Book Title: Shrutsagar Ank 1998 09 007
Author(s): Kanubhai Shah, Balaji Ganorkar
Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kopatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर, भाद्रपद २०५४ ७ રહ્યા. દુ:ખોને ક્ષણિક સમજીને જીવવાનું આપશ્રીનું મનોબળ, ધૈર્યબળ અડગ રહ્યું. કોઈના સહારા વિના જીવવાના દિવસો પણ આપશ્રીના જીવનમાં આવ્યા છે. ગંભીર બીમારીઓનો સામનો પણ કરવો પડ્યો છે. કેટલીક વખત લોહીની ઉલટીઓ જેવી વ્યાધિના દિવસોમાં પણ આપને વિહાર કરવો પડ્યો છે. આપશ્રીને પહેલા અને બીજા શિષ્યની દીક્ષા પ્રસંગે પણ પરેશાની ભોગવવી પડી છે. આ સમય દરમિયાન જાહેર માર્ગો છોડીને આપશ્રીને ખેતરોમાં અને પગદંડીઓ પર વિહાર કરવો પડ્યો છે. કહેવાય છે કે મારવાવાળાના કરતાં બચાવવાવાળાના હાથ ઘણા લાંબા હોય છે. મુનિ પદ્મસાગરજીનું પ્રારબ્ધ ખૂબ પ્રબળ હતું. નાગૌર અને પાલીના શ્રદ્ધાળુ સજ્જનોએ આપશ્રીને તન-મન-ધનથી સહયોગ આપ્યો. આજે આચાર્યશ્રી પદ્મસાગરજી મ.સા. જીવનની મહાન ઊંચાઈ પામી ચૂક્યા છે. હજારો-લાખો લોકોના વંદનીય પૂજનીય બન્યા છે. મુનિશ્રીના સંઘર્ષમય અને સહનશીલતાભર્યા ભૂતકાળને કારણે ગુરુ ભગવંતનો આજનો વર્તમાન સુવર્ણમય બન્યો છે. જગત આજે શક્તિહીન- બુદ્ધિહીન મનુષ્યોની કદર કરતું નથી; પરંતુ ઊગતા સૂર્યને લોકો પૂજે છે, નમસ્કાર કરે છે તેવી રીતે તેમને તેમના વિરોધીઓ પણ બુદ્ધિમાન અને મહાન કહે છે અને પૂજે છે. મુનિ પદ્મસાગરજીએ વિરોધીઓના વિરોધના કારણે પોતાનો વિકાસ કરવાનો સંકલ્પ ન છોડતાં વધુ દૃઢ બનાવ્યો. વિરોધ અને સંઘર્ષ એ તો વિકાસ માટે પ્રેરણારૂપ છે. મુનિ પદ્મસાગરજીએ વિરોધીઓના વિરોધ પ્રસંગે મૌન સેવવાનું પસંદ કર્યું. કાનથી ખોટી વાતો સાંભળવાનું બંધ કર્યું. સમાજના ગંદા વાતાવરણને આંખોથી જોવાનું બંધ કર્યું અને નિરંતર વધતા રહ્યા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહ્યા. વર્ષો પહેલાં વિકાસને પંથે જે મહાન ધ્યેયોને સામે રાખીને સફળ યાત્રા પર નીકળ્યા હતા તે ધ્યેયો આજે પણ નજ૨ સમક્ષ રાખ્યા છે. બૌદ્ધિક પ્રતિભા વ્યવહારિક કુશળતા અને જિનશાસન પ્રત્યે અપાર આસ્થાને લીધે મુનિ પદ્મસાગરજીને ૨૮ જાન્યુઆરી, ૧૯૭૪ના દિવસે ગણિપદ અને ૮ માર્ચ ૧૯૭૬ના દિવસે પંન્યાસ પદવી આપવામાં આવી. ત્યાર બાદ આપશ્રીની યોગ્યતા અને લાયકાત જોઈને ૯ ડિસેંમ્બર, ૧૯૭૬ના રોજ મહેસાણા તીર્થ કે જેના નિર્માણમાં પૂજ્યશ્રીનો પણ સિંહ ફાળો રહ્યો છે ત્યાં એક વિશાળ અને શાનદાર સમારોહમાં હજારોની જનમેદની વચ્ચે આચાર્યપદવી આપવામાં આવેલ. આચાર્યપદ પ્રાપ્તિ બાદ ૫.પૂ. શ્રી પદ્મસાગરસૂરિ મ. ની ખ્યાતિમાં અદ્ભુત વ્યાખ્યાન શૈલીને કા૨ણે દિવસે-દિવસે વધારો થયો. વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યશ્રીનાં વ્યાખ્યાનોમાં લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધવા માંડી. આચાર્યશ્રીનું પ્રવચન જાદુગરની માફક લોકોને લાંબા સમય સુધી જકડી રાખે છે. સરળ હિન્દીમાં અને દૃષ્ટાંતો સહિત એમનું પ્રવચન દાર્શનિક વિષયોને પણ લોકભોગ્ય બનાવે છે. ભાષાની સરળતા, સ્પષ્ટ વક્તૃત્વ, અભિપ્રાયની ગંભીરતા, વિચારોની વ્યાપકતા અને મૌલિક રજૂઆત- એ આચાર્યશ્રીના પ્રવચનની વિશેષતા છે. આપશ્રીનાં પ્રવચનો લોકોમાં પ્રિય બન્યાં છે. જૈન શાસનને આપશ્રીના માટે ગર્વ છે. આપશ્રીનાં પ્રભાવક પ્રવચનોથી વ્યક્તિઓ અને સમાજમાં આવેલાં પરિવર્તનોનો કોઈ હિસાબ નથી. યશસ્વી પ્રદાન : આચાર્ય બન્યા બાદ, ભાવનગરમાં પ્રથમ ચાતુર્માસ દાદા ગુરુ અને ગુરુદેવના સાંનિધ્યમાં કર્યું. આ ચાતુર્માસ દરમિયાન ૫.પૂ. પદ્મસાગરસૂરીશ્વરજીએ બે મહત્ત્વનાં કાર્યો સિદ્ધ કર્યાં. ભાવનગર સંઘનો બાલદીક્ષા પર પ્રતિબંધનો ઠરાવ હતો તે બદલાવીને આચાર્યશ્રીએ ભવ્ય સમારોહમાં બાલ મુમુક્ષુને સમગ્ર સંઘની અનુમતિથી દીક્ષા આપી; એટલું જ નહિ પરંતુ ૭૦ વર્ષોથી ભાવનગરમાં ઉપધાન તપની આરાધના થઈ ન હતી તે ઉપધાન તપની સુંદર આરાધના કરાવીને તેમણે ઐતિહાસિક કિર્તીમાન સ્થાપિત કર્યો. તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભઈ જશભાઈ પટેલને જણાવીને શત્રુંજય મહાતીર્થમાં થતી જીવહિંસા રોકવામાં આવી. [અનુ. પાના. ન. ૮] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16