Book Title: Sharda Ratna Author(s): Shardabai Mahasati Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh View full book textPage 8
________________ આપણા સંધના મૂકસેવક, સેવાભાવી, પાયાના પથ્થર સમાન, સંધના નલિને રેશન કરનાર, શ્રી સંઘને ઉન્નતિના શિખરે પહોંચાડનાર સતત સેવા આપનાર સંધના મંત્રી શ્રી અમૃતલાલ મગનલાલ ગાંધીના તા. ૬-૬-૮૧ ના રોજ થયેલ દુઃખદ અવસાનની નોંધ લેતા અમે અનહદ દુઃખ અનુભવીએ છીએ. (સ્વ.) ગાંધીના અવસાનથી શ્રી સંઘને ન પૂરાય તેવી ખોટ પડી છે. મહું મના આત્માને ચિર શાંતિ મળે તેવી અંતરની પ્રાર્થના આ પ્રકાશન પહેલા અમારા શ્રીસંઘે બા.બ્ર. વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજીના, પ્રખર વક્તા પૂ. વિનયચંદ્રજી મહા. સાહેબના, પૂ. સુમતિકુંવરજીના, પૂ. જયાબાઈ મહાસતીજીના, પૂ. વસુબઈ મહાસતીજી ના તથા બા. બ્ર. પૂ શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાને પુસ્તક રૂપે પ્રગટ કરેલ, જેને ઘણું સારે આવકાર મળેલ છે. શ્રી સંધના નામી, અનામી, પ્રત્યક્ષ કે પરોક્ષ સંધની દરેક પ્રવૃત્તિમાં સહકાર આપનાર તમામ સભ્ય ભાઈ બહેનને આભાર. પૂ. શ્રીના વ્યાખ્યાને હંમેશાં સૂત્ર સિદ્ધાંતને અનુસરીને થતાં હોય છે તેમ છતાં આ પુસ્તકમાં કઈ ક્ષતિ દેખાય તે એ શ્રવણ દોષ કે દૃષ્ટિદેષ સમજી વાચકે ક્ષમા કરે એ જ પ્રાર્થના. પૂ. શ્રીના શારદા સુધા, શારદા સંજીવની, શારદા માધુરી, શારદા પરિમલ, શારદા સૌરભ, શારદા, સરિતા, શારદા ત, શારદા સાગર, શારદા શિખર, શારદા દર્શન, શારદા સુવાસ, શારદા-સિદ્ધિ, આદિ પુસ્તકોનું પ્રકાશન થએલ છે જે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલ છે. પૂ. શ્રીના પરમ ઉપકારી ખંભાત સંના આત્મ જ્ઞાનના દિવ્ય જ્યોતિર્ધર, શાસન શિરોમણિ ગચ્છાધિપતિ, આચાર્ય સ્વ. બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના યત્કિંચિત ઋણમાંથી મુક્ત બનવા આ પુસ્તકનું નામ “ શારદા રત્ન” રાખવામાં આવેલ છે. આ શારદા રત્નની સુવાસ સર્વત્ર પ્રસરી રહે અને સૌ કોઈને સન્માર્ગે વળવામાં સહાયભૂત થાઓ એવી પરમ ભાવના સાથે વિરમીએ છીએ. 10 છે, શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ નગર શેઠને વંડો અમદાવાદ તા. ૧૦–૨-૮૨ લી. સંધસેવક હસમુખલાલ જીવણલાલ શાહ-પ્રમુખ ખીમચંદ છગનલાલ દોશી-ઉપપ્રમુખ જાદવજી મોહનલાલ શાહ-મંત્રી પ્રીતમલાલ કાનજીભાઇ શાહ-સહમંત્રી -Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 1058