Book Title: Sharda Ratna
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકનું નિવેદન શ્રી ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, જૈન શાસનના ઝળહળતા સિતારા બા.બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીનું સંવત ૨૦૨૮ નું ચાતુર્માસ શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંધના ઉપાશ્રયમાં થયું હતું અને ત્યાર બાદ પૂ. મહાસતીજી મુંબઈ પધારતા તેમનું બીજુ ચાતુર્માસ નવ વર્ષ બાદ મેળવવા આપણે શ્રી સંઘ મહાન ભાગ્યશાળી બને. બીજી વખત ચાતુર્માસ મળ્યાની મૂક સંમતિ મળતા શ્રી સંઘમાં ભારે ઉત્સાહ અને આનંદનું મોજુ ફરી વળ્યું. સંવત ૨૦૨૮ ના ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની સરળતા, ઉદારતા અને વ્યાખ્યાન આપવાની સુંદર સાદી શૈલીના મધુર સ્મરણે સૌ કોઈને આત્મ-મંદિરમાં જાગૃત હતા. તેમાં પૂ. મહાસતીજી તથા સતીવૃંદ ચાતુર્માસ પધારતા શ્રી સંઘે ઉત્સાહપૂર્વક તપ ત્યાગ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું. વીતરાગ વાણીનું મૂળ ત્યાગ અને તપની દિવ્યતા અને પરાકાષ્ટા ઉપર અવસ્થિત છે. અધિકારરૂપે પ્રરૂપેલા વ્યાખ્યાનોનું અર્થગાંભીર્ય સમુદ્રની માફક અતાગ અને અપાર છે, પૂ. મહાસતીજીની તેજસ્વી, ઓજસ્વી અને પ્રેરણાદાયક વાણી આમાની રસગંગાનું પયપાન કરાવે છે. પૂ. શ્રી ની વ્યાખ્યાનોલી સાદી, હૃદયસ્પર્શી, આધ્યાત્મભાવોથી ભરેલી અને સમજણ પડે તેવી હાઈ વીતરાગવાણી પર અવિચળ શ્રદ્ધા અને અપ્રતિમ ભક્તિ ઉદ્ ભવ્યા વગર રહે નહિ. પૂ. શ્રીના ચાતુર્માસના મંગલ પ્રવેશથી જ સતીવૃંદમાં માસખમણની ઉગ્ર તપશ્ચર્યા શરૂ થઈ, અને જે લગભગ ચાતુર્માસ પૂર્ણ થતાં સુધી ચાલુ રહી. ચાતુર્માસ પ્રવેશના મંગલ દિવસે બા. બ્ર. ૫ સુજાતાબાઈ મહાસતીજીએ મા ખમણ શરૂ કર્યું, ત્યાર બાદ બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી તથા બા. બ. પૂ. ઉવીશાબાઈ મહાસતીજીએ મા ખમણ કર્યા અને ત્યાર બાદ બા. બ્ર. પૂ. ભાવનાબાઈ મહાસતીજીએ અને પછી બા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજીએ મા ખમણ કર્યા. એવી રીતે શ્રી સંઘના ભાઈ-બહેનોએ વિપુલ સંખ્યામાં ધાર્મિક અનુષ્ઠાને, તપ, જપ શરૂ કર્યા. પૂ. શ્રીની પ્રભાવશાળી વાણી સાંભળવા જેન જૈનેતરે માનવ મહેરામણ ઉમટતા હતા. સૂત્રજ્ઞાનથી ઝળહળતી અનેક સૈદ્ધાંતિક તેમજ માનવજીવન ઉપયોગી દષ્ટાંતથી જાજવલ્યમાન વાણું હૃદય સોંસરી ઉતરી જાય તે તેમને પરમ પ્રભાવ છે. તેમની વાણી તેજસ્વી અને પ્રભાવશાળી હેઈ શ્રોતાઓ ઉપર ધારી અસર કરે છે. વળી જૈનેતર શાસ્ત્રોના અવતરણો પણ પિતાના વ્યાખ્યાનમાં ઉતારી તેઓ ઉપદેશની સ્યાદ્વાદપદ્ધતિને આદર કરે છે. જેઓએ મહાસતીજીની વાણી દ્વારા ઉપદેશામૃતનું પાન કર્યું હોય છે, તેઓ તેનું પુનઃ પુનઃ મનન કરવાને ઉત્સુક હોય છે, અને તે શુભ ભાવનાથી પ્રેરાઈને શ્રી સંઘે ચાતુર્માસ દરમ્યાન અપાતા આત્મા ઉપયોગી વ્યાખ્યાને પુસ્તક દ્વારા બહાર પાડવા માટેની વિનંતી પૂ. શ્રીને કરી, પણ પૂ. શ્રી તથા સતીઓએ કહ્યું કે વ્યાખ્યાન સંગ્રહ ઘણું બહાર પડી ચૂક્યા છે, એટલે હવે છપાવવા નથીઆ રીતે તેમણે પોતાની અનિચ્છા દર્શાવી પણ, શ્રી સંઘે તેની વિનંતી ચાલુ રાખી અને સૌના સાથ અને સહકારથી, મીઠી હુંફથી “શારદા રત્ન = પુસ્તક પ્રગટ કરવાનું સૌભાગ્ય શ્રી સંઘને સાંપડયું, તે માટે શ્રી સંધ ધન્યતા અનુભવે છે. ઘણું ક્ષેત્રે સાધુ-સાધ્વીના લાભથી, વીરવાણી સાંભળવાથી વંચિત રહે છે, તેમના સૌના માટે વ્યાખ્યાનનું વાંચન, મનન આશીર્વાદરૂપ બની રહે છે. - આ વ્યાખ્યાન સંગ્રહ “ શારદા રત્ન માં પૂ. શ્રી એ ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયન નમિ રાજર્ષિ અને અધિકાર અને સૌને આત્મિક રસપાન કરાવતું “સાગરદત્ત” ચરિત્ર ફરમાવેલ છે. આ અધિકાર ખૂબ વૈરાગ્યભાવથી સભર, તત્વજ્ઞાન અને તેના અનેક પાસા સાથે ગૂંથીને વિશિષ્ટ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1058