Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 209
________________ આવે છે. જેના કરતાં એક ચતુર્થાંશ દલિક સાધિકદ્વિગુણ હોવું સ્પષ્ટ જ છે. તેમ છતાં અહીં એને V કહ્યું છે એમાં, ત્રણગુણ કે તેથી વધુ હોય તો જs કહેવું, નહીંતર v, આવી વિવક્ષા માનવી પડે છે. જ્ઞાનામાં કેવલજ્ઞાન સર્વધાતી છે. શેષદેશઘાતી ચાર પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ રસબંધ મન:પર્યવ-અવધિ-શ્રુત-મતિજ્ઞાનાવરણના ક્રમે વિશેષાધિક-વિશેષાધિક છે. માટે દલિકો પણ આ ક્રમમાં ઉત્તરોત્તર વિશેષાધિક-વિશેષાધિક મળે છે. દર્શનામાં સર્વઘાતીમાં ઉત્કૃષ્ટરસનો ક્રમ પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા, થીણદ્ધિ અને કેવલદર્શના. આ રીતે છે. માટે નવના બંધે દલિકો પણ આક્રમે ઉત્તરોત્તર વિશેષાધિક - વિશેષાધિક મળે છે. દેશઘાતીમાં ઉત્કૃષ્ટરસનો ક્રમ અવધિદર્શના, અચક્ષુ અને ચક્ષુ આ ક્રમે હોવાથી દલિકો પણ એ ક્રમે મળે છે. અંતરાયકર્મમાં દાના, લાભાઇ, ભોગા, ઉપભોગા, અને વીર્યાન્તરાય આ ક્રમે ઉત્કૃષ્ટ રસબંધ હોય છે અને તેથી એ ક્રમે ઉત્કૃષ્ટ પ્રદેશો મળે છે. આ બધા જ કર્મોમાં ઉત્કૃષ્ટ ભિન્ન રસ બંધાતો હોય ત્યારે પણ આ જ ક્રમમાં રસ બંધાતો હોવાથી એ વખતે પણ આ જ ક્રમમાં દલિકો મળે છે એ જાણવું હંમેશ માટે રસબંધ આજ ક્રમમાં અધિક-અધિક બંધાતો હોય છે એ જ એક કારણ બની રહે છે કે શ્રેણિમાં દેશઘાતી રસબંધનો પ્રારંભ પણ આ જ ક્રમમાં થાય છે. જેનો રસ ઓછો બંધાતો હોય તેનો રસબંધ વહેલો દેશઘાતી થઈ જાય એ સુગમ છે. આયુષ્ય તો જ્યારે બંધાય ત્યારે એક જ બંધાય છે અને ચારેયના બંધકાળે ઉત્કૃષ્ટ યોગ સંભવિત છે. માટે ચારેય ને પરસ્પર તુલ્ય દલિકો મળે છે. શેષ ૩ અઘાતી કર્મોમાં બધ્યમાન મૂળ-ઉત્તર પ્રકૃતિની સંખ્યા જ દલિકો ના અલ્પબદુત્વમાં મુખ્ય ભાગ ભજવે છે. 81) પ્રશ્નઃ મોહનીય કર્મના ભાગે આવતા સર્વધાતી દલિકોની વહેચણી કઈ રીતે થાય છે? ઉત્તર : પ્રથમ એના બે ભાગ પડે છે, એકભાગ મિથ્યાત્વમોહનીયને શતક ગ્રન્થ પર ટીપ્પણી - ૧૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236