Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 12
________________ ધરણીજને જોઈ સત્યભામાં તેને સોગંદપૂર્વક પૂછતાં સર્વ હકીકત જાણે છે અને બુદ્ધિશાળી સત્યભામાં તેનાથી છટા પડતા તેમ પોતાના શીલનું રક્ષણ કરવા તે નગરના શ્રીષેણ રાજાની પાસે પોતાનાં દુઃખની હકીકત જાહેર કરે છે. શ્રીષેણ રાજા કપિલને બોલાવી સત્યભામાને છૂટી કરવા જણાવે છે, પરંતુ તે નહિ માનવાથી ન્યાયી શ્રીષેણ રાજા પિતાની રાણુ પાસે તેનાં શીલનું રક્ષણ કરવા રાખે છે. ભૂતકાળમાં રાજાએ પણ પ્રજાને પુત્રવત ગણી દરેક સમયે રક્ષણ આપતા હતા. તેવામાં પૃથ્વી પાવન કરતાં વિમળબોધ નામના સુરિ ત્યાં પધારે છે. ત્યાં શ્રીષેણ રાજા આચાર્ય મહારાજને વંદન કરવા આવે છે. જયાં સૂરિમહારાજ ધર્મારાધનમાં પ્રમાદ નહિ કરવા ઉપદેશ આપે છે અને પ્રમાદરહિતપણે આરાધનથી સુખ પામેલ મંગળકુંભ કે ઉત્તમ પુજ્ય શ્લાઘા કરવાલાયક છે તેની કથા કહે છે. ઉજજ્યની નામની નગરીને વિષે વૈરસિંહ નામને રાજા અને તેને સોમચંદા નામની રાણી હતી. જ્યાં ધનદત્ત નામનો શ્રેણી હતું તેને સત્યભામા નામની સ્ત્રી હતી. પિતાને પુત્ર નહિ હોવાથી તે ચિંતાતુર રહે છે. તેને શ્રેષ્ઠી ચિંતા નહિં કરતાં ધર્મનું સેવન કરવાથી પુત્ર પ્રાપ્તિ થશે તેમ જણુ છે. દેવ, ગુરુ, ધર્મની સેવા કરતાં શાસનદેવ પ્રગટ થઇને શ્રેષ્ઠીને પુત્ર થવાનું વરદાન આપે છે. સત્યભામાં કેટલાક દિવસ પછી અષ્ટમંગળથી ચિત્રલે સુવર્ણકુંભ વનમાં જુએ છે તે સ્વપ્નથી સૂચિત કેટલાક દિવસ પછી પુત્ર જન્મે છે જેનું સુવર્ણકુંભ નામ પાડે છે. એગ્ય વયે કળા અભ્યાસમાં તે તૈયાર થાય છે. તે સમયે તે જ ક્ષેત્રમાં ચંપાનગરી અને તેને સુરસુંદર નામને રાજા છે, જેને ગુણાવલી નામની રાણીએ પિતાના ઉસંગમાં કલ્પલતા જઈ તે સ્વપ્નથી સુચિત એક પુત્રી જન્મે છે, તેનું કૈલોકયસુંદરી નામ પાડે છે. તે કુંવરી યોગ્ય વયની થતાં પૂર્ણ પ્રેમને લઈને માતાપિતા પોતાની પાસે રહે તેમ ધારી તે નગરના મંત્રી પુત્રને લોયસુંદરી આપવી તેમ વિચારી મંત્રીને જણાવે છે. મંત્રીની તે માટે ઘણી આનાકાની છતાં રાજા આગ્રહ કરે છે. મંત્રી પિતાના પુત્રને કઢને વ્યાધિ હોવાથી તે ખેદ પામે છે. મંત્રી નિરેગી કરવા માટે કુલદેવતાનું આરાધન કરે છે. કુલદેવતા પૂર્વે કરેલાં કર્મને અન્યથા કરવા દેવો પણ શક્તિમાન નથી તેમ જણાવતાં અન્ય કોઈ સુંદર આરોગ્યવાન પુરુષને લાવી આપે તેમ તેની સાથે કુંવરીનું લગ્ન કરવા અને પછી પિતાના પુત્રને સોંપીશ તેમ કરવા જણાવતાં તેમ કરવા કુલ દેવતા વરદાન આપે છે. અહિં પોતાના નગરમાં પુષ્પ લેતાં મંગળકળશને જોઈ મંત્રીના કુલદેવતા તેને ઉપાડી ચંપાના ઉદ્યાનમાં મૂકે છે. જ્યાં મંત્રીના અશ્વરક્ષકે મંત્રી પાસે તેને લઈ જાય છે. મંત્રી તેને ગુપ્ત રાખે છે અને સત્કાર કરતા જોઈ મંગળ કળશ મંત્રીને તેનું કારણ પૂછતાં પિતાને પુત્ર રોગી હોવાથી તેને બદલે રાજપુત્રી તારે પરણી પછી મને સોંપવી તેમ જણાવે છે. તે અઘટિત કાર્ય ન કરવા મંગળકળશ જણાવતા મંત્રી તેને મારી નાખવાની ધમકી આપે છે. છેવટે નિપાયે રાજા દાયરામાં જે મિલ્કત આપે તે મને સોંપવી તે શરતે મંગળકાશ હા પાડે છે અને છેવટે કુંવરી સાથે મંગળકળશના લગ્ન થઈ જાય છે. અહિં મંગળકળશથી જરા પણ છૂટી નહિં પડતી કુંવરી દરેક પ્રસંગે શંકાશીલ નજરથી તેને જુએ છે. પોતે આપેલા વચન પ્રમાણે કુંવરીને દેહચિંતાનું કારણ બતાવી ગુપ્ત રીતે મંત્રીએ તૈયાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 304