________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૨
સમ્યાનથી સમ્યક્દર્શન થાય છે. તેથી અસમ્યક્દર્શન નિવૃત્તિ પામે છે.
તે જીવને સમ્યારિત્ર પ્રગટે છે, જે વીતરાગદશા છે.
સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી જાણીએ છીએ.
***
હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.
હે જીવ ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે.
સમ્યક્દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે.
હે સમ્યક્દર્શની ! સમ્યક્ચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા.
જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે.
હે સમ્યક્ચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે ?
૧૯૫
܀܀܀܀܀
મિથ્યાત્વ
અવિરતિ
પ્રમાદ
કાય
યોગ
દુઃખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે.
દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુઃખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે.
જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે.
પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે.
મિથ્યાત્વ મુખ્ય મોહ છે.
અવિરતિ ગૌણ મોહ છે.
પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યોગ હોઈ શકે.
**