Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 5
________________ http://www.ShrimadRajchandra.org “અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દે આત્માને અર્થે ગળાશે તે દે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્ચની કલ્પના છોડી દઇ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઇએ." આંક ૭૧૯ “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત્ત છે. તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ કયાંથી પ્રતીતિમાં આવે ? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. હૈ આર્યજનો | આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો.'' આંક ૮૩૨. “લોકસંજ્ઞા જેની જિંદગીનો ધૃવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તોપણ પરમ સમાધિનું સ્થાન છે”, માં ૯૫૬ //ne સર્વ કા ૧૯૪૮ આંક ૯૪૯ શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરું છે; તથાપિ તેમની ગતિ વિષે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. અને ભાગવતાદિકમાં તો જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઇ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે.’’ જી રે બાર ક કામ કર, નયન મ ઉ D માની લો છે. આંક ૨૧૮ માયામીન I ત્રણ મ “સર્વ કરતાં વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયોગ્ય નિયમ ઘટે છે. सहजात्म स्वरूप सद्गुरु શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે, જે કોઇ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતા યોગ્ય છે.” હાથનોંધ ૧-૬૧ जन्म ચયાળીયા સૌરાષ્ટ્ર) वि संवत् १९२४ कार्तिक शुद्ध १५ જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિ માર્ગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરો.’’ वि.संवत् १९५७ चैत्र कृष्ण ५. “સર્વ પ્રકારે જ્ઞાનીન, ૪૦ જ ; ભન્ન ભિન્ન અવસ્થા હાથનોંધ ૩-૨૧ બુદ્ધિ રાખી નિર્ભયપણાને નિખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અમે પણ એ જ કહીએ છીએ. કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.” આંક ૪૬૦

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1000