________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
16
श्रुतसागर
अप्रैल-२०१६ જાણી ગુરુ સૌભાગ્યવિજયજીએ ચૈત્ર સુદ ૯ના ગુરુવારે ‘વિજયલક્ષ્મીસૂરિ એવું નવું નામ આપી આચાર્યપદવી આપી. આ પ્રસંગે મંગલજી નાહના, ભૂલા મીઠા, લખુ વલભ વિગેરે સુશ્રાવકોએ ઘણા દ્રવ્યનો સદ્ભય કરી મોટા ઓચ્છવો કર્યા, પ્રભાવનાઓ કરી, જિનાલયો કરાવ્યા.
કૃતિમાં વિજયલક્ષ્મીસૂરિજીના સૂરિપદ મહોત્સવ સુધીની નોંધ છે તેથી તેની આગળના ચરિત્રનો ઉલ્લેખ અહિં લખ્યો નથી, તેની માટે જૈન ગુર્જર કવિઓ' રચના જોવી. વિશેષ નોંધ
પ્રસ્તુત કૃતિ શ્રીવિજયલક્ષ્મીસૂરિજીના ચરિત્ર પર પ્રકાશ પાડતી ઐતિહાસિક રચના છે. સુરિજીનો જીવનચરિત્ર સંબંધિ પરિચય ઊપર ‘વિજયલક્ષ્મીસૂરિ-કૃતિગત પરિચય” માં અપાઈ ગયો છે, પરંતુ કવિ દ્વારા જ કાવ્યમાં કેટલીક વિગતો અપૂર્ણ કેમ રહેવા પામી હશે? તે પ્રશ્ન થતા વાચકોનું ધ્યાન દોરવા અહિં જુદી નોંધ કરૂ છું
(૧)કાવ્યમાં ક્યાંય વિજયલક્ષ્મીસૂરિજીના ગૃહસ્થપણાના નામનો ઉલ્લેખ નથી.
(૨) પિતા હેમરાજે શ્રીસંઘની વિનંતીને માન્ય કરી બાળક ગુરુભગવંતને વહોરાવ્યો તે ગુરૂભગવંતનું નામ કાવ્યમાં નથી.
(૩) સુવિધિવિજ્યજીને દીક્ષાના ચોથા મહિને સૂરિપદ અપાયું, તો તે વચ્ચેના ઉપાધ્યાયાદિપદ તેમને આપાયા છે કે નહીં તે અંગે પણ પ્રશ્ન રહે છે. (ભટ્ટારક પરંપરામાં કદાચ સીધું જ આચાર્યપદ અપાતું હોય તો અમને ખ્યાલમાં નથી.)
(૪) કવિએ બાળકના જન્મથી સૂરિપદ પ્રદાન સુધીનું ચરિત્ર જો કાવ્યમાં ગુંથ્ય તો શેષ ચરિત્ર અહિં શા કારણથી બાકી રાખ્યું હશે?
આ પ્રશ્નોના ઉત્તર શોધવા ઘટે. બાકી એકંદરે કૃતિ સુંદર છે, શબ્દો પણ સરળ છે. કૃતિકા નામ ગર્ભિત રાખ્યું છે. દરેક ઢાળના અંતમાં લખાયેલો પુણ્ય' શબ્દ કર્તાના નામનો સારો સૂચવે છે.
પ્રાન્ત સંપાદન માટે પ્રસ્તુત પ્રતની ઝેરોક્ષ આપવા બદલ શ્રીનેમિ-વિજ્ઞાનકસ્તુર-સૂરિજ્ઞાનભંડાર સુરતના વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર.
For Private and Personal Use Only