Book Title: Shrutsagar 2016 04 Volume 02 11
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુરુવાણી Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી સંકલ્પથી કર્મબન્ધ થાય છે, સંકલ્પ વિના કર્મયોગથી કર્મબન્ધ થતો નથી તે દર્શાવે છે. कर्माप्याचरतो-ज्ञातुर्मुक्तिभावो न हीयते । તંત્ર સંપનો વધો, નીયતે યત્પરવિ 13211 અધ્યાત્મસાર, આત્મજ્ઞાનીને કર્મ આચરતાં મુક્તિભાવ ટળતો નથી. કારણ કે કર્મ કરવામાં સંકલ્પથી બન્ધ છે. કર્મ વિષે જો ફલાદિકનો સંકલ્પ હોતો નથી, તો જ્ઞાની કર્મયોગ કરતો છતો બંધાતો નથી. અનેક જ્ઞાનીઓએ કર્મમાં સંકલ્પ વિના કર્મ કર્યાં છે અને મુક્તિ રૂપ ફલ પ્રાપ્ત કર્યું છે. જ્ઞાનીઓને પોતાના અધિકાર પ્રમાણે કર્મો કરવાં પડે છે. જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓનાં બાહ્યથી સમાન કર્મ જણાય છે. આત્મજ્ઞાનીઓ ખાય છે. પીવે છે, ચાલે છે, હાલે છે, બોલે છે. તેમજ અજ્ઞાનીઓ પણ ખાય છે, પીવે છે, બોલે છે, ચાલે છે અને અન્ય કાર્યો કરે છે. આત્મજ્ઞાનીઓ સંકલ્પ વિના કર્મ કરે છે તેથી અજ્ઞાનીઓની પેઠે બાહ્યથી સમાન કર્મવાળા હોવા છતાં કર્મથી (ક્રિયાથી) બંધાતા નથી. આત્મજ્ઞાનીઓ ધર્મની ઉન્નતિ વગેરેનાં સાત્વિક ગુણી કર્મો કરે છે પણ તેમાં તે ફલની ઇચ્છા વિના બંધાતા નથી. નામ, રૂપાદિનો અધ્યાસ જેઓને ટળી ગયો છે એવા આત્મજ્ઞાનીઓ કર્મ કરે છે તો પણ બંધાતા નથી અને કર્મ ન કરે તો પણ બંધાતા નથી. રજોગુણી અને તમોગુણી કર્મથી દૂર રહીને જ્ઞાનીઓ સત્ત્વગુણ કર્મને કરે છે. આત્મજ્ઞાની શબ્દથી ભિન્ન એવું આત્મસ્વરૂપ અવબોધે છે અને જ્ઞાન દૃષ્ટિથી તેનો ઉપયોગ રાખીને ધાવમાતાની પેઠે વા જલમાં રહેલા કમલની પેઠે નિર્લેપ રહીને બાહ્યથી કર્મ કરતો હોવાથી કર્મ કરતો છતો પણ અકર્મ છે. આત્મજ્ઞાની કર્મ કરતાં છતાં તેમાં પોતાનું અકર્તાપણું તથા અભોક્તાપણું દેખે છે. જે જે બાહ્યનાં કર્મો છે તેમાં સંકલ્પ રહિત પ્રવૃત્તિ થવાથી તથા કર્મમાં પણ પોતાનો અકર્મ રૂપ પરિણામ હોવાથી જ્ઞાની કર્મ કરતો છતો પણ અકર્મી છે એમ પોતાને દેખે છે. આત્મજ્ઞાની અકર્મ રૂપ એવા પોતાનામાં શુદ્ધધર્મ ભોગરૂપ વા મુક્તિરૂપ કર્મફળને દેખે છે. જ્ઞાની અષ્ટકર્મથી ભિન્ન અકર્મ એવા પોતાના અસંખ્યાત પ્રદેશોમાં જ્ઞાનદર્શનના શુદ્ધ પર્યાયોનો ઉત્પાદ વ્યયરૂપ કર્મને દેખે છે. કર્મમાં કર્મ દેખે છે. અષ્ટકર્મને અષ્ટકર્મ રૂપે વા ક્રિયારૂપ કર્મને ક્રિયા કર્મરૂપપણે દેખે છે, અને કર્મથી ભિન્ન એવા પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે અકર્મ રૂપ છે તેને અકર્મપણે દેખે છે. આત્મજ્ઞાની દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અકર્મ અર્થાત્ અક્રિયારૂપ પોતાનો આત્મા છે તેને અકર્મ અર્થાત્ ક્રિયારહિત રૂપે ખરેખર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36