Book Title: Shrutsagar 2016 01 Volume 02 08
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાંક મહત્ત્વનાં ફરમાનપત્રો સંગ્રાહક-પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી મોગલકુલતિલક સમ્રા અકબરે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્ય પરિવારને આપેલાં ફરમાનો કૃપારસકોષ’ અને ‘સૂરીશ્વર અને સમ્રા વગેરે ગ્રંથોમાં પ્રકાશિત થયેલાં છે. તેમજ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ વગેરેનાં ફરમાનો “સૂરીશ્વરને સમ્રા, ‘શત્રુંજય પ્રકાશ,' શત્રુંજય મેમોરેન્ડમ, રખોપાના જરૂરી પત્રો.' વગેરેમાં પ્રકાશિત થયા છે. હું અહીં કેટલાંક મહત્ત્વનાં ફરમાનોનો પરિચય અને અનુવાદ આપવા ધારું છું. આ ફરમાનો ભાવનગરમાં ભરાયેલી ગુજરાત સાહિત્ય પરિષદના ઇ.સ. ૧૯૨૪ના અધિવેશનના રીપોર્ટમાં પ્રકાશિત થયાં છે. ફારસી ભાષાના સમર્થ અભ્યાસી અને ગુજરાતના સાક્ષરરત્ન શ્રીયુત કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ એ ફરમાન સંપાદિત કર્યા છે. શ્રી ફોર્બ્સ ગુજરાતી સભાના સંગ્રહમાં કેટલીક જુની સનદો અને જૂનાં બાદશાહી ફરમાનો છે, તે તેમણે ગુજરાતના ઇતિહાસને ઉપયોગી ધારી તેમાં સંપાદિત કર્યા છે. આ ફરમાનો ગુજરાતના ઇતિહાસમાં જેમ ઉપયોગી છે, તેમજ જૈનધર્મના પ્રભાવ ઉપર પણ સુંદર પ્રકાશ પાડનારાં છે. મુસ્લીમ સમયમાં અને તેમાંયે મુગલાઈ જમાનામાં જૈનધર્મમાં પ્રાભાવિક આચાર્યો અને પ્રાભાવિક શ્રાવકો કેવા હતા તેનો ખ્યાલ આ ફરમાન આપે છે. હું પહેલા સંક્ષેપમાં તે ફરમાનોનો પરિચય આપીશ અને પછી મૂળ ફરમાનોનો અનુવાદ આપીશ, જેથી વાચકો તેને બરાબર સમજી શકે. - પહેલું ફરમાન જનરલ ગોડાર્ડનું છે. એક વિજયી સેનાપતિ પોતાના વિજયપ્રવેશ વખતે પ્રજાને જે આશ્વાસન અને શાંતિ આપે છે તે આ ફરમાનમાં છે. દરેક વિજયી સેનાપતિ આવાં જ જાહેરનામાં બહાર પાડે છે. અંગ્રેજોએ અમદાવાદમાં પ્રવેશ કરતાં આ ફરમાન બહાર પાડ્યું હતું. અમદાવાદની જનતાને આ ફરમાન જણાવેલ છે કે “અમદાવાદની રૈયતે શાંતિથી રહેવું અને પોતાનું નિયમિત કામકાજ કરવું. તેમને તેમના કામમાં કોઈ ખલેલ નહિ પહોંચાડે. હીજરી સં. ૧૧૯૪ માં આ ફરમાન બહાર પડ્યું છે, તા. ૫ મહિનો સફર. આ ફરમાનમાં સંવત્ મુસલમાની આપ્યો છે. અને મહોરમાં શાહઆલમનું નામ છે, જે વાચકો ફરમાનથી જોઈ શકશે.” આ સિવાયનાં ફરમાનો મોગલ સમ્રા જહાંગીર અને શાહજહાંનાં છે. આ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36