Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 8
________________ કાર્ય માટે અટકી જવું પડે છે. આવી સ્થિતિ હોવા છતાં નહિં પ્રકાશન પામેલ તીર્થકર ભગવાનના ચરિત્રના પ્રકાશનના કાર્યો તે શરૂ જ રાખેલ છે. ક્રમે ક્રમે આવા આલાદજનક સુંદર દેવાધિદેના ચરિત્ર વાંચી આનંદ વ્યક્ત કરવા સાથે અપ્રકટ બીજા ભગવંતના ચરિત્રો જેમ બને તેમ વેલાસર પ્રકટ કરવા અમારા માનવંતા સભ્ય અને શ્રદ્ધાળુ વાંચક તરફથી અનેક સૂચનાઓ પત્ર દ્વારા આ સભાને વારંવાર મળે છે, તેમ આવા ચરિત્રો પ્રકટ કરવા શ્રીમંત શ્રદ્ધાળુ બંધુઓ તરફથી તેમાં કંઈ ને કંઈ આર્થિક સહાય આપી, તે તે બંધુઓ સુકૃતની લક્ષમીને સદ્દઉપયોગ કરી, જ્ઞાનસાહિત્યની ભક્તિ કરી, આત્મકલ્યાણ સાધી માનવ ભવ સફળ કરે છે. તે જ રીતે આ સોળમા તીર્થંકર ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુ કે જે માતાના ગર્ભમાં આવતાં જ જગતમાં વ્યાપિ રહેલ મહામારી(અશિવ) દૂર થતાં સર્વત્ર શાંતિ થઈ હતી, વળી શ્રી શાંતિનાથ પ્રભુ અનુપમ દયાના સાગર, અતુલ અને પ્રબળ પુણ્યવંત ભગવંત થયેલા છે. તેમનાં બારે ભવેનું વિસ્તારપૂર્વક વર્ણન આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. દરેક ભામાં પ્રબલ પુણ્ય કેવું હતું ? આગલા ત્રીજા મેઘરથ રાજાના ભવમાં તે એક પારેવા જેવા તિર્યંચને બચાવવા, પોતાના દેહનું બલિદાન આપી જીવદયાનું અપૂર્વ, અમૂલ્ય, અનુપમ દષ્ટાંત બેસાડેલ છે. દરેક ભમાં સંપત્તિ, વૈભવ, પોપકાર વૃત્તિ અને પરમ ધર્મપ્રેમ તેમજ મેળવેલ ઉત્કૃષ્ટ પદવીઓના વૃત્તાંતે સાથે તે તે ભમાં સંબંધ રાખતી અન્ય અનેક અંતર્ગત સુંદર કથાઓ વિદ્વાન આચાર્ય મહારાજે ઉપદેશદ્વારા આપેલ છે, સાથે અન્ય વિવિધ વિષયે અને છેલ્લા તીર્થંકર પ્રભુના ભાવમાં મનુષ્ય અને દેએ પંચકલ્યાણકમાં કરેલ અપૂર્વ ભક્તિ, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સમવસરણમાં બિરાજી સમ્યક્ત્વ અને બાર વ્રતો અને તે દરેક ઉપર આપેલ વિવિધ કથાઓ વગેરેનું દેશનામાં કરેલું યથાસ્થિત નિરૂપણ અને અમૃતધારારૂપી ઉપદેશવડે અનેક જીવોએ સાધેલું આત્મકલ્યાણ એ સર્વ વર્ણન વગેરે માનપૂર્વક વાંચવા, વિચારવા લાગ્ય તથા અનકરણીય હોવાથી ફરી ફરી વાંચવા જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે અને છેવટે આત્મકલ્યાણ પણ સધાય છે. આટલું પ્રસ્તાવનારૂપે જણાવી હવે આ ગ્રંથને ટૂંક પરિચય આપીયે છીયે. ગ્રંથ પરિચય. પ્રથમ શ્રી શાંતિનાથ ભગવાનને મેક્ષમાં પધારતાં સુધીમાં કેટલા ભવો થયા તેનું વર્ણન, તેમજ તીર્થકર ભગવાનની જન્મભૂમિ શ્રી હસ્તિનાપુર નગરની એતિહાસિક દૃષ્ટિએ અતિ પ્રાચીનતા અને પૂજ્ય તીર્થભૂમિ તરીકે તે કેમ ગણાય છે તે હકીક્ત અહિં વાંચકેની જાણ માટે આપવી એગ્ય લાગે છે. શાસ્ત્રકાર મહારાજ શ્રી તીર્થકર ભગવાનની ભવની ગણત્રી સમ્યફવ પામે ત્યારથી ગણવા જણાવે છે. તે પ્રમાણે શ્રી શાંતિનાથ પ્રભુના એક્ષપ્રાપ્તિ સુધીમાં બાર ભ થયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 304