________________
૧૦૦
વચનામૃત પત્ર-૧ થી પ૦૦ આજે ક્ષાયિકસમક્તિ ન હોય’ એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ લિખિત પત્ર પ્રાપ્ત થયું છે;
જે જીવો તે તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે, અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે, તે જીવો જો તેટલી પ્રેરણા, ગવેષણા, જીવના કલ્યાણને વિષે કરશે તો તે પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે, તે જીવો પ્રત્યે દોષદષ્ટિ કરવા યોગ્ય નથી, નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે; કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિષે ખેદ આણવો યોગ્ય નથી, તે તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી. તે જીવોને ઉપદેશ કરી સમજાવવાની કદાપિ તમને ચિંતના થતી હોય તો પણ તે માટે તમે વર્તમાન દશાને જોતાં તો નિરુપાય છો, માટે અનુકંપાબુદ્ધિ અને સમતાબુદ્ધિએ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું, તેમ જ ઇચ્છવું અને તે જ પરમાર્થમાર્ગ છે, એમ નિશ્ચય રાખવો યોગ્ય છે.
જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે; અને તે વાક્યો જિનાગમને વિષે છે. ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો કવચિત્ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેનાં પરિણામમાં આવતાં તેને વખત લાગતો નથી, કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા તેના “આત્મા'માં પરિણામ પામ્યો છે; માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવીર્વે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું યોગ્ય છે.
કદાપિ એમ ધારો કે “ક્ષાયિક સમકિત આ કાળમાં ન હોય એવું સ્પષ્ટ જિનના આગમને વિષે લખ્યું છે; હવે તે જીવે વિચારવું યોગ્ય છે કે “ક્ષાયિક સમકિત એટલે શું સમજવું?” જેમાં એક નવકારમંત્ર જેટલું પણ વ્રત, પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો ત્રણ ભવે અને નહીં તો તે જ ભલે પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે સમકિતની વ્યાખ્યા છે, ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે “ક્ષાયિક સમકિત' કહેવાય ? “ભગવાન તીર્થંકરને વિષે દઢ શ્રદ્ધા એનું નામ જો “ક્ષાયિક સમકિત' એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી, કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચીત આ કાળમાં હોય જ નહીં. જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ‘ક્ષાયિક સમકિત' કહ્યું છે, તો પછી તે નથી, એમ માત્ર જિનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશયે કહેવાયા છે; અથવા કોઈ પાછળના કાળના વિસર્જનદોષે લખાયા છે, તો તેને વિષે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદકરૂણાએ વિચારવા યોગ્ય છે.
જપ, તપ ઔર ત્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ.
પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; | પિછે લાગ સપુરુષકે, તો સબ બંધન તોડ.