્રશ્નો-શંકાઓનું સમાધાન થઈ જાય છે. જ્ઞાન રૂપી સન્મિત્ર તેમને પાપ કર્મથી નિવારે છે, હિતકારી કાર્યમાં પ્રેરણા કરે છે, ગુણોને પ્રકટ [અનુસંધાન પાના નં. ૮ ઉપર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16