Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 11
________________ ભગવતીસૂત્રમાં હસ્તિનાપુરના બલરાજાના પુત્ર મહાબલને ઉલ્લેખ છે. તેમણે ધર્મષ મુનિ પાસે દીક્ષા લીધી હતી અને પાંચમા દેવલોકમાં ગયેલ છે. નિરયાલીસૂત્રમાં હસ્તિનાપૂરના ગૃહપતિને ઉલ્લેખ છે, તે પ્રથમ દેવલેકમાં સંજમ લઈ ગયેલ છે. અણુતવાઈદસાઓમાં પિટ્ટલ નામના શ્રાવકને ઉલ્લેખ છે, જેમણે શ્રી મહાવીર દેવ પાસે દીક્ષા લીધી હતી. શિવરાજ પ્રથમ આ નગરીમાં તાપસ થયેલ. તેણે મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને સ્વર્ગે ગયો હતે વગેરે છે. હાલ ત્યાં શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર અને ધર્મશાળા છે. તીર્થંકર ભગવાનના કલ્યાણકે, આવાગમને, સત્વશાળી પુરષો, મેક્ષગામી પુરુષ, ભવ્યાત્માઓની જન્મભૂમિ વગેરેથી પૂજ્ય તીર્થભૂમિ જેમ ગણાય છે તેમ ઐતિહાસિક દૃષ્ટિએ અતિ પ્રાચીન પણ છે. પ્રસ્તાવ ૧ લે. (પા. ૧ થી પા. ૧૬ સુધી.) ( પ્રભુના ત્રણ ભવનું વર્ણન ) ગ્રંથકાર આચાર્ય મહારાજ પ્રથમ મંગલાચરણુરૂપે શ્રી અરિહંતરૂપી લક્ષ્મીની સેવા કરવા માટે પ્રથમ શ્રી આદિનાથ, અત્યંતર છ શત્રુના ઉપસર્ગો-પરિષહેવડે જે છતાયા નથી તેવા શ્રી અજિતનાથ પ્રભુ અને જગતના ઉત્પાત ( અંધકાર)ને નાશ કરનારા સુવર્ણ જેવી મનહર કાંતિવાળા શ્રી શાંતિનાથ પ્રભુ કે જેના બાર ભવો શ્રોતાજનોને સુખ કરનારા છે તેમનાં વિવિધ ગુણવડે સ્તવના કરી શ્રી શાંતિનાથ પ્રભુનું ચરિત્ર કહે છે. આ જબૂદીપના ભરતક્ષેત્રને વિષે રત્નપુર નામના નગરમાં શ્રીષેણ (પ્રભુને પ્રથમ ભવ) નામના રાજાને અભિનંદિતા તથા સિંહનદિતા નામની બે રાણીઓ છે. એક દિવસ અભિનંદિતા રાણી પિતાના ઉસંગમાં રહેલા સંપૂર્ણ કિરણવાળા ચંદ્ર, સૂર્ય બંને એકી સાથે સ્વપ્નામાં જુએ છે તેનાં ફળરૂપે તે રાણીને એકી સાથે બે પુત્ર જન્મે છે જેનું ઇન્દુષણ અને બિન્દુષેણ એમ અનુક્રમે નામ પાડવામાં આવે છે. આઠ વર્ષની વય થતાં કળાચાર્ય પાસે કળાને અભ્યાસ કર્યા પછી તે બને રાજપુત્રો અનુક્રમે યૌવન વયને પામે છે. આ નગરમાં સત્યકિ નામને ઉપાધ્યાય હતે જેને જબુકા ની ભાર્યા અને તેની કક્ષિથી ઉત્પન્ન થયેલ સત્યભામા નામની પુત્રી હતી. આ જ ભરતક્ષેત્રને વિષે અચળગ્રામ નગર જ્યાં વેદ વગેરે જાણનાર ધરણીજટ નામને ઉત્તમ બ્રાહ્મણ હતા જેની યશોભદ્રા નામની પ્રિયા હતી. તેનાથી ઉત્પન્ન થયેલ નંદિભૂતિ તથા શ્રીભૂતિના બે પુત્રોને વેદ વગેરેને અભ્યાસ કરાવતે હતું. પોતાની કપિલા નામની દાસીથી ઉત્પન્ન થયેલ કપિલ નામને પણ એક પુત્ર તે ધરણીજને હતું. તે જાતિહીન હોવા છતાં બુદ્ધિમાં અધિક હતા. તે પિતાને આત્માને ઉત્તમ માનતે. ફરતા, ફરતા તે એક દિવસ રત્નપુરમાં આવે છે, અને સત્યકિ નામને ઉપાધ્યાય તેને વિદ્વાન માની પિતાને ઘેર રાખી પિતાની પુત્રી કપિલની સાથે પરણાવે છે. એક વખત વર્ષાઋતુ આવતાં કપિલ રાત્રિના નાટક જોવા જાય છે, વળતાં અંધકાર હોવાથી વરસાદને લઈને પિતાનાં કપડાં ભિંજાશે તેમ ધારી અક્કલહીન કપિલ સર્વ વા બગલમાં મારી ઘેર આવતાં તેની સ્ત્રી સત્યભામા તેની ચર્ચા જોઈ પોતાનો પતિ અકલિન( હલકા કુળનો ) છે તેમ જાણું હૃદયમાં અત્યંત ખેદ પામે છે. કેટલાક દિવસ પછી કપિલનો પિતા વિદ્વાન છતાં કર્મષે ગરીબી હાલતમાં આવી જતાં રત્નપુરમાં સત્યકિ ઉપાધ્યાયને ત્યાં આવી ચડે છે. ભોજન વખતે કપિલથી જુદે બેસી ભોજન કરતાં તેના પિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 304