Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 14
________________ ભવમાં ભગવ્યા વગર જીવને છૂટકે થતો નથી કે જેના ઉપર આ કથા આપવામાં આવી છે. આ ધર્મકથા ગુરુ પાસે સાંભળી શ્રીષેણ રાજાએ સમ્યક્ત્વપૂર્વક બાર વ્રત ગ્રહણ કર્યા અને તેની રાણી અભિનંદિતા વિશેષ વિશેષ ધર્મ કરવા લાગી. કેશંબી નગરીના બલભૂપ રાજા પોતાની શ્રીકાન્તા નામની પુત્રી ઇન્દુષણને આપવા મોકલે છે, તેના અત્યંત રૂપવડે ગ્રીષેણ રાજાના બંને પુત્રે પરસ્પર યુદ્ધ કરતાં જોઈ, ભદ્રિક શ્રીષેણ અટકાવવા અશક્ત હેઈ, સભા અને પ્રજામાં પોતાની નાલાશી થશે તેમ જાણું, તે રાજા પિતાની રાણીઓને જણાવી રાણીઓ સહિત વિષમિશ્રિત કમલ સુંઘી, પંચ નમસ્કારનું સ્મરણ કરતાં મરણને શરણ થાય છે. સત્યભામાં પણ તેમ કરે છે. પછી આ ક્ષેત્રના મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુક્ષેત્રમાં તે ચારે છવો યુગલિક થાય છે. શ્રીષેણના બન્ને પુત્ર જ્યાં યુદ્ધ કરે છે ત્યાં ચારણ મુનિ પધારે છે અને ઉત્તમ કુળમાં જન્મેલા અને ચરમ શરીરવાલા યુદ્ધ કરતા શરમાતા નથી તેમજ માતપિતાના ઝેર ખાઈ મરણ પામવાનાં કારણુ થયા માટે તમને ધિક્કાર છે તે ફીટકાર આપે છે, તેથી તે સ્ત્રીને કરી, મનિને વંદન કરી, કાઈ કટેબીને રાજય આપી, ચાર હજાર મનુષ્યોવડે બંને ભાઈઓ ધર્મચિ મનિ પાસે દીક્ષા લઈ. છેવટે ઉગ્ર તપ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં જાય છે. શ્રીષેણ રાજા વગેરે ચારે યુગલિક ભવમાંથી એવી સૌધર્મ દેવલોકમાં જાય છે. આ રીતે આ પ્રથમ પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથ પ્રભુના ત્રણે ભવોનું વર્ણન બતાવવામાં આવ્યું છે. હવે પછી બીજા પ્રસ્તાવનું આચાર્ય મહારાજ વર્ણન કરે છે. બીજો પ્રસ્તાવ ( પા. ૧૭ થી પા. ૪૨ સુધી.) (શ્રી શાંતિનાથ પ્રભુના ચેથા તથા પાંચમા ભવનું વર્ણન.) વૈતાદ્ય પર્વત ઉપર ઉત્તરશ્રેણીમાં રથનપુરચકવાલ નામના નગરમાં જવલનટી નામના વિદ્યાધર રાજાને વાયુવેગા નામની પ્રિયા, અકીર્તિ નામને પુત્ર અને સ્વયંપ્રભા નામની પુત્રી હતી. કેઈક દિવસ આકાશમાં ગમન કરનાર શ્રી અભિનંદન અને જગન્નદન નામના શ્રેષ્ઠ મુનિઓ ત્યાં પધાર્યા. પુત્રી સ્વયંપ્રભાએ મુનિઓ પાસે ધર્મ સાંભળી પર્વ દિવસે પૌષધવ્રત લીધું. તેના પારણાને દિવસે ગૃહમંદિરમાં જિનેશ્વરની પૂજા કરી પિતાની પાસે જઈ પૂજાની શેષ આપી. કુંવરીને ઉસંગમાં બેસારીને રાજા મનમાં વિચાર કરે છે કે કોણ વિદ્યાધર આને ભર્તા થશે? તેમ વિચારી પિતાના મંત્રીઓને બોલાવી જણાવતાં પ્રથમ સુક્ષત નામનો મંત્રી રત્નપુર નગરના મયગ્રીવ વિદ્યાધરને અશ્વશીવ નામનો પુત્ર જે પ્રતિવાસુદેવ છે તેને આપવા કહેતાં બહુશ્રુત નામને બીજ મંત્રી વૃદ્ધવયવાળો જણાવી ને કહે છે. ત્રીજો સુમતિ નામને મંત્રી પ્રભંકરા નગરીના મેઘધન રાજાની મેઘમાલિની સ્ત્રીને વિદ્યભ નામને પુત્ર છે તે તમારી કુંવરીને ગ્ય છે, અને તેની તિર્માલા નામની પુત્રી તમારા કુમારની પત્ની થવા યોગ્ય છે, અને શ્રુતસાગર મંત્રી સ્વયંવર કરી આપવા યોગ્ય છે તેમ કહે છે. એમ જુદા જુદા વિચાર જાણી રાજા સંભન્નશ્રોત નામના વિદ્વાન જોશીને બોલાવી પૂછતાં તે જણાવે છે કે-હે રાજન ! પોતનપુરના રાજા પ્રજાપતિને ત્રિપૃષ્ટ અને અચળ નામના બે પુત્ર છે, જે આ ભરતક્ષેત્રમાં વાસુદેવ અને બલદેવ થવાનાં છે. તે આ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને મારી નાંખશે એમ મેં મુનિએ પાસેથી જાણ્યું છે. મારા જ્ઞાનવડે જણાવું છું કે ત્રિપૃષ્ઠ આપને વિદ્યાધરેશ્વરપણું આપશે અને આ સ્વયંપ્રભા તેની અગ્રમહિષી થશે. તેમ કહી વિદાય થાય છે. રાજા મરિચી નામના દૂતને પોતનપુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 304