Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 183
________________ કર્મનો બંધ ને ૯૦૦ થી જ ચઉં. તેઇ. બેઇ તેમજ એકે નામકર્મનો પણ બંધ પરાવર્તમાનભાવે ચાલુ થઈ જાય છે આવું માનતો હોય તો, પણ નહીં કે પૂર્વે જણાવેલું એ મુજબ ૯૦૦ થી ચઉ ૯૨૫ થી તેઇ ૯૫૦થી બેઇ ને ૯૭૫ થી એકે. જાતિનામકર્મનો પ્રારંભ થતો હોય એવું માનતો હોય તો. પણ જો તિર્યંચ-મનુષ્યોને ચઉ-વગેરેનો બંધ એક સરખા ૯૦૦ તુલ્ય અંતઃકોકા પ્રમાણ સાગરોથી ન થતા, ક્રમશઃ ૯૦૦, ૯૨૫ વગેરે જેવા ઉત્તરોત્તર મોટા અંતઃ કોન્કો થી થતો હોય, તો માત્ર ઈશાનાન્તદેવને જ આતપના જધ રસબંધનો સ્વામી કહેવો પડે. 50) ૩ પલ્યો.ના આયુબંધ વખતે તિર્યંચાયુ - મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ રસબંધ થાય છે. આ બે યુગલિક આયુષ્ય તથા બાકીની ૯ પ્રકૃતિઓ... દેવ, નારકી કે સમ્યક્ત્વી તિર્યંચ-મનુષ્યો બાંધતા નથી.. માટે આ ૧૧ના ઉ રસબંધના સ્વામી તરીકે મિથ્યાત્વી તિમનુષ્યો કહ્યા છે. 51) તિર્યંચધિક, છેવટ્યું.. આ ત્રણને આનતાદિ દેવો તથા તીવ્રસંક્લિષ્ટ તિ. મનુષ્યો બાંધતા નથી, માટે નારકી તથા સહસ્રારાન્તદેવો ઉત્કૃ રસબંધના સ્વામી છે. વળી ઈશાનાન્તદેવો તીવ્રસંક્લેશમાં એકે પ્રાયોગ્ય બાંધતા હોવાથી છેવ。 બાંધતા નથી, માટે એના ઉત્કૃ૰ રસબંધના સ્વામી તરીકે ૩ થી ૮ દેવલોકના દેવો તથા નારકી જ મળે છે. 52) ઉદ્યોત એ શુભપ્રકૃતિ હોવાથી એનો ઉત્કૃ॰ રસબંધ વિશુદ્ધિમાં થાય છે. વળી એ તિર્યંચપ્રાયોગ્ય બંધની સાથે જ બંધાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્તિ માટે યથાપ્રવૃત્તકરણાદિ કરે છે ત્યારે ઉત્તરોત્તર વિશુદ્યમાન હોવાથી દેવ કે મનુષ્ય પ્રાયોગ્ય બાંધે છે પણ તિર્યંચ પ્રાયોગ્ય બાંધતા નથી, ને તેથી ઉદ્યોત પણ બાંધતા નથી. પણ સાતમી નારકીનો જીવ તો તથાભવસ્વભાવે જ મિથ્યાત્વના ચરમસમય સુધી (ભલે ગમે એટલો વિશુદ્યમાન હોય તો પણ) તિર્યંચપ્રાયોગ્ય જ બાંધે છે ને તેથી ઉદ્યોત પણ બાંધી શકે છે. એટલે ઉદ્યોતના બંધકોમાં એ જ સૌથી વધારે વિશુદ્ધ હોવાથી ઉત્કૃ રસબંધક છે. ΟΥ ૧૦૦ Jain Education International શતક ગ્રન્થ પર ટીપ્પણો ....... For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236