Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 10
________________ આનંદ મંદિર. નગરી જેવાને જાય છે. તેઓએ કુચ કરી અહીં પોતાની છાવણી નાખેલી છે. તમારે તમારી કળા દર્શાવવા જે તેમને મળવું હોય તે, પેલા તંબુ વાંસે રહેલા પ્રતિહારને જણાવશે, એટલે તે તમને ત્યાં લઈ જશે. પેહેરેગીરે વિશેષમાં જણાવ્યું કે, અમારા મહારાજા કળા કૌશલ્ય ઉપર સદા ખુશી છે. તેમાં વળી આ તેમની મુસાફરી વધારે આનંદદાયક છે. જ્યારે મહારાજા પિતાની રાજધાનીમાંથી નીકળ્યા, તે વખતે તેમને શુભ શુકનેએ વધાવી લીધા હતા. વાજિત્રોના નાદ સાથે ચતુરંગ સેવાથી પરિવૃત થઇ નીકળતાંજ મહારાજાએ અગણિત દાન આપ્યાં હતાં. પ્રજાના આગેવાન ગૃહસ્થાએ તેમને પ્રયાણનાં મંગળ તિલક કર્યા હતાં, જળ ભરેલા કુંભાળી સૌભાગ્યવતીઓ પ્રથમ સામી મળી હતી, વાછડાવાળી ગાયે આગળ આવી શુભ સૂચન કર્યું હતું, તે વખતે નિધૂમ અગ્નિ, દર્પણ, મંગળપાઠ, શ્રેણીબંધ આઠ બળદ અને મલપતા અશ્વ સામા મળ્યા હતા. તે કાળે પવન અનુકુળ વાતો હતો, દિશાઓ નિર્મળ થઈ હતી, સર્વ ગ્રહ અનુકુળ હતા, શુભ નક્ષત્ર અને શુભ યોગ પ્રાપ્ત થયા હતા, અ ને પ્રવેશ બિલકુલ ન હતો, મધુ, મદિરા, મૃત્તિકા અને મંગલિક પદાર્થોનું દર્શન થયું હતું, કાક પક્ષી અને તેતર પક્ષિ વામ તરફ ગયાં હતાં, જમણી તરફ ભૈરવ બોલ્યા હતા, હરણ, શિયાળ વિગેરેએ પણ શુભ સુચના કરી હતી, માળીએ ફળ, તથા પુષ્પની માળા મહારાજાને અર્પણ કરી હતી, મંગળ કથક પુરોહિતે દધિ, છે અને કુંકુમ આગળ ધર્યા હતાં, ઉત્તમ શુભ શકુની પક્ષિઓએ મહારાજાને પ્રદક્ષિણાઓ કરી હતી. આવાં શુભ શુકનથી અમારા મહારાજાએ અતિ પ્રસન્નતાથી પ્રયાણ કરેલું છે, અને તેથી તેઓની આ મુસાફરી અતિ આનંદમય છે. આ પ્રસંગે તમારે મેળાપ સફળ થશે, અને તમારી કળાઓની તેઓ સારી કદર કરશેજ. પહેરેગીરનાં આવાં વચન સાંભળી, તે ચાર મુસાફર ખુશી થયા, અને તેની રા લઈ આગળ જઈ પ્રતિહારને મળ્યા, અને મહારાજાને પોતાના આગમન વિષે કહેવરાવ્યું. પ્રતિહારના કહેવાથી રાજાએ આજ્ઞા કરી કે, તેઓને સત્વર તંબુમાં પ્રવેશ કરાવો. નરપતિના આદેશથી પ્રતિહાર તેમને પટ મંડપમાં લાવ્યા. મહારાજાને વિનયથી પ્રણામ કરી, અને આશીષ આપી, તેઓ સન્મુખ ઉભા રહ્યા. તેમને પ્રણામ સ્વીકારી પ્રતાપસિંહ બે –તમે કેણ છો ? તમારાં નામ શું છે ? તમે શી શી કળા જાણે છે ? તમારે, ગુરૂ કોણ છે ? અને અહીં શામાટે આવ્યા છે ? તેઓ અંજલિ જોડી બલ્યા–મહારાજા ! અમે કુળાકુશળ ચાર મુસાફરો છીએ. ચતુર, કુશળ, સોમ, અને ગુણધર એવાં અમારાં નામ છે. તેમાંથી એક પુરૂષ બલ્ય – હું પક્ષીઓની ભાષા જાણું છું. બીજાએ કહ્યું, હું બીજાના મનની વાત જાણી શકું છું. ત્રીજે બે – પુરૂષ તથા સ્ત્રીનાં લક્ષણ જાણું છું. ચોથાએ કહ્યું, હું બ્રમની કળામાં પ્રવીણ છું. અમ ગુરૂ શ્રીગણધર બ્રાહ્મણ છે. આપ મહારાજાની ગુણજ્ઞતાની સીર્તિ સાંભળી અમે અહીં આ વ્યા છીએ. તમારા ચરણની સેવા કરવાની ઇચ્છા અમે રાખીએ છીએ. આપ ગુણી છે, તેથી ગુણીને ગુણ સાથે વસવું ગમે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 438