Book Title: Shreechand Kumar yane Anand Mandir Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana Publisher: Jain Dharm Vidya Prasarak Varg View full book textPage 9
________________ માર્ગમાં જે જોતાંજ હૃદયમાં અનહદ આનંદ ઉપજે છે. તેની મધ્યમાં એક જિનેશ્વરને રમણીય વિહાર આવે છે, નગરીના ચાર દરવાજાની આગળ દુકાનની એક સરખી શ્રેણી રહેલી છે, નગરીની ચારે દિશાઓમાં ક્રમવાર વર્ણનાં ઘરો ગોઠવેલાં છે, ઈશાન દિશામાં રાજકુટુંબ રહે છે, અગ્નિ દિશામાં વ્યાપારીઓ વસે છે, વાયુનુણમાં ક્ષત્રિીનાં સ્થાન છે, અને નૈ| ઋત દિશામાં બીજી તમામ કોમના લોકો વસે છે. તેની બહાર એક કમળ શ્રેણીઓથી. સુશોભિત પદ્મ સરોવર છે, ત્યાં પાષાણની સેતુઓ બાંધેલી છે, વાપિકા, કુવા, વાટિકા અને મને હર સ્થળો તેની આસપાસ આવેલાં છે. મહારાજા! એ દીપશિખા નગરીનું જેટલું વર્ણન કર્યું, તેટલું થોડું છે. તે નગરી આપને જોવા લાયક છે. આપ મહારાજાને જે કેતુક જોવાની ઈચ્છા હોય તે, તે નગરી જેવા અવશ્ય પધારવું. આપની સત્કીર્તિ સાંભળી હું ખાસ આપ મહારાજાને નિવેદન કરવા આવ્યો છું. પ્રકરણ ૨ જું. - માર્ગમાં pv SMS, GYAAwE રાબર મધ્યાન્હ કાળને, સમય છે, સરિતાના તીર ઉપર એક વિશાળ આ તંબુ ગોઠવ્યો છે, આસપાસ પહેરાગીર નગ્ન શસ્ત્ર ધરી ઉભા છે, કેટલાએક સરિતામાં સ્નાન કરવા જાય છે, કોઈ આસપાસથી વિવિધ E વસ્તુઓ લાવે છે, એક તરફ સૈન્યને મોટો પડાવ પડે છે, હાથી, ઘોડા, રથ, અને પેદલ રૂપે ચતુરંગ સેના એ વિશાળ તંબુની આસપાસ પડી છે, અનેક સુભટો કોલાહલ કરી રહ્યા છે, જાણે કોઈ નવીન નગર વસેલું હોય, તેમ છાવણીનો દેખાવ થઈ રહ્યા છે, વનનાં શીકારી પ્રાણીઓ ભય પામી દૂર નાશી ગયાં છે, વનસ્થલી પૂર્ણ રીતે પુરસ્થલી થઈ ગઈ છે. * આ સમયે કે ચાર પુરૂષ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. સુભટોની સેનારૂપ સરિતાને ઉલ્લંઘન કરી તેઓ છાવણીના મધ્ય ભાગમાં આવ્યા હતા. પિલા વિશાળ તંબુની પાસે આવતાં તેઓને પહેરેગીરે ક્યા, અને પુછ્યું કે, તમે કોણ છો ? તેઓમાંથી એક ચતુર પુરૂષે જવાબ આપ્યો–અમે કળા જાણનારા મુસાફરો છીએ. માર્ગમાં જતાં મહારાજાની છાવણ જોઈ અમને શિબિર પતિનાં દર્શન કરવાની ઈચ્છા થઈ છે, અમારી કળાના પરીક્ષક રાજા શિવાય કોઈ નથી, એવું ધારી અમે અહીં આવ્યા છીએ. આ મહારાજા ક્યાં છે? અને કોણ છે? તે જણાવશે તે કૃપા થશે. પહેરાગીરે કહ્યું, આ કુશસ્થલીના પ્રતાપી મહારાજ પ્રતાપસિંહ છે. તેઓ વરદત્ત નામના કોઈ મુસાફર વ્યાપારીના કહેવાથી ચતુરંગ સેના લઈ દીપશિખા નામની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 438