Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શંકા-સમાધાન
૫૪૩
અને સામાયિક-પૌષધ વગેરે નિરવઘ પ્રવૃત્તિ કરીને ધર્મમાં ઉદ્યમ કરવા પણ સમર્થ બનતા નથી, પરંતુ જિનપૂજા વગેરેથી જ ચિત્તવિશુદ્ધિ કરી શકે તેવી ભૂમિકાવાળા છે અને પોતાની પાસે સારી રીતે જિનપૂજા વગેરે થઇ શકે તેટલું ધન નથી, તેવા જીવો ધન કમાઇને પણ જિનપૂજા કે અન્ય તેવાં આત્મહિતકર કાર્યો કરે.
અહીં ધન કમાવાની સાવઘ પ્રવૃત્તિ પૂજા આદિ માટે હોવાથી તે સાવઘ પ્રવૃત્તિનો વિષય ધનસંચય દ્વારા જિનભક્તિ છે. પરંતુ ભોગ વગેરે નથી. એવી ભૂમિકાવાળા શ્રાવકને જિનપૂજા આદિ માટે કરાતી સાવઘ પ્રવૃત્તિ પાપક્ષય દ્વારા ગુણપ્રાપ્તિના બીજનું સાધન બને છે. તેથી તેવી ભૂમિકાવાળા શ્રાવકની જિનપૂજા માટે ધન કમાવાની સાવઘ પ્રવૃત્તિ પણ ઇષ્ટ છે.
હા, જે શ્રાવક સંયમમાં ઉત્સુક હોવા છતાં સંયમ લઇ શકતો નથી અને એથી સાવઘ પ્રવૃત્તિનો અત્યંત સંક્ષેપ કરે છે અને અપ્લાય આદિની વિરાધનાથી અત્યંત ભીરુ છે, જવું-આવવું, લેવું-મૂકવું વગેરે ક્રિયા અત્યંત યતનાપૂર્વક કરે છે, સામાયિક-પૌષધ વગેરેમાં અધિક સમય પસાર કરે છે, તેવો શ્રાવક જિનપૂજા માટે ધન કમાવાની પ્રવૃત્તિ ન કરે. તેના માટે જિનપૂજા આદિ માટે ધન કમાવાનો નિષેધ છે. ધર્માર્થ યસ્ય વિત્તેહા॰ એ શ્લોક આવા શ્રાવકને પણ લાગુ પડે.
આટલા વિવેચનથી એ સ્પષ્ટ થઇ જાય છે કે અનિવાર્ય જિનપૂજા અને અનિવાર્ય સાધુવેયાવચ્ચ માટે તેવી ભૂમિકાવાળો શ્રાવક ધન કમાવાની પ્રવૃત્તિ કરે તેનો નિષેધ નથી.
ધન વગરનો શ્રાવક સામાયિક લઇને જિનમંદિર જાય ઇત્યાદિ જે વિધિ બતાવ્યો છે તે સામાયિકાદિ નિરવઘ પ્રવૃત્તિથી ધર્મ કરવા માટે સમર્થ છે તેવા જીવ માટે છે, પણ સામાયિકાદિ નિરવઘ પ્રવૃત્તિથી ધર્મમાં ઉદ્યમ કરવા સમર્થ નથી, કિંતુ જિનપૂજા વગેરેથી જ ચિત્તશુદ્ધિ કરી શકે તેવી ભૂમિકાવાળા છે, તેવા જીવ માટે નથી. માટે ધન વગરનો શ્રાવક સામાયિક લઇને જિનમંદિરે જાય એવું
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360