________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जनवरी-२०१६
20
श्रुतसागर
ફરમાનોમાં મોગલ બાદશાહોનાં પોતાની બિનમુસ્લીમ જનતા પ્રત્યેનાં સદ્ભાવ, તેમના ધર્મને માન આપવાની લાગણી અને તેમના પ્રત્યેની પક્ષપાતરહિત મનોવૃત્તિ જણાઈ આવે છે. આ બાદશાહોને પોતાના ધર્મ પ્રત્યે પ્રેમ અને આદર હોય તે સ્વાભાવિક છે, પણ અન્ય ધર્મવાળી પ્રજાનું મન ન દુઃખાય એનો પણ તેઓ પૂરો ખ્યાલ રાખતા હતા. આ નીતિ બાદસાહ અકબરથી વધુ પ્રસિદ્ધિ પામી હતી.
જીવહિંસાની મનાઇ, શિકારનો પ્રતિબંધ અને જૈનમંદિરો, ધર્મશાળાઓ અને ધર્મસ્થાનોના ઉપયોગમાં પરધર્મીઓની ડખલોનો અટકાવ, એ આ ફરમાનોની મુખ્ય મતલબ છે.
બીજું ફરમાન અમદાવાદના નગરશેઠ શાંતિદાસને આપેલું છે. તેમાં પાલીતાણા મજકૂર શેઠને ઇનામમાં આપ્યાનો ઉલ્લેખ છે. તેમજ ત્યાં આવનાર યાત્રિકોને કોઈએ સતાવવા નહીં, કે હરકત કરવી નહીં તેની તાકીદ છે. આ ફરમાન શાહજહાંનના સમયનું છે. તેને ગાદીએ બેઠાને ત્રણ વરસ થયાં છે અને તા. ૨૯ મોહરમ ઉલ્લહરામ મહિનો છે. સનદ ઉપર બાદશાહ શાહજહાંની મહોર ને સિક્કો છે.
ત્રીજું ફરમાન તે વખતના જૈન સંઘમાં ઉમટેલા એક વંટોળ ઉપર અચ્છો પ્રકાશ પાડે છે. જૈન સંઘમાં પ્રાયઃ દરેક બે કે ત્રણ સૈકા પછી કોઈ ને કોઇ નવો મતવાડો ઊભો થયા જ કરે છે અને તેનો પ્રત્યાઘાત આખા સમાજમાં ઊભો થાય છે. અને એક વાર તો વંટોળની જેમ તેની અસર મૂકતો જાય છે. આવો જ એક વંટોળ લોંકાશાહે લોંકામત ચલાવ્યા પછી ઊઠ્યો હતો. અને જેમ અત્યારે કાનજીસ્વામીના નૂતન પંથથી જે વંટોળ ઊઠ્યો છે તેવું જ વાતાવરણ તે વખતે પ્રગટેલું જણાય છે.
આ ફરમાન એમ સૂચવે છે કે લોંકાશાહના નવીન મતવાદીઓએ બાદશાહના દરબારમાં અરજ પેશ કરી છે કે અમદાવાદના શેઠ શાંતિદાસ અને સૂરદાસ વગેરે મહાજનોએ અમારી સાથે ખાનપાન, રોટી અને બેટી વ્યવહાર બંધ કર્યો છે તે પુનઃ ચાલુ થાય. પરન્તુ આ અરજનો જવાબ આપતાં ફરમાનમાં ફરમાવામાં આવ્યું છે કે ખાન-પાન-રોટી-બેટીનો વ્યવહાર એ દરેકની મરજી ઉપર આધાર રાખે છે, તેમાં કોઈનું દબાણ ચાલી શકે નહિ. પણ એટલી સૂચના છે કે કોઈએ કોઈને અડચણ ન કરવી, કોઇએ કોઇને હેરાન ન કરવા.
આ અરજી તે વખતના ગુજરાતના સુબા મહમદ દારા શત્રુહ (શિકોહ) ને
થયેલી છે.
For Private and Personal Use Only