Book Title: Shokshaka Prakarana Part 2 Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ ४ षोडशकप्रकरणं મુનિ યશોવિજયના સાહિત્ય માટે વર્તમાનકાલીન વિદ્વાન સંયમીઓના ઉદ્ગાર જ શાસનસમ્રાટ ૫.પૂ. નેમિસૂરીશ્વરજીના સમુદાયના પરમપૂજય આચાર્યદેવ શ્રીમવિજય હેમચંદ્રસૂરિજી મ.નો અભિપ્રાય સુંશ્રાવક શા. કુમારપાળભાઈ જોગ ધર્મલાભ, તમે મોકલેલ સ્યાદ્વાદરહસ્ય (મધ્યમ) ગ્રંથ મળેલ છે. જયલતા (સંસ્કૃત) તથા રમણીયા (હિન્દી) વૃત્તિથી અલંકૃત આ ગ્રંથને જોતાંની સાથે જ એની પાછળનો કર્તાનો ભગીરથ પુરૂષાર્થ જણાઈ આવતાં વાર નથી લાગતી. આજે જ્યારે પ્રાય: બધાની પ્રવૃત્તિ ગુજરાતી ભાષાના પુસ્તકો લખવા/છપાવવા પાછળ જ હોય છે ત્યારે આવી સંસ્કૃત ટીકા રચવાનું તેઓએ કરેલું આ કાર્ય ખરેખર ઘણું જ અનુમોદનીય છે. આ કાર્ય માટે તેઓ સૌ વિદ્વાનોના અચૂક અભિનંદનના અધિકારી બન્યા છે. પૂજયપાદ પ્રધુમ્નસૂરિજી મ.નો અભિપ્રાય વિદ્વજનવલ્લભ મુનિગણશણગાર શ્રી યશોવિજયજી મ. તમો તો ભાઈ કમાલ કરી. ભાષારહસ્ય સંપાદિત કર્યું. વિવરણ લખ્યું. અનુવાદ કર્યો. પ્રકાશિત પણ કર્યું અને આ બધું માત્ર સાત વર્ષના પર્યાયમાં ! ખૂબ ખૂબ ધન્યવાદ. જીવતાં રહો અને શાસનનો જયજયકાર કરતા રહો. શાસન આવા જ જ્ઞાનપ્રેમી જ્ઞાનમાર્ગી પુરૂષોથી હજુ ૨૧ હજાર વર્ષ ટકવાનું છે. નામ તેવું જીવન બની રહેશે તેમાં શંકા નથી. જ વર્ધમાન તપની ૧૦૦ ઓળીના સમાચાધક (પરમપૂજ્ય પંન્યાસપ્રવર વિમલસેનવિજયજી મ.નો અભિપ્રાય સ્વોપજ્ઞટકાયત ભાષારહસ્ય ગ્રંથ પર “મોક્ષરત્ના' ટીકા તથા કુસુમામોદા' હિન્દી વિવેચન તૈયાર કરી જિજ્ઞાસુઓ, કે જે સંસ્કૃતવાંચન નથી કરી શકતા, જેઓ નવ્ય ન્યાયના વિષયમાં ચંચુપાત નથી કરી શકતા, તેઓ ઉપર એક મહાન ઉપકાર કર્યો છે. આ કાર્ય પાછળ તમારી ધગશ-મહેનત દાદ માગે તેવી છે. અને તેની ખૂબ ખૂબ અનુમોદના થાય છે. પૂ.ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો પર સંસ્કૃત ટીકા-હિન્દી ટીકા કરી પૂ. ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો લોકભોગ્ય બને તે માટેના તમારા પ્રયાસો અત્યંત પ્રશંસનીય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 250