Book Title: Shantinath Prabhu Charitra Author(s): Ajitprabhacharya Publisher: Atmanand Jain Sabha View full book textPage 9
________________ : ૪ : ૧. શ્રીષણ રાજા, ૨. યુગલિક, ૩. સધર્મ દેવલોકમાં દેવ, , વૈતાદ્ય પર્વત પર અમિતતેજ રાજા, ૫. પ્રાણુત દેવલોકમાં દેવ, ૬. મહાવિદેહમાં અપરાજિત નામના રાજા, ૭. અમ્યુરેંદ્ર દેવ, ૮. વાયુદ્ધ ચકી, ૯. ત્રીજે વેયક દેવ, ૧૦. મેધરથ રાજા, ૧૧. સર્વાર્થસિદ્ધમાં દેવ અને ૧૨. શ્રી સેળમાં શાંતિનાથ જિનેશ્વર-એ રીતે બાર ભ છે. ઉત્તમ આત્માઓ દરેક ભામાં ઉત્તમ સ્થાને, ઉત્તમ કુળમાં, અતુલ વૈભવવડે, ઉત્તમ પુરુષના કુળદીપક, પુત્રપણે જન્મે છે, તેમ શ્રી શાંતિનાથ પ્રભુના દરેક ભવમાં દેખાય છે, જેથી આખું ચરિત્ર પ્રશંસનીય અને પુણ્યબળવાળું જોવાય છે. શ્રી શાંતિનાથ જિનેશ્વર બાર ભાવોમાં બે વાર તીર્થંકર દેવના પુત્ર થયા, બે વખત ચક્રવર્તી પદ પામ્યા, એક વાર બળદેવ થયા અને છેલ્લા બે તીર્થકર ભગવાન થયા. આવી ઉત્તમતા, ઉચ્ચતા, શ્રેષ્ઠતા, અપૂર્વતા કઈક અપૂર્વ પુણ્યવાન આત્માને પ્રાપ્ત થાય છે, તે અનેક વિશિષ્ટતાવડે આ ચારિત્રની અતિ મહત્વતા જણાય છે. વળી સાથે બીજી અનેક ભૂત, ભવિષ્યકાળની કથાઓ સાથે વિવિધ બાબતના વણને સાથે આ આખું ચરિત્ર પ્રતિભાશાળી અને ગૌરવવંત અને પ્રશંસનીય છે. વળી પ્રભુના દરેક ભાનું વર્ણન વાંચતા પ્રભુના જીવનની એકલી ઉજજવલતા સિવાય કંઈ પણ (ઉપસર્ગો, વિડંબનાએ એવું કંઈ પણ) જણાતું નથી. ચક્રવર્તીપણે છ ખંડ સાધવામાં પણ લેશમાત્ર પ્રયાસ કરે પડ્યો નથી અને છેવટે અનેક ભવ્યજીવોનું ક૯યાણ પાંત્રીસ પ્રકારની સત્ય વાણીવડે કર્યું છે, અને જેમના પવિત્ર નામસ્મરણુવડે રોગ-ઉપદ્રવાની પણ શાંતિ થાય છે.. ઘણે ભાગે દરેક સાહિત્યરચનામાં પ્રથમ મંગળાચરણરૂપે જેમના નામનું સ્મરણ કરાય છે, એવા શ્રી શાંતિનાથ જિનેશ્વરની તે જન્મભૂમિ હસ્તિનાપુરનગરી પણ તેવી પવિત્ર તીર્થભૂમિ, અને પરંપરાએ ઐતિહાસિક દૃષ્ટિએ અતિ પ્રાચીન નગરી મનાયેલી છે, જ્યાં અન્ય તીર્થંકર પ્રભુએ ચક્રવર્તીઓ અને અનેક સત્ત્વશાળી પુરુષ થઈ ગયા છે જેને લઈને પ્રાચીન ઐતિહાસિક ભૂમિ ગણાય છે તે હકીકત પણ જણાવવી તે અસ્થાને નથી. આ નગરી શ્રી શાંતિનાથ પ્રભુની જન્મભૂમિ છે. સાડી પચીશ આર્યભૂમિ જબૂદીપમાં કહેવાય છે તે માંહેના કુરુક્ષેત્રનું તે પાટનગર છે. શ્રી આદિનાથ પ્રભુના સે પુત્રમાં એકવીશમાં પુત્રનું નામ કરુ હોવાથી તેમના નામથી આ ક્ષેત્રનું નામ પડયું છે. તેની રાજધાની ગજપુર અથવા હસ્તિનાપુર છે. શ્રી ઠાણુગ વગેરે સૂત્રમાં પણ તે નામ છે. કુમ્ના પુત્ર હસ્તિએ આ નગર વસાવ્યાનું વિવિધ તીર્થકલ્પ વગેરે ઐતિહાસિક ગ્રંથમાં આપેલા છે. તેના બીજા નામો ગયપુર, ગાયનગર, દૃથિviદૂર, સ્થિfપુર વગેરે અન્ય પ્રાકૃત ગ્રંથમાં પણ છે. ત્યાંના રાજા વિશ્વસેન શ્રી શાંતિનાથ પ્રભુના પિતા હતા, તેમ વસુદેવ હિંડી ગ્રંથમાં પણ જણાવેલું છે. બદ્ધ ગ્રંથમાં પણ કુરુદેશનું નામ છે. પાલી સાહિત્યમાં ૮૦૦૦ જોજન તેને વિસ્તાર બતાવે છે. વસુદેવ હિંડીમાં તે નગર ભાગીરથી( ગંગા નદી)ના કિનારા પર બતાવેલ છે; પરંતુ કેટલાક વખતથી ગંગા નદીનું વહેણ બદલાયેલ હોવાથી હાલ બુઢી ગંગાની વર્તમાન ધારાથી લગભગ માઈલ દૂર છે અને તે બુઢી ગંગા ગઢમુકતેશ્વર ગામ પાસે ગંગાને મળે છે. હસ્તિનાપૂર બુઢી ૧. આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ મહારાજ રચિત “હસ્તિનાપુર” ના આધારે. ૨. આ ગ્રંથ મૂળ ભાષાંતર સહિત આ સભા તરફથી છપાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 304