Book Title: Shreechand Kumar yane Anand Mandir Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana Publisher: Jain Dharm Vidya Prasarak Varg View full book textPage 8
________________ આનંદ મદિર. પ્રતાપ આગળ લજ્જા પામી સૂર્ય સર્વદા ગગન મંડળમાં ભમ્યા કરે છે, અને ઉદયારત પામ્યા કરે છે. એ મહાનુભાવ પ્રતાપસિંહ રાજાના અંતઃપુરમાં પાંચસો રાણીએ છે. તે સર્વેમાં અતિ પ્રિય જયશ્રી નામે તેને પટરાણી છે. તેના ઉદરથી કાંતિથી પ્રકાશમાન ચાર પુત્રા થયેલા છે. જેએનાં જય, વિજય, અ ંરાજિત અને જયંત એવાં નામ છે. ભદ્રે ! આ પ્રમાણે આ નગરને મહારાજા પ્રતાપસિંહ સંપૂર્ણ ભાગ્યથી પરિપૂર્ણ છે. એના ન્યાયી રાજ્યમાં પ્રજા સુખી છે. સર્વ પોતપોતાના ધર્મમાં પ્રવર્તે છે. ચાર, દુષ્ટ, કપટી, અને દુરાચારી લેાકેા આ નગરમાં પેશી શકતા નથી. પ્રતાપનું પ્રતાપી નામ સાંભળતાંજ તે કપી ચાલે છે. આ સર્વ હકીકત સાંભળી તે પુરૂષ ખુશી થયે. તેણે આ વૃતાંત કહેવા માટે તે પુરૂષનેા ઉપકાર માન્યા, અને બને પૂર્ણ સ ંતોષ સાથે એક બીજાથી ખુદા પડયા. આ નૃતાંત પુછનાર પુરૂષ વરદત્ત નામે એક મુસાર વ્યાપારી છે. તે વ્યાપાર માટે વિવિધ દેશમાં કર્યા કરતા હતા, વિદેશનાં કૈાતુકા જેવાને તેને શેખ હતે. તે વરદત્ત વ્યાપારી, રાજા પ્રતાપસિ ંહના ગુણ અને તેના રાજ્યની જાહેાજલાલી સાંભળી, પ્રતાપસિંહને મળવા ઉત્સુક થયા. આવા ગુણી રાજાના સમાગમથી પોતે કૃતાર્થ થશે, એમ માનવા લાગ્યા. તત્કાળ તેણે કુરશસ્થલી નગરીમાં પ્રવેશ કર્યા. નગરીની સુંદર શેરીઓ, ધનાઢય લેકાની હવેલીએ, અને વિમાન જેવા જિન ચૈત્યાને જોતા જોતા વરદત્ત રાજદ્વારને માર્ગ પુછતા ચાણ્યા. રસ્તામાં અનેક કાતુક જોવાથી હૃદય વિષે આનંદ પામતા વરદત્ત રાજ્ય દ્વાર આગળ આવ્યા. પ્રતિહારને મેાકલી, તેણે મહારાજાને ખબર આપ્યા. કૈાતુકપ્રિય એવા પ્રતાપસિંહૈ તરતજ પાસે લાવવાની આજ્ઞા આપી. પ્રતિહાર સન્માન સાથે વરદત્તને ન્રુપતિની સભામાં લાવ્યા. વરદત્ત વિનયથી પ્રણામ કરી, આગળ બેઠો. તેના પ્રણામને સ્વીકાર કરી, પ્રતાપસિંહ માલ્યા—શેઠજી ! કયાં રહે છે ! અહીં આવવાનું શું પ્રયેાજન છે ? તમારાં અંગ લક્ષણ ઉપરથી તમે કુલીન પુરૂષ દેખાઓ છે. વરદત્તે પુનઃ પ્રણામ કરી કહ્યું, મહારાજા ! હું વ્યાપારને પ્રસંગે વિવિધ દેશમાં કુરૂં છું, આપની કૃપાથી મેં ધણા દેશ જોયા છે. દરેક સ્થળે એક મુસાફર વ્યાપારી તરીકે હું પ્રખ્યાત છું. વિવિધ દેશનાં કાતુક જોવાના મને બહુ શોખ છે. મારું નામ વરદત્ત છે. મહીપાલે માન દૃષ્ટિ કરી, ફરીથી પુછ્યું—વરદત્ત શેઠ ! કહા, તમે આ નગરી જોઇ હશે. આ નગરીથી ચડીઆતી કાઇ નગરી તમારા જોવામાં આવી છે ? અથવા કાંઇ આશ્ચયૅ અવલેાકયું હાય તેા જણાવા. વરદત્ત મેક્લ્યા—મહારાજા ! આપની સુંદર નગરી જોઇને મને અપાર આનંદ થયેા છે, તથાપિ દીપશિખા નામે એક નગરી આથી પણ સુંદર છે, એ નગરીથીજ હું અહીં આવું છું. આ ભુવનમાં એ નગરી જોવા લાયક છે. એ નગરીની આગળ ઇંદ્રની અમરાવતી પણ કાંઈ ખીસાતમાં નથી, તેની સુંદર રચના અદ્ભુત છે, ધરાની બાંધણી, મનહર કિલ્લા, અને વિહારે સ્થળ અતિ અદભુત છે, દરેક ભુવન વાસ્તુ શાસ્ત્રીના નિયમથીજ બાંધેલાં છે, તેની બજાર, ચાફ અને શેરીની રચના મનહર છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 438