Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 10
________________ * ૫ : ગંગાના ઊંચા કિનારા પર હાલના મવાના ગામથી ૬ માઇલ અને મેરઠ ગામથી બાવીશ માઈલ ઉત્તર પૂર્વ તરફ સ્થિત છે. મવાના તહસીલનું એક પ્રગણું છે. તેના ઉત્તર ભાગની પટ્ટી કૌરવ અને દક્ષિણ ભાગની પટ્ટી પાંડની કહેવાય છે. ગઢમુકતેશ્વર તે વખતે દક્ષિણ ભાગની પટ્ટીમાં હોવાથી પાંડવોની કહેવાય છે. ગઢમુકતેશ્વર તે વખતે હસ્તિનાપુરને એક મહેલ્લો હતે. હસ્તિનાપુર મુક્ત ગંગાથી પણ હાલમાં ઘણે દૂર પડી ગયેલ છે. મહાભારતમાં પણ હસ્તિનાપૂર ભારતવર્ષનું એક અતિ પ્રસિદ્ધ નગર છે એમ જણાવેલું છે. અહિં શ્રી શાંતિનાથ ભગવાનના મોક્ષ સિવાય ચાર કલ્યાણક થયા છે, તે જ રીતે શ્રી કંથનાથ અરનાથ ભગવાન પ્રભુના પણ ચાર ચાર કલ્યાણક થયા છે. એ ત્રણે પ્રભુ ત્યાં સાળમા, સત્તરમા અને અઢારમા તીર્થંકર દેવો સાથે પાંચમા, છઠ્ઠા અને સાતમાં ચક્રવર્તીઓની પદવીઓ પણ સાથે જ પામેલા હતા. શ્રી આદિનાથ પ્રભુને બાર માસના આહારના અંતરાય પડ્યા પછી તેમના પાત્ર શ્રી શ્રેયાંસકુમારે શેરડીના રસનું પારણું વૈશાક સુદ ૩ ના રોજ પણ ત્યાં કરાવેલું છે. તે દિવસથી દાનની પ્રથા પણ ત્યાંથી જ શરૂ થઈ છે. શ્રી ઋષભદેવ પ્રભુએ પિતાને રાજ્યની વહેંચણી કરતાં બાહુબલીને તક્ષશિલા અને હસ્તિનાપૂર એ બે રાજ્યો આપ્યા હતા. ઓગણીશમા પ્રભુ મહિનાથ જિનેશ્વર પણ આ નગરમાં પધાર્યા હતા. ચોથા ચક્રવર્તી સનતને જન્મ આ નગરીમાં થયો હતો; છેવટે સંજમધારી થઈ સ્વર્ગમાં ગયા હતા. આઠમા ચક્રવર્તી સુભૂમ અહિં થયેલ છે. સાતમે ખંડ સાધવા જતાં (જે કદી બની શકે નહિ) અરધે રસ્તે પ્રાણ ત્યાગ કર્યો હતો. આ નગરીમાં એકવીશ નક્ષત્રીય પૃથ્વી કરનાર પરશુરામ બ્રાહ્મણને જન્મ થયો હતે. ગંગદત્ત નામને ગૃહપતિ જેની પાસે સાત ક્રોડ સુવર્ણમુદ્રા હતી, તે અહિં થયેલો હતો. વીમા જિનેશ્વર શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે તેણે દીક્ષા લીધી હતી, અને એક માસની સંખના કરી, સમાધિપૂર્વક મરણ પામી મહાશુક્ર દેવલોકમાં ગયેલ છે. કાર્તિક નામના શેઠ જેમણે વીસમા જિનેશ્વર પાસે ૧૦૦૮ વણિફ અનુયાયી સાથે દીક્ષા લીધી હતી, તે બાર વર્ષ સુધી ચારિત્ર પાળી એક માસની સંખના કરી પ્રથમ દેવલોકમાં કેન્દ્ર થયા છે. અહીંના પટ્વોત્તર રાજાના પ્રથમ પુત્ર વિઝુકમાર તથા મહાપદ્મ અહિં થયા છે. નાગસૂરિ આચાર્યની દેશના સાંભળી રાજા અને તેના પુત્ર વિશ્વકુમારે સુત્રતાચાર્યની પાસે દીક્ષા લીધી હતી. બીજા પુત્રે રાજય સંભાળ્યું હતું. વિષ્ણુકુમારે ઉગ્ર તપ કરી આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી હતી. સુત્રતાચાર્યે આ નગરીમાં ચાતુર્માસ કર્યું હતું. નમુવી નામના પ્રધાનને મહાપદ્મ રાજાએ એક વાર પ્રસન્ન થઈ કંઈ વરદાન માંગવા જણાવ્યું હતું તે મુલતવી રાખેલું તે વરદાન તરીકે નમુચીએ રાજ્ય માંગ્યું. પ્રતિજ્ઞા પાલન કરનાર રાજા રાજ્ય સોંપી અંતઃપુરમાં રહેવા લાગે. જૈનમુનિઓ સિવાય સર્વ આશીર્વાદ દેવા નમચિને ગયા. મનિઓ નહિં જવાથી સાત દિવસમાં રાજ્ય છોડી જવા નમુચિએ મુનિએને ફરમાન કર્યું અને ન જાય તે મૃત્યુદંડ દેવા જણાવ્યું. જેમાસા સુધી રહેવા આગ્રહ કરતાં નહિ માનવાથી વિષ્ણુકુમારને જઈને તે હકીકત જણાવવામાં આવી. તપસ્વી વિષ્ણુકુમારે પણ ઘણું ઘણું સમજાવતાં નહિં માનવાથી વિશ્વકુમારે ત્રણ પગ મૂકવા સ્થાન માંગ્યું. નમુચી ન માનવાથી વૈક્રિય શરીર વિફર્વી એક પગ પૂર્વ સમદ્ર, બીજો પગ પશ્ચિમ સમુદ્રમાં રાખે. ત્રીજો પગ નમુચિના શિર પર રાખતાં નમુચિ મરણ પામે અને મૃત્યુ દંડમાંથી સાધુઓને ઉગાર્યા તે વિષ્ણુકુમાર પણ અહિં થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 304