Book Title: Sharda Ratna
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ અને સદ્દગુણ રૂપી નેગેટીવ અને પેઝેટીવ વાયરના તારો જ્યાં કામ કરી રહ્યા હોય ત્યાં જીવનમાં ઝળહળતા પ્રકાશની રોશની પ્રગટે તેમાં શું આશ્ચર્ય! તેમ આપણા શારદાબહેનને એક તરફ સુસંસ્કારી આદર્શ માતાપિતાના સંસ્કારનું સિંચન મળ્યું અને બીજી તરફ તેમના પૂર્વના સંસ્કારોના કિરણે પુરુષાર્થ દ્વારા પ્રકાશ પામતા ગયા. તે અનુસાર સ્કૂલમાં છે ગુજરાતી સુધીનો અભ્યાસ કર્યો અને સાથોસાથ જૈનશાળામાં જઈ ધાર્મિક - અભ્યાસ કરવા લાગ્યા. શારદાબહેન બાલપણમાં સ્કૂલમાં જાય છે, છતાં વિરક્ત ભાવમાં રહે છે. તેમની બાલસખીઓ શાળામાં રમતી હોય, ગરબા ગાતી હોય છતાં આ બાળા ક્યાંય રસ લેતી નથી. તેનું મન ક્યાંય ચોંટતું નથી. જેનશાળામાં આ બાળા ધાર્મિક અભ્યાસ માટે જાય છે. મહાન વીર પુરુષોની, સતીઓની કથાઓ સાંભળી તેનું મન કઈ અગમ્ય પ્રદેશમાં વિચારવા લાગે છે. ચંદનબાળા, નેમ રાજુલ, મલ્લીકુંવરી, મૃગાવતી, પદ્માવતી વિગેરે સતીઓની કથાઓ સાંભળી જૈનશાળામાં ભણતી બાળાઓને કહે કે સખી! ચાલે, આપણે દીક્ષા લઈએ. આ સંસારમાં કંઈ નથી. આવા મનભાવ બાલ્યાવસ્થામાં કુમારી શારદાબહેનને આવે છે. તેમાં પોતાની બહેન વિમળાબહેનના પ્રસૂતિના પ્રસંગે થયેલ મૃત્યુએ ચૌદ વર્ષની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચોટ અસર કરી. ખરેખર, માનવીની જિંદગીનો શો ભરોસો !! મૃત્યુ કઈ ક્ષણે આવશે તેની કેઈને ખબર નથી. આજની ક્ષણ સુધારવી એમાં માનવ જીવનની મહત્તા છે. આવા વિચારોથી આ બાળાનું મન દીક્ષા પ્રત્યે દઢ થતું હતું. માતાપિતાએ જાણ્યું કે બહેન શારદાનું મન સંસારભાવથી વિરક્ત બન્યું છે. તે સંસારના સ્વરૂપને લાવારસ સમાન માની આત્મકલ્યાણની કોલેજમાં દાખલ થવા માટે વિનય, નમ્રતાના કિંમતી અલંકારોથી સજ્જ બનવા મહાન ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની આશા સેવી રહી છે. માતાપિતાનું વાત્સલ્યભર્યું હૈયું પિતાની લાડલી વહાલસોયી દીકરીને ખાંડાની ધાર સમાન સંયમમાગે પ્રયાણ કરવા આજ્ઞા આપી શકતું નથી. શાસન શિરોમણ, આધ્યાત્મ યેગી પ્ર. રત્નચંદ્રજી ગુરુદેવને સમાગમ” –સંવત ૧૫ માં ખંભાત સંપ્રદાયના ગચ્છાધિપતિ, જિનશાસનના નમણી, ચારિત્ર ચુડામણી આચાર્ય બા.બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનું ચાતુર્માસ સાણંદમાં થયું. પૂ. ગુરૂદેવના ઉપદેશથી શારદાબહેનને વૈરાગ્ય વધુ દઢ બન્યો. ૫. ગુરુદેવને ખબર પડી કે વાડીલાલભાઈ શ્રાવકનું કન્યારત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે. તેથી તેમણે શારદાબહેનની કસોટી કરી. હે બહેન ! સંયમ માર્ગ એ ખાંડાની ધાર છે. એ માગે વિચરવું કઠીન છે. સંસારના સુખ અને રંગરાગ છોડવા સહેલા નથી. બાવીસ પરિષહ સહન કરવા મુશ્કેલ છે. બહેન ! તારી ઉંમર સાવ છોટી છે. આત્મોન્નતિનો માર્ગ ઘણી સાધના માંગે છે. તમે આ બધું કરી શકશે ? માતા-પિતાની શીતળ છાયા છોડી શકશે? માતાપિતા રજા આપશે? જુઓ, હવે વૈરાગી શારદાબહેનને જવાબ પણ કેવો વૈરાગ્ય ભર્યો છે ! તેમણે કહ્યું–ગુરૂદેવ ! મારી સંપૂર્ણ તૈયારી છે. (અંતરના ઉંડાણને અંતરંગ વૈરાગ્યને આ રણકાર હતો. જેને મન સંસાર અનર્થની ખાણ છે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 1058