Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 16
________________ ૧૦ આનંદ મંદિર, પ્રભુને તેણે ત્રિકરણ શુદ્ધિથી વંદના કરી, પિતાની ઉત્તમ ભાવના ભાવી હતી. રાજ દીપચંદ્ર પ્રતાપસિંહને પ્રસન્ન કરવા અનેક જાતની ગોઠવણ કરી હતી. મોટા ઠાઠ માઠથી નગરીમાં પ્રવેશ કરાવી, નગરીના વિશાળ રાજમાર્ગો શણગારવામાં આવ્યા હતા. પ્રત્યેક ચત્વર ઉપર મહારાજાને સન્માન આપવાને પ્રજા વર્ગનાં ગૃહસ્થોનાં મંડળ ગોઠવ્યાં હતાં, શેરીઓમાં આવેલી હવેલીઓમાં ઉભી રહેલી કુલીન કાંતા બંને નૃપતિઓને બહાલથી વધાવતી હતી. આ સુંદર દેખાવથી અને મધ્ય ભાગમાં આવેલા જિન ચૈત્યની વંદનાણી, રાજકન્યાના અવલોકનથી, રાજ સભાના સન્માનથી અને સુંદર ઉતારાની ગોઠવણથી કુશસ્થલીના મહારાજાને એટલે બધે આનંદ થયો છે, જે આનંદ તેના વિશાળ હૃદયમાં પણ સમાઈ શો નહિ પ્રકરણ ૫ મું. પટરાણીની પદવી. SિT જે પ્રાતઃકાળનો સમય હતો, દીપશિખા રાજધાનીમાં આનંદ ઉત્સવ સમાપ્ત થઈ રહ્યા હતા, રાજકુમારી સૂર્યવતીના લગ્ન પ્રસંગે આવેલા વિદેશી મિજમાને વિદાયગીરીના પિશાક લઈ પિતપોતાના સ્થાન પ્રત્યે જવા તૈયારી કરતા હતા. રાજા દીપચંદ્ર નીમેલા સરકાર મંડળ તરફથી સર્વ જાતની ગોઠવણ થતી હતી, સર્વની આગળ યોગ્યતા પ્રમાણે વરિષ્ટ વાહને હાજર થતાં હતાં, આહત ભકત સ્નાન મંગળ કરી જિન ચૈત્યની પૂજામાંથી પરવારી સ્વસ્થાન પ્રત્યે જવા ઉત્કંઠિત થતા હતા. આ સમયે મહારાજા પ્રતાપસિંહના ઉતારાને મેહેલ નવરંગિત શોભા ધરી રહ્યો હતો, તેના દ્વાર આગળ ભૈરવ રાગને દર્શાવનારાં વિવિધ વાજિંત્ર વાગી રહ્યાં હતાં. રાજા દીપચંદ્રની કુળદીપિકા સુર્યવતીએ કુશસ્થલી રાજધાનીનું રાણી પદ મેળવ્યું હતું. મહારાજા પ્રતાપસિંહ જેવા પ્રતાપી પતિના સમાગમના સુખથી એ સુંદરી સર્વ રીતે સાર્થક થઈ હતી. સૂર્યવતી જેવી સગુણ સુંદરીની ભેટ લઈ પ્રતાપસિંહ પિતાના આત્માને પુણ્યવાન ગણતો હતો. પિતાની આ મુસાફરીમાં તેણે માટે વિજય, મોટો લાભ, સર્વોત્તમ સમૃદ્ધિ અને સર્વ શ્રેષ્ટ વિલાસ પ્રાપ્ત કર્યો હોય, તેમ માનતા હતા. રાણી દીપવતી પિતાની પુત્રીને માટે નવા નવા પદાર્થો તેના સ્વતંત્ર મહેલમાં મોકલાવતી હતી. પ્રભાતમાં સુખ શયન પુછવાને રાણી દીપવતીની દાસીઓ ગમનાગમન કરતી હતી. રાજા દીપચંદ્ર પુત્રી સંબંધી સર્વ ચિંતામાંથી મુક્ત થઈ પિતાના યોગ્ય જામાતાની બરદાશ માટે અનેક જાતના ઉપચાર કરતે હો. ટુંકામાં એટલું કે, મહારાજ પ્રતાપસિંહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 438