________________
૧૨૨
વચનામૃત પત્ર-૫૦૧ થી ૬૦૦ પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરિચ્છા હોવા છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે. તેવો આ વ્યવસાય, સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે, એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે.
વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાયું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાયે થઈ શકે નહીં.
જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યો કર્યો, પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી; કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનાવાયોગ્ય નથી.
પ૧૬ સપુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી, તથાપિ પુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી અને પુરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે.
જીવને પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે પુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારાં સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. લોકપ્રસંગમાં રહીને જે નિષ્ફળ, નિર્લક્ષ સાધન કર્યું તે પ્રકારે હવે સપુરુષને યોગે ન કરતાં જરૂર અંતરાત્મામાં વિચારીને દઢ પરિણામ રાખીને, જીવે આ યોગને, વચનને વિષે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે; અને તે તે પ્રકાર ભાવી, જીવને દઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ “અફળ ન જાય, અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું, કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે, તેમાં અંતરાય કરનાર “હું જાણું છું, એ મારું અભિમાન, કુળધર્મને અમે કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય, સત્પરુષની ભક્તિ આદિને વિષે પણ લોકિકભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે, તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે.
જ્યાં જ્યાં આ જીવ જળ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે; જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અધિકરણક્રિયાનો હેતુ કહ્યો છે.
પર૨