Book Title: Shrutsagar 2016 01 Volume 02 08
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક આશીર્વચન પત્રિકા મુનિશ્રી સુયશચંદ્રવિજયજી મ.સા. આપણે આજે જે કતિ અંગે વિચારીશું તે કતિ રાજસ્થાનના ઘાણેરાવ ગામના મહારાજાના અંગત સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલ અપ્રગટ રચના છે. કૃતિ ઘાણરાવના વર્તમાન રાજવીના પૂર્વજ “અજિતસિંહજી મહારાજને ઉદેશીને લખાયેલ આશીર્વાદપત્ર છે. કૃતિના રચયિતા છે આપણા અતિ પરિચિત, પર્યુષણમાં બોલાતા હાલરડું સ્તવનના રચયિતા, ‘કવિ બહાદુર' બિરૂદધારક શ્રી દીપવિજયજી મહારાજ. કૃતિ રચવા પાછળના કારણોમાં તત્કાલિન શાસકો પાસેથી કવિશ્રીને પોતાનો કોઈ અંગત સ્વાર્થ સાધવો ન હતો કે રાજસત્તા તરફથી તેમને કોઇ બીક હોઇ ખુશામત સ્વરૂપે આવી કૃતિ રચવી પડી હોય તેમ પણ ન હતું પરંતુ તેવું કરવા પાછળ દૂદેશી પૂર્વક તે રાજવીઓ પાસેથી શાસનના હિતને ધ્યાનમાં લઇ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે ન ધારેલા, ન વિચારેલા, સંઘોત્થાનના કાર્યો કરાવવાની કસબ હતી. પૂર્વે સમ્રા “સંપ્રતિ’ પાસે આર્ય સુહસ્તિસૂરિજીએ', રાજા “આમ” પાસે “શ્રીબપ્પભટ્ટસૂરિજીએ', પરમાઈ ‘કુમારપાળ' પાસે “કલિકાલ સર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્યજીએ', બાદશાહ અકબર પાસે “શ્રીહીરવિજયસૂરિજી' વિગેરે મ.સા. એ કરાવેલ શાસન પ્રભાવનાના કાર્યો તે સૂરિભગવંતોની દીર્ઘદૃષ્ટિતાના અદ્ભુત ઉદાહરણો છે. કદાચ આથી જ કોઈ દીર્ઘદૃષ્ટિથી કવિ શ્રીદીપવિજ્યજી મ.સા. એ મહારાજ “અજિતસિંહજીને આશીર્વાદ પત્ર પાઠવ્યો હશે. કૃતિ પરિચય : આમ તો કૃતિ ઘણી નાની છે પરંતુ કાવ્યમાં જોવા મળતું કવિનું ભાષા પ્રભુત્વ તેઓ પ્રત્યેના અહોભાવમાં વધારો કરે છે. સાથે-સાથે કૃતિ અનુરૂપ થયેલું છંદનું ચયન તેમજ સુલલિત પદાવલીઓ કાવ્યને વધુ સુંદર બનાવે છે. કૃતિના શરૂઆતના પદ્યમાં કવિ મંગળની કામના કરતા મંગલસ્વરૂપ ગણપતિનું સ્મરણ કરે છે. તેવી જ રીતે બીજું પદ્ય પણ મંગલ પક છે જેમાં શ્રીકૃષ્ણનું સ્મરણ છે. ત્યારપછીના ૨ પદ્યોમાં કવિત્ત છંદમાં કવિએ અજિતસિંહજી રાજવીનો ગુણવૈભવ વર્ણવ્યો છે. પાંચમાં પદ્ય રૂપે નારાચ છંદમાં થયેલ રાજવીની તલવારની વર્ણના પણ મોહક છે. કોઇ ચારણના મોઢે આવા છંદો સાંભળીયે તો તે છંદના શબ્દો જ વ્યક્તિને પ્રભાવિત કરવા પૂરતા થઇ પડે. ખરેખર પ્રાસોનું અદ્ભુત સાયુજ્ય અહિં યોજાયું છે. એક તલવારને ઉદ્દેશીને કવિ કેટલી બધી કલ્પનાઓ કરી શકે તે અહિં જોવા મળશે. જો કે ૨-૩ જગ્યાએ લહિયાની શરત ચૂકથી પાઠ ખંડિત થયો હોય તેવું લાગે છે. પણ તે નિર્ણય છંદનું બંધારણ જોયા પછી જ થઇ શકશે. અથવા કૃતિની અન્ય પ્રત મળે તો. કૃતિનાં છેલ્લા પદ્યમાં કવિના આશીર્વાદ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36