________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧
પ્રકાશભુવન
ખચીત તે સત્ય છે. એમ જ સ્થિતિ છે. તમે આ ભણી વળો
તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી બોધ થયો છે, અને થાય છે; પરંતુ તે વિભ્રંગરૂપ છે. આ બોધ સમ્યક્ છે. તથાપિ ઘણો જ સૂક્ષ્મ અને મોહ ટળ્યે ગ્રાહ્ય થાય તેવો છે.
સમ્યક્ બોધ પણ પૂર્ણ સ્થિતમાં રહ્યો નથી. તોપણ જે છે તે યોગ્ય છે.
એ સમજીને હવે ઘટતો માર્ગ લો.
કારણ શોધો મા, ના કહો મા, કલ્પના કરો મા. એમ જ છે.
એ પુરુષ યથાર્થવક્તા હતો. અયથાર્થ કહેવાનું તેમને કોઈ નિમિત્ત નહોતું.
વિશ્વ અનાદિ છે.
જીવ અનાદિ છે.
પરમાણુ પુદ્ગલો અનાદિ છે.
જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે.
સંયોગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ હોવાથી જીવ જન્મમરણાદિ દુઃખોને અનુભવે છે.
પાંચ અસ્તિકાયરૂપ લોક એટલે વિશ્વ છે. ચૈતન્ય લક્ષણ જીવ છે.
વર્ણ, ગંધ, રસ સ્પર્શમાન પરમાણુઓ છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે.
ધન્ય રે દિવસ આ અહો,
જાગી રે શાંતિ અપૂર્વ રે;
દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય૦ ઓગણીસમેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસર્સે ને બેતાળીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય૦ ઓગણીસર્સે ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય૦ ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે. ધન્ય૦
܀܀܀܀܀
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે;
ક્રમે કરીને રે તે જશે,
એમ ભાસે મનમાંહી રે. ધન્ય૦
યથા હેતુ જે ચિત્તનો,
સત્ય ધર્મનો ઉદ્ધાર રે;
થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય૦
આવી અપૂર્વ વૃત્તિ અહો,
થશે. અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય૦ અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને,
જાણું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય૦
૧૯૧