Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 345
________________ ૫૪૮ શંકા-સમાધાન મનોરંજન કરી લે છે. માટે સમજુ શ્રાવક-શ્રાવિકાઓએ આવા નાટકો જોવા ન જવું જોઈએ. એટલું જ નહિ પણ પોતાની બધી શક્તિઓનો ઉપયોગ કરીને આવા નાટકો બંધ કરાવવા જોઈએ. વળી મહત્ત્વની વાત એ છે કે આજે જૈનો આવા નાટકો રાખે, આવતી કાલે તેને જોઈને જૈનેતરો પણ આવા નાટકો રાખે. જૈનેતરો આવા નાટકો રાખે ત્યારે જૈનો તેમને રોકી શકે નહિ. કારણ કે જૈનેતરો તરત કહી શકે કે તમે જો આવા નાટકો રાખો છો તો અમને અટકાવવાનો તમારો કોઈ અધિકાર નથી. પહેલાં કમાવવાના ધ્યેય વિના આવા નાટકો રખાય અને પછી કમાવવાના ધ્યેયથી આવા નાટકો રાખવાનું શરૂ થાય. આમ અનવસ્થા થાય. માટે જૈનોએ આવા નાટકો ન જ રાખવા જોઈએ. આજે ઘણા કહેવાતા જૈનો ગુરુની સલાહ લીધા વિના પોતાના મનમાં આવે તેમ ધર્મપ્રવૃત્તિ કરનારા થયા છે. એના કારણે આવા અનિષ્ટો ઉત્પન્ન થાય છે. કહેવાતા જૈનોને શાસનના નિયમોનું મર્યાદાઓનું કોઈ ભાન હોતું નથી. અધર્મના નામે અધર્મ આચરાય એના કરતાં ધર્મના નામે અધર્મ આચરાય એ અધિક ખતરનાક બને. શંકા- ૧૧૭૨. કોઈકને માનવધર્મમાં વધારે લાભ મળે, વધારે પુણ્ય બંધાય તેવું લાગે છે. તેથી જિનના દર્શન-પૂજન પણ ન કરે, તો તેમને જિનદર્શન કરવા માટે કેવી રીતે સમજાવવા ? સમાધાન– એક કંપની દરરોજ કરોડ રૂપિયાનો નફો કરતી હોય, બીજી કંપની દરરોજ પાંચ કરોડ રૂપિયાનો નફો કરતી હોય, ત્રીજી કંપની દરરોજ દશ કરોડનો નફો કરતી હોય, તો કઈ કંપનીના શેરો ખરીદનારને વધારે લાભ થાય તે સમજી શકાય તેવી વાત છે. તે જ રીતે માનવધર્મ કરતાં સાધર્મિક ભક્તિમાં વધારે લાભ છે. સાધર્મિકભક્તિ કરતાં ગુરુસેવામાં વધારે લાભ છે અને ગુરુસેવાથી પણ જિનપૂજન આદિમાં વધારે લાભ થાય છે. દાનની અપેક્ષાએ અરિહંત રત્નપાત્ર સમાન છે. સુસાધુઓ સુવર્ણપાત્ર સમાન છે. વ્રતધારી શ્રાવકો ચાંદીના પાત્ર સમાન છે સમ્યગ્દષ્ટિ શ્રાવકો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360