Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 352
________________ શંકા-સમાધાન ૫૫૫ મરતા પશુઓને બચાવવાથી, પશુઓને ઘાસચારો આપવાથી, પક્ષીઓને ચણ આપવાથી અને આર્થિક સ્થિતિએ નબળા મનુષ્યોને સહાય કરવી વગેરે સત્કાર્યો કરવાથી પરલોકમાં શરીર સારું મળે. શંકા- ૧૧૮૨. શ્રાવક કર્માદાનના ધંધાનો ત્યાગ કરે અને કર્માદાનના ધંધાથી ઉત્પન્ન થયેલી વસ્તુ પણ ન વાપરે તો તેને કર્માદાનના ધંધાનો દોષ લાગે ? સમાધાન– લાગે. કેમ કે શ્રાવકને કોઈ પણ પાપના ત્યાગનું પચ્ચકખાણ દુવિહં તિવિહેણ હોય છે, તિવિહં તિવિહેણ ન હોય. શ્રાવકને કોઈ પણ પાપના ત્યાગનું પચ્ચખાણ મન-વચન-કાયાથી ન કરવું અને ન કરાવવું એમ છ ભાંગાથી હોય. એથી અનુમોદનાનું પચ્ચખાણ થતું નથી. જ્ઞાનીઓ કહે છે કે જેટલા અંશે નિયમ નથી એટલા અંશે દોષ લાગે. માટે જ જૈનશાસનમાં નિયમનું મહત્ત્વ છે. શ્રાવક કોઈ પણ પાપના ત્યાગનો નિયમ મારે મન-વચન-કાયાથી પાપ કરવું નહિ અને કરાવવું નહિ એ રીતે લઈ શકે છે, પણ મનવચન-કાયાથી પાપ અનુમોદવું નહિ એમ નિયમ ન લઈ શકે (શ્રાવકધર્મવિધિ પ્રકરણ ગાથા ૩૯ વગેરે). એથી અનુમોદના ખુલ્લી હોવાથી શ્રાવક કર્માદાનના ધંધાનો ત્યાગ કરે અને કર્માદાનના ધંધાથી ઉત્પન્ન થયેલી વસ્તુ ન વાપરે તો પણ અનુમોદનારૂપે કર્માદાનના ધંધાનો દોષ લાગે. શ્રાવક આ વાતને બરોબર સમજે અને વિચારે તો એની સંયમ લેવાની ભાવના વધારે દઢ બને. સંયમમાં પાપનો ત્યાગ “તિવિહં તિવિહેણ” થી થાય છે. એથી સાધુ કર્માદાનથી ઉત્પન્ન થયેલી વસ્તુ વાપરે તો પણ તેને કર્માદાનનો દોષ ન લાગે. હા, સાધુ જો કર્માદાનથી ઉત્પન્ન થયેલી વસ્તુની પ્રશંસા કરે, વખાણે તો એને પણ કર્માદાનની અનુમોદનાનો દોષ લાગે. શંકા- ૧૧૮૩. ગ્રહણમાં જાપ કરવાથી વધુ ફળ મળે એ નિયમ આપણું જૈનદર્શન માન્ય રાખે છે ? સમાધાન- આવો નિયમ જૈનશાસ્ત્રમાં નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360