Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 13
________________ કરેલ એક રથ અને રાજાએ આપેલ સર્વ વસ્તુ કહિ અને પાંચ જાતિનાં અશ્વો સાથે લઈ પિતાના નગરમાં આવે છે. અહિં મંગળકળશની ઘણી શોધ કરાવી. ન મળવાથી ચિંતાતુર થતા માતાપિતાને નમી ઋદ્ધિ સહિત પિતાને પુત્ર તરીકે ઓળખાવી અધૂરો રહેલે અભ્યાસ મંગળકળશ શરૂ કરે છે. હવે અહિં મંત્રી મંગળકળશને વેબ પોતાના કાઢના રોગવાળા પુત્રને પહેરાવી કુંવરી પાસે મોકલતાં તેને કઢના રોગવાળે જોઈ બહાર નીકળી સવારનાં પિતાના પિતાને ઘેર જાય છે. મંત્રી સવારમાં રાજા પાસે જતાં તેના મોઢા ઉપર ખેદ જોઈ કારણ પૂછતાં મંત્રી વાક્ચાતુર્યથી પિતાના પુત્રને કુંવરી પરણી ઘેર આવતાં પિતા પુત્ર કઢના રોગવાળો થયો તેમ કહેતાં ભેળે રાજા માને છે. અને રાજા તથા સભાજનોમાં કુંવરી અનિષ્ટ થાય છે. કુંવરી પિતાને પરિણીત ધણું કેણું છે તેને બહુ બહુ વિચાર કરતાં એક દિવસ પરણનાર ત્યાં મોદક ખાતાં અવંતીના જળને ઉચિત આ મોદક છે તેમ બેલેલ, તે અનુસારે બુદ્ધિશાળી કુંવરી તેને પરદેશમાંથી શોધી કાઢવાને વિચાર કરતાં સિંહ નામના મંત્રીની મારફત પિતાની પાસેથી કુમારને વેષ માંગી પતિ શોધવા માટે જણાવે છે. તેનાં રક્ષણ માટે સિંહ મંત્રીને બીજા આરક્ષકો સાથે કુંવરી સાથે (પોતાનાં કુલને લાંછન ન લાગે તેમ જણાવી ) જવા રાજા આપે છે. ગેલેકયસુંદરી ઉજજયનિમાં મંત્રી વગેરે સહિત આવી પાંચ જાતિના અશ્વોને નગર બહાર પાણી પીતાં જે તે પિતાના પિતાએ આપેલ જાણું તે આ નગરમાં કેના છે તેની તપાસ કરે છે, અને કલાચાર્ય પાસે ભણતાં બીજા વિદ્યાથીઓ સાથે ભણતાં મંગળકલશને કેવી રીતે ઓળખી કાઢે છે તે હકીકત ખાસ જાણવા જેવી છે. સિંહ મંત્રી ચંપાનગરી જઇ પિતાના રાજાને સર્વે તે હકીકત જણાવે છે અને મંત્રીને હણવા વિચાર કરતાં રાજને મંગળકળશ અટકાવે છે. પછી મંગળકળશ તથા પિતાની પુત્રીને બોલાવી રાજા પોતાની રાજગાદી સોંપે છે અને તેને કેટલાક વખત પછી પુત્ર પ્રાપ્ત થાય છે જેનું નામ જયશેખર પાડે છે. એ નગરમાં કેટલાક વખત બાદ જયસિંહ નામના ગુરુ પધારતાં કયા કવડે બંને વિડંબના પામ્યા તેમ પૂછતાં ગુરુમહારાજ પૂર્વભવ જણાવતાં કહે છે કે – આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સોમચંદ નામને કુલપુત્ર અને શ્રીદેવી નામની તેમની ભાર્યા હતી. અને તે નગરમાં જિનદેવ નામને એક બુદ્ધિમાન શ્રાવક હતા. તે બંને મિત્ર હોવાથી વિશેષ ધનની ઈચ્છાએ પ્રદેશ જતાં પોતાના મિત્રને પરદેશ ગયા પછી પિતાનું ધન સાત ક્ષેત્રમાં વાપરવા સેંપી પરદેશ જાય છે, તે રીતે તે વાપરે છે. તેની ભાર્યાની એક સખી ભદ્રા નામની તે નગરમાં રહેતી હતી. તે નંદશેઠની પુત્રી અને દેવદત્તની ભાર્યા થતી હતી, તેને ધણું કુછી થતાં તેની સ્ત્રી ખેદ પામતાં પિતાની સખીને તે વાત જણાવતાં તે કહે છે “તારા સંગના ષવડે તારો પતિ કુછી થયો છે, જેથી તું હવે મારે ત્યાં આવીશ નહિ” તેમ કહેતાં પોતે હાંસી કર્યાનું જણાવે છે. સોમચંદ પ્રિયા સહિત ધર્મારાધન કરતાં મરણ પામતાં સૌધર્મ દેવલોકમાં બંને ઉપજે છે અને સેમચંદ્રનો જીવ ત્યાંથી એવી તું રાજા થયો અને શ્રીદેવીને છવ શૈલેયસુંદરી સ્ત્રી તરીકે થયો. કરેલા પુરવડે તેને ભાડુતી પર અને પૂર્વભવમાં કરેલા હાસ્યવડે જે કલંક આપ્યું હતું તેથી તે આ ભવમાં ઉદય આવ્યું. પછી બંને પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લે છે. ત્યાંથી એવી બ્રહ્મકમાં જાય છે. ત્યાંથી મનુષ્યપણું પામી દેવ થઈ ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે. પૂર્વભવમાં હાંસીથી પણ કોઈને કંઈ પણ કલંક આપ્યું હોય તે પછીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 304