________________
૧૫૦
વચનામૃત પત્ર-૬૦૧ થી ૯૫૫ | સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેમ કે જ્યાં સુધી અંતર પરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લોકિક અભિનિવેશપૂર્વક રહી અંતર પરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે.
વધારે શું લખીએ ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સશાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે.
ઉ૭૭
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?
હે કૃપાળુતારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.
વર્તમાન વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ?
ઓ દુષમકાળના દુર્ભાગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની વિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.
મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ.
વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્માસ્વરૂપ થયા છીએ.
આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.
ૐ શ્રી મહાવીર (અંગત)
ઉ૮૦