Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 216
________________ પર્યાપ્તજીવના અપર્યાપ્ત અવસ્થામાં સંભવતા જઘન્યયોગ કરતાં અસંજ્ઞી પર્યાપ્ત જીવનો પર્યાપ્ત અવસ્થામાં સંભવિત જઘન્યયોગ (કે જેનાથી નરકપ્રાયોગ્ય બંધ થઈ શકે તે) 2 હોય છે. ગુણશ્રેણિઓ: 86) જીવ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ..આ ત્રણ કરણો કરીને સમ્યકત્વ પામે છે. અપૂર્વકરણનો પ્રારંભ થાય ત્યારેથી સાતે કર્મોમાં ગુણશ્રેણિ થાય છે. ધારોકે આ ૨૦૧ મો સમય છે. ૩૦૦ મા સમય સુધી અપૂર્વકરણ છે, અને ૩૦૧ થી ૩૫૦ મા સમય સુધી અનિવૃત્તિકરણ છે. ૪ સમયની આવલિકા છે. ૨૦૧મા સમયે, ઉદયપ્રાપ્ત વર્તમાન નિષેકમાં (અર્થાત્ ૨૦૧ માં નિષેકમાં) થોડું દલિક પડે છે. ૨૦૨ મા નિષેકમાં એના કરતાં a, ૨૦૩મા નિષેકમાં એના કરતાં પણ a. આમ ઉત્તરોત્તર aa ૩૮૦મા નિષેક સુધી જાણવું. ૨૦૧ મો નિષેક એ ગુણશ્રેણિનું મૂળ કહેવાય છે. અને ૩૮૦મો નિષેક એ શીર્ષ કહેવાય છે. ૨૦૧ થી ૩૮૦ = ૧૮૦એ ગુણશ્રેણિનો આયામ છે. આ ઉદયવાળી પ્રકૃતિઓ માટે જાણવું... એ વખતે જેનો ઉદયન હોય તેની ગુણશ્રેણિની રચના (૨૦૫મા નિષેકથી) ઉદયાવલિકાની ઉપરના પ્રથમ નિષેકથી થાય છે. ને શીર્ષ તો ૩૮૦મો નિષેક જ હોય છે.] જીવ જેવો ૨૦૨ મા સમયે આવે છે ત્યારે ૨૦૨ થી ૩૮૦મા નિષેક સુધી ગુણશ્રેણિ થાય છે. એમ ૨૦૩મા સમયે ૨૦૩ થી ૩૮૦સુધી ગુણશ્રેણી થાય છે. આમ ઉત્તરોત્તર સમયે જાણવું. અર્થાત્ શીર્ષ ઉપર ૩૮૦મા નિષેકે સ્થિર રહે છે, અને નીચેથી ગુણશ્રેણિનો ૧૧ નિષેક કપાતો જાય છે, તેથી આયામ પણ ૧-૧ સમય ઘટતો જાય છે. માટે આને ગલિતાવશેષ ગુણશ્રેણિ કહે છે. આમ કરતાં કરતાં અપૂર્વકરણ પૂર્ણ થાય છે. અનિવૃત્તિકરણનો પણ ઘણો ઘણો કાળ પસાર થઈ જાય છેને એકસંખ્યામાં ભાગ જેટલો કાળ બાકી રહે ત્યારથી અંતરકરણની ક્રિયાનો જીવ પ્રારંભ કરે છે. આ ક્રિયા પૂર્ણ થવા પર મિથ્યાત્વમોહનીયની સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છેને વચ્ચેના નિષેકો સર્વથા ખાલી થઈ જાય છે, એમાં મિથ્યાત્વમોહનીયનું એકપણ દલિક હોતું નથી. ૩૫૧ મા નિષેકથી શુરુ થતા આ શૂન્ય નિષેકોને અંતર ગુણશ્રેણિઓ ૨03 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236