Book Title: Shrutsagar 2016 04 Volume 02 11 Author(s): Hiren K Doshi Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR 5 April-2016 દ્રવ્યાર્થિક ની અપેક્ષાએ દેખે છે. આત્મજ્ઞાની પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પર્યાયપર દૃષ્ટિ દેઇને પોતાના આત્માને કર્મરૂપ યાને ઉત્પાદવ્ય ક્રિયારૂપ દેખે છે. આત્મામાં અનન્ત પર્યાયો છે. સમયે સમયે આત્માના પર્યાયોમાં ઉત્પાદવ્યયરૂપ ક્રિયા-કર્મ થયા કરે છે. ઉત્પાદવ્યયરૂપ ક્રિયા કર્મને જ્ઞાની પર્યાયાર્થિક ની અપેક્ષાએ ઉત્પાદવ્યય ક્રિયા કર્મરૂપે દેખે છે. કર્મને કર્મરૂપે દેખવાની સાપેક્ષ શક્તિ અને અકર્મને અકર્મ રૂપે દેખવાની સાપેક્ષ નય શક્તિ ધરાવનાર તત્ત્વજ્ઞાની અર્થાત્ આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાની દ્રવ્યની અક્રિય અર્થાત્ અકર્મ રૂપ એવા આત્મામાં પર્યાયાર્થિયની અપેક્ષાએ ઉત્પાદવ્યયરૂપ ક્રિયા અર્થાત્ કર્મને દેખે છે. જ્ઞાનીની આ પ્રમાણે બાહ્ય અને અન્તરથી દ્રવ્ય અને પર્યાયથી એમ અનેક સાપેક્ષનન્ય યોગે દૃષ્ટિ પ્રગટવાથી તે સ્વાધિકારે કર્મને કરતો છતો અર્થાત્ કાયાદિ વડે કાર્યોને કરતો છતો પણ સંકલ્પ (પરિણામ) વિના બંધાતો નથી. આ જ આશયને અનુસરીને ભગવદ્ગીતાના નીચેના શ્લોકનો અર્થ કરવામાં આવે તો તે સ્યાદ્વાદજ્ઞાનની પુષ્ટિ અર્થ થાય છે. तथा च “भगवद्गीतायाम्” कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः સદ્ધિાન્ મનુષ્યપુસયુ: કર્મવૃત્ II33 અધ્યાત્મસારતિ | આત્મજ્ઞાનીની આવી કર્મયોગમાં નિર્લેપતા પ્રવર્તે છે. “ક્રિયાએ કર્મ, પરિણામે બંધ, અને ઉપયોગે ધર્મ” ઓ ત્રણ બાબતનો વિચાર કરવામાં આવે તો ઉપયોગ રહીને આત્મ ધર્મને સાધતો એવો કર્મ કરનાર જ્ઞાનયોગી પરિણામ અર્થાત્ સંકલ્પ વિના કર્મથી બંધાતો નથી. ચતુર્થ ગુણસ્થાનકથી પ્રારંભીને આત્મજ્ઞાન અર્થાત્ જ્ઞાનજ્યોગનો પ્રાદુર્ભાવ થાય છે. સત્વ અર્થાત્ શુદ્ધ વિવેક પ્રગટ્ય બાદ ગૃહસ્થ વા સાધુ પોતપોતાના અધિકાર પ્રમાણે કર્મ કરતો છતો અન્તરથી અલિપ્ત રહે છે. સુખમાં વા દુઃખમાં, વિપત્તિયોના પ્રસંગોમાં, હર્ષના પ્રસંગોમાં, શોકના પ્રસંગોમાં, મિત્રોના પ્રસંગોમાં, શત્રુઓના પ્રસંગોમાં, ઘરમાં વા અરણ્યમાં આત્મજ્ઞાની દ્રવ્ય -ક્ષેત્ર-કાલાદિ અનુસારે કર્મ કરતો છતો બંધાતો નથી. આત્મજ્ઞાન થવાથી બાહ્યના શુભાશુભ પ્રસંગોમાં પ્રસંગોપાત કરાતા કર્મમાં અહંવૃત્તિનો જ્ઞાનીને અભાવ હોય છે. ઇન્દ્રિયો અને મનને બાહ્ય વસ્તુઓમાં યોજ્યા વિના આત્માનો સહજાનન્દ અનુભવાય એટલે જાણવું કે આત્મજ્ઞાનની ઝાંખી કંઇક પોતાનામાં પ્રગટી છે. પોતાની આત્મજ્ઞાન દશાનો પોતાને ખ્યાલ આવે છે તે અન્યોને રૂપી વસ્તુઓની પેઠે દેખાડી શકાય નહીં. આવી જ્ઞાનીની દશામાં કર્મથી બંધાવાનું થાય નહીં. (Countinue...) For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36