Book Title: Shantinath Prabhu Charitra Author(s): Ajitprabhacharya Publisher: Atmanand Jain Sabha View full book textPage 7
________________ કરુચિ અને લોકભોગ્ય બોલાતી દરેક પ્રાંતિક ભાષામાં વિવિધ પ્રકારના સાહિત્યની રચના કરી, જનસમાજ ઉપર મહદ ઉપકાર કર્યો છે. જેમકથા-ઇતિહાસસાહિત્યમાં રસિકતા, મધુરતા, વિવિધતા હોવાથી વાંચકની ધર્મભાવનાને પોષે છે અને તેની રચના યથાસ્થિત, પ્રમાણિકપણે કરેલી હોવાથી સર્વ કાળમાં એક સરખી ઉપયોગિતા ધરાવે છે. જેનઈતિહાસ-કથાસાહિત્યમાં દેવાધિદેવ તીર્થકર ભગવાનના ચરિત્રે ઉત્કૃષ્ટ અને પ્રથમ સ્થાન ધરાવે છે. તેનાં મનનપૂર્વકના વારંવાર વાંચન- શ્રવણ-મનન(પઠન-પાઠન)થી ધર્મભાવના જલદી ઉત્પન્ન થાય છે. વળી તે વખતના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના યથાસ્થિત અને સુંદર વર્ણને, પવિત્ર સંસ્કાર, ઉત્તમ પ્રણાલિકાઓ, રાજ્ય, વ્યવહાર, નીતિ અને ઉપદેશદ્વારા આવતી અંતર્ગત ભૂત-ભવિષ્યકાળની અનુપમ કથાઓ, સાથે આવતા અન્ય વિવિધ વિષયના જાણવા લાયક વૃતાંત, પંચ કલ્યાણકમાં પ્રભુની દેવ, મનુષ્યોએ કરેલી અપૂર્વ ભક્તિ અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુએ સમવસરણમાં બિરાજી આપેલ દેશનામાંથી મળતાં ઉત્તમ બોધપાઠો વગેરેથી જ શ્રી તીર્થકર ભગવાનના ચરિત્રનું જેન ઈતિહાસ-કથાસાહિત્યમાં પ્રથમ અને ઉત્કૃષ્ટ સ્થાન ગણાયેલું છે, કે જેનું મનનપૂર્વક વાંચન કરતાં અને વિચારતાં આત્માને નવી દિશા પ્રગટાવી વેરાગ્ય પ્રાપ્ત કરાવી એક્ષપદ નજીક લાવી મૂકે છે. ભારતવર્ષના ઈતિહાસ, કથા, સાહિત્યને અભ્યાસ કરતાં જણાય છે કે, આવા અલૌકિક, પારમાર્થિક, સુંદર ચરિત્રમાં જ અધ્યાત્મજ્ઞાનના બેધક વિષયે સુંદર, સરળ અને રસિક તત્વે ગુંથી પંડિત અને બાલજીને એક સરખા ઉપયોગી થઈ પડે તે માટે તેમાં અનેક દઈને, કથાઓ, ઉપનયે સાથે વિવિધ ભાવો વગેરે આવતાં હોવાથી જ તે અનુપમ કૃતિઓ ગણાય છે. જુદા જુદા પૂર્વાચાર્ય મહારાજાઓએ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના તીર્થકર દેવોના પ્રાકૃત, સંસ્કૃત ભાષામાં ઘણું ચરિત્ર લખેલા છે, તેવા વિસ્તારપૂર્વકના ચરિત્ર સરલ, રેચક, ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવી પ્રગટ કરવામાં આવે તો જનસમૂહને ઉપકારક થતાં ભવ્યાત્માઓ તેના વાંચન, મનનથી આત્મિક લાભ જરૂર મેળવી શકે, તે હેતુથી જ આ સભાએ વિદ્વાન પૂર્વાચાકૃત શ્રી તીર્થકર ભગવંતના વિસ્તૃત વર્ણને મૂળ ચરિત્ર ઉપરથી ગુજરાતી અનુવાદ કરાવી, સુંદર રીતે પ્રગટ કરવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં ૧. શ્રી આદિનાથ પ્રભુ, ૨. શ્રી સુપાર્શ્વનાથ દેવ, ૩. શ્રી ચંદ્રપ્રભુસ્વામી, ૪. શ્રી વાસુપૂજ્ય તીર્થકર, ૫ શ્રી વિમલનાથ૧૩ ભગવાન, ૬. શ્રી નેમિનાથ જિનેશ્વર, ૭. શ્રી મહાવીર દેવાધિદેવ પ્રભુ –એ સાત ચરિત્રનું સુંદર રીતે પ્રકાશન કરેલું છે અને તે જેનસમાજમાં એટલા બધા આવકારદાયક થઈ પડ્યા છે કે, જેની એક પણ બુક અમારી પાસે સિલિકે નથી તેટલું જ નહિં, પરંતુ તે ચરિત્રોની હજી પણ માંગણી થયા કરે છે કે જેથી તેની બીજી આવૃત્તિ પ્રકટ કરવાની જરૂરિયાત જેવાઈ છે, પરંતુ હજી સુધી સખ્ત મેંઘવારી ચાલે છે અને છાપકામના દરેક સાહિત્યના હજી પણ વધતાં જતાં ભાવોને લઈને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 304