Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 311
________________ શંકા-સમાધાન બિમારીઓથી પીડાતા લોકો પણ હોઇ શકે. જે પોતાનું લોહી આપી જાય છે અને એફ.ડી.એ.ના લાઇસન્સ વગર ચાલતી ગેરકાયદેસર બ્લડ બેન્કો આ બધુ ચલાવી લેતી હોય છે. (૨) મુંબઇમાં એઇડ્સના પરીક્ષણના સાધનો બધી જ બ્લડ બેન્કોમાં ઉપલબ્ધ નહીં હોવાને કારણે ઘણી બધી બ્લડ બેન્કો ઉપર હમણાં જ તવાઇ આવી હતી અને પરીક્ષણ વગર અપાતા લોહીથી અત્યાર સુધીમાં હજારો જીવો એઇડ્સ આદિ રોગોના જોખમો લઇ હરતાં-ફરતાં મોતની જેમ મુંબઇમાં ફરી રહ્યા છે. (૩) થોડા સમય પહેલા ટાઇમ્સમાં આવેલા એક રિપોર્ટ મુજબ લોહીની હજારો બોટલો જાળવણીના સાધનની અછતને કારણે દરિયામાં પધરાવી દેવી પડી હતી. ૫૧૪ (૪) રક્તદાનથી મળેલ રક્તની ગુણવત્તા હલકી હોવાની જ વાત અટકતી નથી. હોસ્પિટલોમાં ઓપરેશન વખતે ડૉકટરો કે તેમનો સ્ટાફ ૫/૬ બોટલ લોહી મંગાવે-ઓપરેશન વખતે ૨/૩ બોટલ જ વપરાઇ હોય છતાં બધી બોટલો વપરાઇ ગઇ છે તેવો સંદેશો આપે અને વધેલી બોટલો વેચાઇ જતી હોય. આમ આ વેપલો પછી વેગમાં ચાલ્યા કરે. ઘણી વાર જુદા જુદા બ્લડ ડોનેશન કેમ્પોમાં પણ અલભ્ય ગ્રુપોના જે રક્ત મળે તે ઊંચા ભાવે બારોબાર વેચી દેવામાં આવતા હોય છે. (૫) બ્લડ ડોનેશનથી વાત અટકતી નથી. કીડનીના કૌભાંડો તો રોજબરોજ છાપામાં આવે જ છે. થોડા વર્ષ પહેલા સીટી બેન્કે લોનની વસૂલી માટે નીમેલ એજન્સીએ ગ્રાહકની કીડની કાઢી લેવા સુધીની દમદાટી આપી હતી. આવી કીડનીઓ કેટલીક વાર શ૨ી૨ સ્વીકારતું નથી તેથી દાન લેનારો કાચની બોટલમાં જીવતો હોય તેમ જીવ્યા કરે છે. બહુ થોડા સમયમાં એ યમરાજને ઘેર પહોંચી જાય અને ઉપર પહોંચી જેની કીડની લીધી હોય એની રાહ જોવાની શરૂ કરે છે. આમ ‘બાવાના બેય બગડે' એવો ઘાટ થાય છે. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360