Book Title: Sharda Ratna
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ પ્રખર વ્યાખ્યાતા, બાલ"બ્રહ્મચારી, વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીની જીવનરેખા “ પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન’ પવિત્ર ભારતભૂમિ એ અનેક વીરરત્નાની ખાણ છે. જે ભૂમિમાં અનેક તીર્થંકરા, કેવળી ભગવંતા અને શાસનના વીરલા અને હીરલા જેવા અનેક તેજસ્વી રહ્ના થયા છે, તેવા શાસન રત્નાથી આજે પણ આ ભૂમિ ઝળહળી રહી છે. તે રામાં એક છે જૈન શાસનમાં એક સાધ્વી તરીકે રહી જેમણે જૈન શાસનના ડંકા દેશે। દેશમાં વગાડી, જ્ઞાનની પરમ તેજસ્વી પ્રભા પ્રગટાવી અનેક સુષુપ્ત આત્માઓની ચેતના જાગૃત કરી અધ્યાત્મ માર્ગે વાળ્યા છે, જેમણે દિવ્ય જીવન જીવવાની કળાના અપૂર્વ એધપાઠ જગતને આપ્યા છે, જેમના નામથી આજે કાઈ પણ વ્યક્તિ અજાણુ નહિ હાય, એવા છે ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, શાસન રત્ના, મહાન વિદુષી ખા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી, સંત પુરુષાને જન્મ આપનાર માતા પણ અમર બની જાય છે. તારાઓના સમૂહ રૂપ હજારા બાળકાને જન્મ આપનાર અનેક માતાએ હાય છે, પણ સૂર્ય સમાન મહાન તેજસ્વી, યશસ્વી શાસન રત્નાને જન્મ આપનાર માતાએ વિરલ હાય છે. આદેશ માતા જ જૈન શાસનમાં ધર્મ ધુરંધર બની શકનાર આત્માઓને જન્મ આપી શકે છે, અને પેાતાના સંતાનાને વીરતાના, ધૈયતાના પાઠ પઢાવી, સદ્ગુણાના શણગારથી શણગારી સંતાનાની મહામૂલ્ય ભેટ જૈન શાસનને અર્પણ કરી શકે છે, તેથી આવા શાસન રત્ના સતીજીના જીવનની રૂપરેખા આલેખતા પહેલા તેમના જન્મદાતા માતા-પિતાનું આલેખન કરવાનું મન થઈ જાય છે. શાસનપ્રેમી ધર્મરસિક પિતા વાડીભાઈ તથા સદ્ગુણાથી શાભતા માતા શકરીબહેને જૈન શાસનને ઉજ્જવળ કરનાર અને સ`પ્રદાયની શાન વધારનાર, જીવન ઉદ્ધારક, પ્રતિભાશાળી, મહાન સતી રત્ન ખા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીને સ‘વત ૧૯૮૧ ના માગશર સુદ ૧૧ ના પવિત્ર દિવસે મધ્યરાત્રિએ સાણંદ શહેરમાં જન્મ આપ્યા. ખરેખર કાને ખબર હતી કે આ નાનકડી ખાળા ભવિષ્યમાં વીર પ્રભુના મહાન ત્યાગ માગે પ્રયાણ કરી પેાતાના સદ્ગુણુ–સુમનની સૌરભ સારી દુનિયામાં પ્રસરાવી, અમૃતવાણીના સિંચનથી ભવ્ય જીવાને મળતા દાવાનળમાંથી ત્યાગની શીતળ તપાવન ભૂમિમાં લાવી માતા-પિતાના નામને દુનિયામાં રાશન કરશે. આ ભાગ્યશાળી માતા શકરીબહેનને પાંચ દીકરીએ અને એ દીકરા હતા. જેમાં અત્યારે ચાર દીકરીએ અને એ દીકરા છે. આપણે તા મુખ્ય વાત જૈન શાસનને જયવંત રાખનાર શાસન દીપિકા ખા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીના જીવનની રૂપરેખા લખવી છે, તેથી તેમના જીવનના પ્રસંગેા વિચારીએ. શિશુવયને વટાવી બાલ્યવયના પ્રાંગણમાં પગ મૂકતા શારદાબહેનને તેમના ઉપકારી માતા પિતાએ સાણંદની ગુજરાતી શાળામાં અભ્યાસ અર્થે મોકલ્યા. જીન્નનમાં સુસંસ્કાર

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1058