Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 12
________________ આનંદ મંદિર, પ્રતાપ રાજા પોતાના પ્રતાપથી ઇચ્છિત મનોરથ પૂર્ણ કરવાને ભાગ્યશાળી થયો છે, તે ઉદ્યાનમાં પડાવ કરતાંજ એક પક્ષીએ મધુર સ્વર કરી તેના સ્નેહીને સમાગમ સૂચવ્યો હતો, તેથી પ્રતાપસિંહ વિશેષ ઉલ્લાસ પામી ત્યાં રહે છે. તેની મનેવૃત્તિમાં નિશ્ચય છે કે, આ દીપશિખા નગરીમાંથી કોઈ સ્નેહીને સમાગમ થવો જોઈએ. મહા પ્રતાપી પ્રતાપસિંહ તે શુભ શુકનના ફળની રાહ જો, અને દૂરથી દીપશિખા નગરીને મને હર દેખાવ નિરખતો ઉદ્યાનમાં રહેલ છે. આ તરફ રાજા દીપચંદ્ર મહેન્સવની પરિષદા વિસર્જન કરી, પિતાના પરમ સ્નેહી પ્રતાપસિંહને મળવા તૈયાર થયે, પિતાની ખાસ સેના તૈયાર કરી વાજિંત્રોના નાદ સાથે દીપચંદ્ર, પ્રતાપની સામો ઉદ્યાનમાં આવ્યું. દૂરથી તેને આવતા જોઈ પ્રતાપને પરમ હર્ષ થયો, અને પોતાના આગમનને કૃતાર્થ માનવા લાગ્યા. પ્રતાપસિંહ તંબુની બાહેર નીકળી જ્યાં સામે જવા તૈયાર થયે, ત્યાં તે ક્ષાત્રકુળદીપક દીપચંદ્ર રાજા ઉતાવળો ચાલી આવી પહોંચ્યો, અને તે પૂર્ણ સ્નેહથી પ્રતાપના ચરણમાં નમી પડે. પ્રતાપે બેઠે કરી, તેને ઉમંગથી આલિંગન કર્યું. સર્વ સમાજ તે બંને ભાવિક ભૂપતિઓની ભેટ જોઈ ખુશી થયો, પરસ્પર કુશળતા પુછયા પછી દીપચંદ્ર વિનયથી બોલ્યા–રાજેંદ્ર ! આપના આગમનથી હું કૃતાર્થ થયો છું. હવે ચરણકમળના રજથી મારી નગરીને પવિત્ર કરો, આપ ક્ષત્રિય કુળદીપક મહારાજાના પધારવાથી દીપશિખા નગરી પોતાના નામને આજે સાર્થક કરશે, માટે કૃપા કરી આપ નગરીમાં પધારે. દીપચંદ્ર રાજાનાં આવાં વિનય ભરેલાં વચનથી પ્રતાપસિંહની નગરી જવાની ઉત્કંઠા વિશેષ થઈ, અને આવા સન્માન સાથે નગર પ્રવેશ થવામાં પ્રથમ થયેલાં શુભ શુકનને તે સફળ માનવા લાગ્યો. આ ક્ષણવાર પછી કુશસ્થળીના મહારાજાને લઈ દીપચંદ્ર રાજા ચડી સ્વારીએ નગરીમાં આવ્યો. નગરીના રાજમાર્ગમાં તે પુરની અલૈકિક શભા જોવામાં આવી. એ સુંદર નગરીના કિલ્લાની શોભા અલોકિક હતી. ગૃહસ્થનાં મંદિરોની શ્રેણીઓ ગગન સાથે વાત કરતી હતી, નગરીના દરવાજ તોરણમાળાથી અલંકૃત હતા, સુંદર શેરીઓની રચના જાણે વિશ્વકર્માની કૃતિ હોય તેવી લાગતી હતી, ઉંચી ચંદ્રશાળાઓ નીચે નકશીદાર ઝરૂખા આવી રહ્યા હતા, હેમવર્ણ રંગની હવેલીઓમાં ગોખ એને ગલીચાની રચના આશ્ચર્ય ઉત્પન્ન કરતી હતી, ગવાક્ષમાંથી જોતી ગોર અંગવાળી ગરીઓનાં મુખથી આકાશ સેંકડે ચંદ્રની શોભા ધરતું હતું, ચોટામાં મળેલ લેકેની ઠઠ નગરીના જનસમૂહની સમૃદ્ધિ સૂચવતી હતી, હારબંધ આવેલી ધ્વજા પતાકાની પંક્તિઓ વિચિત્ર શોભા જણાવતી હતી, અર્ધ ચંદ્રાકાર અને ચતુરસ્ત્ર શેરીઓનો દેખાવ પ્રેક્ષની દૃષ્ટિમાં સુધા સિંચન કરતો હતે, દુકાનમાં ગોઠવેલી મહા મૂલ્યવાળી વસ્તુઓ પ્રત્યેક દટાને લલચાવી આકર્ષતી હતી, ઠામ ઠામ નવરંગિત વેશને ધારણ કરી રમણીઓ ફરતી હતી, ઉત્તમ અલંકારથી અલંકૃત થયેલી ગૃહસ્થની અબળાઓ મહારાજાની સ્વારી નીરખવાને પિતપતાના મર્યાદાવાળા સ્થાનમાં ઉમંગથી ઉભી હતી, કનકથી કમનીય એવી મુગ્ધ કન્યાઓ મહારાજાને દુખડાં લઈ વધાવતી હતી. શહેરીઓની સૈભાગ્યવતી સુંદરીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 438